ડોસાભાઈ રાંડેલિયાનો રોમિયો જુલીએટ

IMG_20160607_115324 copyડોસાભાઈ રાંડેલિયાએ રોમિયો જુલીયેટનો નાટક લખ્યો અને તે ભજવવાનો હક શેક્સિપિયર કલબને આપ્યો પણ એ ખેલ લખ્યા પછી મરહુમ રાંડેલિયાએ તે નાટકના લખનાર તરીકે પોતાનું ખ‚ં નામ આપવાને બદલે ડેલટાના તખલ્લુસ હેઠળ તે ખેલના લખનારને જણાવ્યો હતો એનું કારણ મરહુમ રાંડેલિયાએ નાટક લખ્યા પછી તેવણે એવું જણાવ્યું હોય કે રોમિયો જુલીયેટનો નાટક જે તેવણે ઈ.સ. ૧૮૭૬માં લખ્યો હતો તે નાટક તો સ્ટુડન્ટસ એમેચ્યુયર કલબે ઈ.સ. ૧૮૫૮ના સાલમાં એટલે મરહુમ રાંડેલિયાએ શેક્સિપિયર નાટક મંડળી માટે પોતે લખ્યો તેની બરોબર ૧૮ વરસ અગાઉ, તેઓએ તે સ્ટેજ કીધો હતો. એ બાબદ કદાચ મરહુમની જાણમાં આવ્યાથી, પોતાનો રોમીયો જુલીયેટ ડેલટાના તખલ્લુસ હેઠળ છપાવી પોતાનું નામ જાહેર થતું અટકાવ્યું હોય એ બનવા જોગ લાગે છે! પરંતુ એક બીના આ ચકચાર દરમિયાન જે છૂપી રહી ગઈ છે તે એ છે કે ઈ.સ. ૧૮૫૮ના સાલમાં લખાયલો રોમીયો જુલીયેટનો નાટક લખનાર ધણી કોણ હતો તેનું નામ આજ સુધી જાહેર થયું નથી. આ નાટક સ્ટુડન્ટસ એમેચ્યુયર કલબે સ્ટેજ કીધો હતો અને તેની તારીફ તે વખતના જાહેર છાપા ‘પારસી મિત્રે’ જાબજા કીધી હતી. તે ઉપરથી એ લેખકનું નામ જાણવાની જીજ્ઞાસા ઉત્પન્ન થવા પામ્યા છતાં તેનું નામ આજસુધી છુપું જ રહ્યું છે.

પણ શેક્સિપિયરનો રોમીયો જુલીયેટનો નાટક તે વખતે ખાસ વખણાયો હતો તેનું એક મુખ્ય કારણ તે ખેલના ખેલાડીઓ પેલા જાણીતા ડિરેકટર હીરજી ખંબાતાના શિક્ષણમાંથી પસાર થયા હતા. સઘળા ખેલાડીઓમાં મુખ્ય ધ્યાન ખેંચનારો એકટર તે રોમિયોનો પાર્ટ કરનાર જવાન હોમી આંટિયા હતા. આ ખેલાડી પોતાની ઉંચા પ્રકારની અંગ્રેજી ભાષાની કેળવણીને પ્રતાપે શેક્સિપિયરના રોમિયોને એવી રીતે સ્ટેજ પર તે રજૂ કરતો હતો કે તેથી તમાશબીન આલમ તેના હાવભાવમાં અને બોલવાની ઢબછબથી ગોયા ચક્તિ થઈ ગઈ હતી આવા ઉચી કેળવણી પામેલા ખેલાડીઓના ભેગા બળથી ઉભી થયેલી શેક્સિપિયર કલબ એ નાટક બે ત્રણ વખત કરી સદાની શાંતિમાં જઈ પડી હતી.

ખાનબહાદુર હોરમસજી જમશેદજી આંટિયા ઉંચા પ્રકારની નાટકી શક્તિવાળો એકટર ડેપ્યુટી પોલિટીકલ એજન્ટ કાઠીયાવાડ ફર્લ્ટ કલાસ મેજીસ્ટ્રેટ અને સ્મોલકોઝ કોર્ટના જજ રાજકોટ પોલિટીકલ એજન્ટ. ઝાલાવાડ પ્રાંત-દીવાન, છોટા ઉદેપુર સ્ટેટ-વાઈસ પ્રેસિડન્ટ બેન્ડોરા-મ્યુનીસીપાલીટી.

ખાનબહાદુર હોરમસજી આંટીયા એક એમેચ્યુઅર ખેલાડી તરીકે મુંબઈના શંકરશેઠની નાટકશાળા ધ્રુજાવી સરકારી તેમજ રાજ રજવાડાની સેવા લાંબા મુદત સુધી બજાવી અનેક માનપાન અને ચાંદ મેળવી રીટાયર્ડ લાઈફ ભોગવી રહ્યા હતા. એક વધુ વધારો મરહુમ હીરજીભાઈ ખંબતાએ એ કલબમાં ડિરેકટર બનીને હોરમસજીને ખીલી નીકળવા માટે પોતાનું એકટીંગ બતાવ્યાથી થયો હતો.

(વધુ આવતા અંકે)


પારસી નાટક તખ્તાની તવારિખ

Leave a Reply

*