અહુરા મઝદાએ મહાન જરથુસ્ત્રને સમગ્ર માનવજાની ઉપર મુકયા. તેઓએ ચમકીલા-ગૌરવશાળી તિશ્ટ્રયની જેમ જ જીવનના પથ પર દીવાદાંડી સમાન કાર્ય કર્યુ. તેઓએ હમેશા સત્ય સચ્ચાઈ અને ભલાઈનો જ રાહ લીધો.
જરથુસ્ત્રે ધ્રુવના તારા સમાન માનવની શોધ છે. તેઓ માનવીના જીવનના પ્રકાશ સમાન છે. તેઓ સતત પ્રભાવ પાથરીને ઉજાસને વધારે છે. તેઓ આનંદ-શાંતિ-આશા અને જીવનનો શાશ્ર્વત બોધ આપે છે. એ એક પથ્થર છે જેના થકી જીવનનૈયા મનુષ્ય પાર કરે છે. તેઓ સચ્ચાઈને પ્રેરે છે જેમાં ઘાતકીપણાનો પડછાયો પાછળ રહી જાય છે. અર્પૂણ જગતમાં તેઓ એક આદર્શ સંપૂર્ણત્વ છે. તેઓ સર્જનની પરિપૂર્ણતા અને દ્રષ્ટાંત છે. જીવનની શઆત અને અંત છે. તેઓ માનવજાતના સર્વોચ્ચ અને આદર્શ છે.
જરથુસ્ત્રને જેઓ જુએ છે તેઓ અહુરા મઝદાને જુએ છે. તેઓને ઓળખે છે તે જ તેમને પિછાણે છે. તેમને સમજવા એટલે તમોને સમજવા તેમને અનુસરવા એટલે તમોને અનુસરવા તમોને ચાહવા એટલે તેમને ચાહવા.
જરથુસ્ત્રના બોધને હું મારા જીવનમાં ઉતારીશ. હું તેમને સમર્પિત રહીશ. હું તેમને મારા જીવન માટે દ્રષ્ટાંતપ માનીશ મારા મનમાં તેમની છાપ અંકિત રહેશે કે જરથુસ્ત્ર મારા માટે માર્ગદર્શક છે. શક્તિ આપે છે અને મારી ઈચ્છાને વાળે છે, કોઈ ડર વગર હિંમતથી તેમને અનુસરીશ. હું તેમને જ અનુસરીશ મારા જીવનના દરેક તબકકે હું તેમને માનીશ.
હું તેમના પગલાને અનુસરીશ. હું તેમના માટે જીવીશ, હું મારા કાયમી સાથીદાર તરીકે જરથુસ્ત્રને મારા પયગમ્બર, મારા મિત્ર મારા માર્ગદર્શક, મારા વાલી, મારી આશા, મારી જિંદગી, મારો પ્રકાશ, અહુરા મઝદા.
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025