મરહુમ ફરામજી ગુસ્તાદજી દલાલ, મરહુમ કાવસજી ન. કોહીદા અને મરહુમ હોરમસજી ધ. મોદી એ ત્રણ સાહેબોએ, એક નવી નાટક ટોળી ઉંચા ધોરણ ઉપર ઉભી કરવાની પોતપોતામાં મસલત ચલાવી હતી. એ બનાવ લગભગ ઈ.સ. ૧૮૭૪-૧૮૭૫ના સાલથી શ થયો હતો. એ વરસોમાં ગ્રાન્ટ રોડ ઉપર હિન્દુસ્થાની ભાષામાં નાટકો થવા લાગ્યા હતા. એટલે નાટક તખ્તા ઉપર શુધ્ધ ગુજરાતી ભાષામાં નાટકો થાય તે તો એક નવાઈ જેવું જ લાગ્યું! કુંવરજી નાઝરે ગુજરાતનો છેલ્લો રાજા ‘કરણ ઘેલો’વાળો નાટક સ્ટેજ કરાવ્યો હતો પણ તે વખતે તે કેવળ નિષ્ફળ ગયો હતો.
પાછા આ ત્રણ સાહેબો કેખશની મદદ માંગવા દોડયા હતા! એ ત્રણે સાહેબોનો આ એક મુદ્રાલેખ હતો કે ‘કેખશ વગર કોઈ નાટક ફત્તેહમંદ થઈ શકે જ નહીં.’ કેખશને નાટક લખવાનું અને સારા પાયા ઉપર નાટકો કરાવવાનું જનમથી ચેટક લાગેલું હોવું જોઈએ! કેમ કે બચપણથી જ મરહુમે એ હુન્નરને ખીલવવાની નેમથી જુદી જુદી કલબવાળાઓને પોતાની મદદ આપવી શ કરી હતી અને તે પ્રમાણે આ ત્રણ સાહેબોની નવી યોજનાને સાંભળી લઈ પોતાથી બનતી દરેક મદદ આપવા કબુલી હતી. આગલા સાલમાં જેમ વિકટોરિયા કલબને બનતી દરેક મદદ આપવા કબુલી હતી. આગલા સાલમાં જેમ વિકટોરિયા કલબને ઉભી કરી તેને માટે એક ધરખમ કમિટી ગોઠવી હતી, તેમ આ નવી કલબને માટે પણ તેવણે એક તેવીજ ધરખમ કમિટી ગોઠવી અને કાબરાજીએ જેમ પોતાની માનીતી ગાયન ઉત્તેજક મંડળીને ઉભી કરી તેનું નામ આપ્યું હતું, તેમ આ નવી નાટક કલબનું નામ પણ તેવણે નાટક ઉત્તેજક મંડળી આપી તેનું કામ શ કીધું હતું.
(વધુ આવતા અંકે)
- અપેક્ષા-Expectation - 30 November2024
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024