દુષ્ટ દળો સાથે લડનાર એટલે વંદીદાદ

પ્રાચીન પારસી પવિત્ર ગ્રંથોમાં વંદીદાદ કદાચ સૌથી વધુ નોંધપાત્ર છે. ઐતિહાસિક અને પૂજા કરવાની પ્રથા આ બન્નેમાં પારસીઓના પ્રાચીન પવિત્ર ગ્રંથોમાં વંદીદાદ જેને લોકો માનતા નથી. હજુ સુધી જૂના પુરાણા ‘પારસી દંડ સંહિતા’ની નિંદા થયા કરે છે અને હજુ સુધી બડબડ કરનાર ધર્મગુરૂઓ જાદુ અને કાલ્પનિક રાક્ષસોના વિચારો સાથે ચીટકી રહ્યા છે. રસપ્રદ રીતે જાણીયે તો ‘મેજિક’ શબ્દ પહેલાના ‘માગ’ પાસેથી આવ્યો છે. 550ઈ.સ. પૂર્વે સાયરસ ધ ગ્રેટ દ્વારા સ્થાપવામાં આવેલું સામ્રાજયની આગાહી કરનાર ધર્મગુરૂઓનો સમૂહ જેને માગી કહેવામાં આવતા.

1804-1875 વંદીદાદના પ્રારંભિક વિવેચકો પૈકી એક હતો. એફઆર ડો. જોન વિલ્સન, વિલ્સન કોલેજના સ્થાપક સ્કોટિશ ખ્રિસ્તી મિશનરી (ચોપાટી, સાઉથમુંબઈ) 1883માં તેમણે એક બુક પ્રકાશિત કરી અને વંદીદાદનો દૂરઉપયોગ કર્યો તેને નૈતિકતાને બદલે ભૌતિક અશુધ્ધતા પર કેન્દ્રિત છે એમ જણાવાયુ. વિલ્સનની પુસ્તિકાએ પારસીઓ પર ખૂબ અસર કરી હતી. જે પારસી ધર્મ વિશે થોડું જાણતા હતા. ખ્રિસ્તી ધર્મના પુસ્તકોથી પ્રભાવિત થયા હતા.

1839માં બે પારસી વિદ્યાર્થીઓ

ધનજી નવરોજી અને હોરમસજી પેસ્તનજીએ પારસી ધર્મનો ત્યાગ કરી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. વિલ્સનની પુસ્તિક અને તેના સમાવિષ્ટોને ત્યારબાદ રદિયો આપ્યો હતો. પરંતુ કમનસીબે નુકસાન થઈ જવા પામ્યું હતું.

આજે પણ વંદીદાદના ઐતિહાસિક મહત્વ વિશે ઘણાબધા પ્રશ્ર્નો પૂછાય છે. ઓરિજીનલ જે આ તારીખથી સંપૂર્ણ અવેસ્તાના 21 વોલ્યુમોમાંથી એક વોલ્યુમ બહાર આવ્યું 21 વોલ્યુમો જે 21 શબ્દો પર આધારિત છે.

યથા અહુ વરિયોના ભણતરના 21 શબ્દો પર આધારિત છે. 1લો વોલ્યુમ છે યથા, બીજો અહુ અને આગળ … સમયની વિપુલતા સાથે 20 ગ્રંથો અદ્રશ્ય થઈ ગયા છે. હવે ફકત ટુકડાઓમાં વિખેરાયેલા મળી શકે. પહલવી દિનકર્ડના લીધે આ ગ્રંથો વિશે જાણીએ છીએ 9મી સદી એડીમાં સંગ્રહ કરવાથી વંદીદા સાથે તમામ 21 ગ્રંથોનો સારાંશ આપે છે. વંદીદાદ જે જરથોસ્તીઓનું ધાર્મિક પુસ્તક છે તેને ફિલસુફી અતત્તા આચાર સંહિતાની નૈતિ માર્ગદર્શિક સાથે કોઈ લેવાદેવા નથી. તે મોટે ભાગે ધાર્મિક ઉપદેશો અને ધાર્મિક વિવિધઓને આવરી લે છે. તેના 22 પ્રકરણો છે જેને ફાગાર્ડ અથવા પરગાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકરણો વિવિધ લંબાઈના છે અને મુખ્યત્વે સ્વચ્છતાના કાયદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

વંદીદાદની ધાર્મિક ક્રિયા

વંદીદાદની ધાર્મિક ક્રિયા મધરાત્ર પછી કરવામાં આવે છે. ઉશાહિન ગેહમાં રાતના 12 વાગ્યા પછી અને સવારે સૂર્યોદય થાય તેની 36મીનીટ પહેલા આ ક્રિયા 6-7 કલાક રોકાયા વગર કરવાની હોય છે. અભિયારી અથવા આતશહેબરામમાં આ ક્રિયા કરતા ધર્મગુરૂઓ માનસિક અને શારિરીક રીતે વક્ષમ હોવા જરૂરી છે. મધરાત પછી જ્યારે અંધકાર અને દુષ્ટતાના પરિબળો તેમની ટોચ પર હોય છે ત્યારે વંદીદાની ધાર્મિક પ્રતિબધ્ધતાથી આ નકારાત્મક પરિબળોનો નાશ કરવાનો હોય છે.

વંદીદાદની ક્રિયા ગુજરેલા વ્હાલાઓની યાદમાં કરવામાં આવે છે. ખાસ કરી ચાર દિવસ (ચોરમ) પછી અથવા પાયદસ્ત પછી કયારે પણ કરી શકાય છે.

વંદીદાદ-સાદેહ

કયારેક અચાનક કુટુંબમાં અનઅપેક્ષિત અને અભૂતપૂર્વ દુ:ખદ ઘટનાઓ (સંપત્તિમાં અચાનક નુકસાન, લાંબી બીમારી, અકસ્માતો) વગેરે ઘરમાં કે કામના સ્થળે નકારાત્મક ઉર્જાને કારણે બનવા પામે છે. આ નકારાત્મક ઉર્જાને દૂર કરવા વંદીદાદ-સાદેહની ક્રિયા એકજ ધર્મગુરૂ દ્વારા તમારા ઘરે કે કાર્યસ્થળે કરી શકાય છે. આ ક્રિયા ઉચ્ચ ક્રિયા નથી કારણ કે મોટી પવિત્ર ક્રિયાઓ ફકત ધાર્મિક સ્થળો જેવા કે અયિારી અને આતશબહેરામમાં જ કરી શકાય છે.

Leave a Reply

*