આપણે સામાન્ય રીતે રોજ બરોજના જીવનમાં ભેંસનું દૂધ વાપરતાં હોઈએ છીએ. ગાયનું દૂધ આપણને સ્વાદમાં ભેંસના દૂધ જેટલું સાં લાગતું નથી. પરંતુ મુખ્તત્વે ૩ બાબતો જાણી લેવી બહુ જ આવશ્યક છે. એક તો ગાય ભેંસ વગેરે પ્રાણીઓ જે ચારો ચરતાં હોય છે, તે ચારામાં ડીડીટીનો છંટકાવ થતો હોય છે. એવો ચારો ચરવાને લીધે દૂધમાં પણ ડીડીટીના તત્વો વિદ્યમાન રહે છે. ભેંસના દૂધમાં ગાયના દૂધ કરતાં ત્રણ ગણા વધારે આવાં દુષ્તત્વો જોવા મળે છે, વળી ગાયના દૂધ જેટલું પીળું ભેંસનું દૂધ નથી હોતું! દૂધમાં જે પીળાશ આવે છે તે દૂધમાં રહેલ કટિન તત્વને આભારી હોય છે. ગાયના દૂધમાં કટિન સારા એવા પ્રમાણમાં જોવા મળે છે, જે ભેંસના દૂધમાં નહિવત હોય છે. શરીરમાં કટિનની ઊણપથી કેન્સર જેવા મહાવ્યાધિની આશંકા રહે છે. કટિન શરીરમાં પ્રવેશી વિટામીન ‘એ’નું નિર્માણ કરે છે કે જે ત્વચા અને નેત્રો માટે ઘણું સ્વાસ્થયપ્રદ છે. તો ભેંસના દૂધ કરતા ગાયના દૂધની મહત્તા સમજીને ગાયના દૂધ પ્રત્યે આપણે અણગમો ન જ રાખવો જોઈએ.
ભેંસના દૂધ કરતાં ગાયનું દૂધ શા માટે?
Latest posts by PT Reporter (see all)