મંદિરની સંભાળ લેવા એક પૂજારી આગળ આવી પોતાનું દુ:ખ રડી જતાં ને વળતામાં તે સંત ઘરડો પુષ તેઓને સારી શિખામણો આપી કાંઈક અંશે તેવાનાં દુ:ખ કમી કરી વિદાય કરતો.
અને ત્યારે આજે એજ મંદિરમાં શિરીન વોર્ડન એક તૂટેલા જિગર સાથ દુ:ખી જીવે ત્યાં દાખલ થઈને ગુજીના પગ આગળ ફસડાઈ પડી ને અફસોસ કે એક વખતના બેંગ્લોરના લખપતિ શેઠિયા વિકાજી વોર્ડનની બેટીનો આવો હાલ જોઈ તે પૂજારીએ માયાથી તેણીનું માથું પસવારી પૂછી લીધું. ‘તને શું દુ:ખ છે, મારી બેટી?’
‘ગુજી, મારા દુ:ખનો સુમાર જ નથી, ને તેથી મને તે બધામાંથી છટકવા મોત જોઈએ છે.
એ બોલો સાંભળી તે પુજારીએ પોતાનું વૃધ્ધ ડોકું નાચારીથી ધુણાવી નાંખ્યું.
‘નહીં બેટી, મોત કદી પણ દુ:ખમાંથી મુક્તિ મેળવી આપતું નથી.’
‘બીજો ઉપાયજ નથી ગુજી, કારણ વધુવાર મારાથી હવે જીવી શકાશે નહીં.’
‘ફકત હીચકારા આદમીઓ આવા બોલો ઉચ્ચારી શકેછ, કારણ જીવનની લડત હરેક ઈન્સાને પોતાને હાથે જ
હિંમતથી લડવી જોઈએ.’
‘પણ ગુજી, રસકસ વિનાની જિંદગી હવે કામની શું છે?
‘નહીં …નહી’ બેટી, તું નાદાન હોવાથી આવા બોલો બોલી શકેછ, કારણ પ્રભુએ બનાવેલી જિંદગી દરેક ઈન્સાન માટે મુખત્યાર કીધેલી છે. ફકત જ્યારે તે પોતાને માટે જ જીવી રહેછ, ત્યારે તેને જિંદગી કડવી લાગી આવે છે.’
એ ઉંડી ફીલસુફી તે દુ:ખી બાળા સમજી શકી જ નહીં કે તેણીએ અજાયબી પામતાં સવાલ કીધો.
‘પણ ગુજી, મારી જિંદગી જો કોઈને વહાલી નહીં હોય તો પછી તેને જીવાડેલી કામની જ શુું?’ને ત્યારે ફરી પાછું તે સંતપુષે પોતાનું શીર ધુણાવી નાખી જુસ્સાથી કહી સંભળાવ્યું.
‘આપણા જીવનને ઉપયોગી બનાવવું તે આપણાં પોતાના હાથમાં જ છે.
એ સાંભળી તે બાળા દુ:ખથી પોકારી ઉઠી.
‘પણ જો તે જીવનમાં પલેપલ કડવાશ અપમાન ને ગુસ્સો હોય તો પછી તે કેમ નીભાવી શકાય? ગુજી, મારા મોહ પરના સલ તરફ જુઓ, મારો વાંક નહીં હતો તે છતાં મોટા શેઠાણીએ મને તમાચા લગાવી દીધા.’
અને પછી શિરીન વોર્ડને તે આખી કહાણી તે ગુજીને કહી સંભળાવી પોતાનું જિગર ખાલી કરી નાખ્યું. તેણીએ તે સંત પુષથી કંઈક જ છુપાવ્યું નહીં. પોતાના બાપનાં સારા વખતના તે સુખી દિવસો, ફિરોઝ ફ્રેઝર સાથની પહેલી મુલાકાત અને મહોબત, તેણીના પિતાની લગ્ન સામે નહીં અપાયેલી બહાલી પછી તેઓનો પડતીનો વખત અને છેલ્લે તે વહાલા તરફની વીસ હજાર પિયે ખરીદ કરવાની માંગણી… બધું જ તેણીએ કહી દીધું કે તે ગુજીએ સાંભળી અંતે તેણીને જણાવી દીધું.
‘તો પછી મારી બેટી, એ સઘળા તરફ હિંમતથી લડવા તારી આગળ એક હથિયાર મોજુદ છે.’
‘હથિયાર, ગુજી?’
‘હા, બેટી, ને તે બળવાન હથિયાર છે ચુપકીદી. એની આગળ ગમે તેવું ગુસ્સે થઈ ગયેલું ઈન્સાન અંતે લડીને પોતેજ નસોસ બની ઠંડુ પડે છે ને તેથી મારા બચ્ચાં આ જગતમાં એનાં જેવું જોરાવર બીજું એક નથી.’
એ ઉમદા શીખામણ સાંભળી તે બાળા ચુપજ થઈ ગઈ કે ફરી તે ગુજીએ બોલવાનું ચાલુ કીધું.
‘અને આપણાં દુશ્મનને જીતવાની ચાવી પણ આ દુનિયામાં એકજ છે, અને તે મહોબત. મારી બેટી, એટલું યાદ રાખજે કે જેમ હીરો હીરાને કાપે, ઝેર ને ઝેર મારે તેમ મહોબતને મહોબત જ ખેંચી શકે છે.’
આહ, કેટલી ઉમદા શીખામણ હતી કેટલી ઉંડી ફીલસુફી કે જે વડે જ ભવિષ્યમાં શિરીન વોર્ડન પોતા તરફ આવી પડેલા દુ:ખના ડુંગરો સામે હીમ્મતથી ખડી રહી શકી.
તે ઈન્સાફી સખત વહેતોજ ચાલ્યો કે જે અમીર ફકીર કોઈ માટે કદી ખોટી થઈ શકતો નહીં હોવાથી. શિરીન વોર્ડનને ‘ડરબી કાસલ’માં નોકરીએ આવ્યા ને સપાટામાં એક મહીનો પણ ખતમ થઈ ચુકો.
(ક્રમશ)
- ઝેડટીએફઆઈ સર્કલ ઓફ કાઇન્ડનેસ – સમુદાય સેવાની 15 વર્ષની ઉજવણી કરે છે - 2 November2024
- પુના પારસી પંચાયત 2024 ચૂંટણીના પરિણામો - 2 November2024
- બીજેપીસી શાળાએ પ્રતિષ્ઠિત પુરસ્કારો મેળવ્યા - 2 November2024