ઈરાનવેજમાં તે જમાનામાં કેરસાસ્પ પહેલવાન ખૂબ જાણીતો હતો. તે ફરતા ફરતા એક શહેરમાં આવી ચઢયો. ત્યા તેણે એક તાજુબી ભરેલો દેખાવ જોઈ ખૂબ હેરત પામ્યો. તે શહેરમાં એક સોનાનો પહાડ હતો. તે શહેરના લોક સવાર પડે એટલે પહાડ પર જઈ રોજનું ખપ જોગું, વપરાશ માટે જોઈએ એટલું જ સોનુ પહાડ પરથી લાવી ઉપયોગમાં લેતા. ત્યાંના રહીશ એમ પણ માનતા હતા કે ખરેખર જરિયાત કરતાં વધુ સોનું લેનાર વધુ જીવી શકતો નહિ અને મરણને શરણ થતો. એવી કુદરતી સજા લોભ લેનારને થતી. પાચન થાય તેટલું જ ખાવું અને પીવું અને જરિયાત મુજબ જ દ્રવ્યનો ખર્ચ કરવો એ કુદરતનો કાનૂન છે. જેનો અમલ કરનાર ઈન્સાન કોઈ કાળે દુખી થતો નથી. સંતોષી નર સદા સુખી ‘કેરસાસ્પ નામા’ની આ અજાયબી ભરેલી વાત આ જમાનામાં હસવા જેવી લાગશે. પણ આ બાબત ખરી પણ હોઈ શકે. સત્યયુગમાં સદાચારી લોક વસ્તા હતા. ત્યાં આવા ચમત્કાર સહજ બનતા હોય તે માની શકાય.
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025