મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા મગજનો પારો ઉપર રહેશે. નાની બાબતમાં ચિડિયા બની જશો. તમારા પોતાના જ તમારા દુશ્મન બનશે. તમે સાચુ બોલશો તો તમારી વાત કોઈ માનશે નહીં. તમારી નાની ભૂલ બીજાને મોટી લાગશે. મંગળને કારણે પેટમાં જલન અને એસીડીટી જેવી માંદગી થઈ શકે છે. ખાવાપીવા પર ધ્યાન આપજો. કોઈની સાથે વધારે વાત કરશો નહીં. મંગળને શાંત રાખવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 11 ને 12 છે.
Mars is ruling over you, so you will get angry and agitated over small things. You will become your own enemy due to your high temper. Your small mistakes and blunders will snowball into big controversy and this will increase tension and temperature of your mind. You will suffer from acidity and other stomach related ailments. Be very careful regarding what you eat. Don’t get in the arguments or long discussions with anybody. Pray ‘Tir Yasht’ without fail to calm Mars.
Lucky Dates: 8, 9, 11, 12.
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
26મી જુલાઈ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમે જે ડીસીઝન લેશો તે સમજી વિચારીને લેજો. તમારા લીધેલા ડીસીઝનમાં ચેન્જીસ કરતા નહીં. ઈનવેસ્ટ કરવાનું ભુલતા નહીં. બીજાના મદદગાર થઈને રહેશો. મિત્ર કે સગાવહાલા તમને સલાહ આપવા આવે તો તેની વાત સાંભળી લેજો યોગ્ય લાગે તો અમલમાં મૂકજો. કામમાં ધ્યાન આપજો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
Moon will rule over you till 26th August. Take each and every decision very careful and with due deliberation. Don’t change your decision once taken. Remember it is good time for making investment. Be helpful to others. If any friend or relative comes to you with any suggestions, listen to it and if it suits you implement it. Be very careful and attentive in your work. Pray 34th name ‘Ya Bestarna’ 101 times.
Lucky Dates: 10, 11, 12, 13.
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
ચંદ્રની દિનદશા 26મી ઓગસ્ટ સુધી શાંતિ આપશે તેથી નાની મોટી મુસાફરીમાં જવાના ચાન્સ મળતા રહેશે. જે પણ કામ કરતા હશો તેમાં એકસ્ટ્રા કામ કરવાથી થોડી ઈન્કમ વધુ મેળવી શકશો. મનગમતી વ્યક્તિને મળવાથી વધુ આનંદમાં આવી જશો. નાણાકીય મુશ્કેલી નહીં હોવાથી કામો સારી રીતે કરી શકશો. ચંદ્રની વધુ કૃપા મેળવવા માટે 34મું નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 8, 10, 12, 14 છે.
Moon will rule over you till 26th July and it will have a calming effect on you and you will get chances of travelling. If you will put extra efforts in your work extra income is sure. You will be happier as you will meet the person you desire. No financial crisis, so work will be smooth. Pray 34th name ‘Ya Bestarna’ to get calming effect from Moon.
Lucky Dates: 8, 10, 12, 14.
.
CANCER | કર્ક: ડ.હ.
16મી જુલાઈ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. તમે જે મનમાં ધારશો તે કામ કરીને આનંદ મેળવશો. શુક્રની કૃપાથી ઘરમાં નવી ચીજ વસ્તુ લેવામાં સફળ થશો. તમારા કામને તમારી ફરજ સમજી કામ કરશો. ચાલુ કામમાં નાણાકીય ફાયદો મળશે. શુક્રની કૃપાથી મુશ્કેલ કામ પણ સહેલા લાગશે. ખર્ચ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. ભુલ્યા વગર ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.
શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.
With Venus ruling over you till 26th July, the home front will be peaceful. Whatever you desire you will do and be happy. You will be successful in getting what you desire. You will work diligently and will put your heart in it. You will get financial gains in routine work. Difficult tasks will become easy. You will not hesitate in spending money. Pray ‘Behram Yazad daily.
Lucky Dates: 8, 9, 10, 11.
Lucky Dates: 3, 4, 5, 6.
.
LEO | સિંહ: મ.ટ.
ચમકીલા ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કામમાં 16મી ઓગસ્ટ સુધી નાણાકીય મુશ્કેલી નહીં આવે. શુક્રની કૃપાથી તમારા ખર્ચ ઉપર કાબુ રાખવા છતાં વધુ પડતો ખર્ચ થઈ જશે. તો પણ તમને અફસોસ નહીં થાય. શુક્રની કૃપાથી તમને તમારી પસંદગીનો સાથી મળી જશે. સુખ શાંતિ માટે ભુલ્યા વગર દરરોજ ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.
શુકનવંતી તા. 8, 12, 13, 14 છે.
With Venus ruling over you till 16th August you will not any financial difficulties. You will try hard to put a break on expenses but you will not succeed in it. But after spending too much you will be happy. If you are looking out for life partner, with the blessings of Venus you will get one. For bliss and peace pray ‘Behram Yazad’.
Lucky Dates: 8, 12, 13, 14.
.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
5મીથી તમને તમારી રાશિના માલિક બુધના પરમ મિત્ર શુક્રની દિનદશા ચાલુ થયેલી છે. તેથી 16મી સપ્ટેમ્બર સુધી તમે તમારા માથાનો બોજો ઓછો કરવામાં સફળ થશો. તબિયતમાં સારો સુધારો થશે. તમારા કામમાં સેલ્ફકોન્ફિડન્સ આવતો જશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. શુક્રની કૃપાથી ગામ-પરગામ જવાના ચાન્સ છે. શુક્રની કૃપાથી દરેક કામમાં સફળતા મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 9, 10, 12, 14 છે.
From 5th Venus has started ruling over you, so till 16th September you will be able to reuce burden from you head. You health will improve and your self-confidence too will see a positive change. You will make new friends. You will get all the success and get chances to go abroad. Pray ‘Behram Yazad’ regularly.
Lucky Dates: 9, 10, 11, 12.
.
LIBRA | તુલા: ર.ત.
6ઠ્ઠી ઓગસ્ટ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમને દિવસમાં ભુખ નહીં લાગતી હોય અને રાતની ઉંઘ બન્ને ઉડી ગયેલ હશે. નાની નાની બાબતમાં હૈરાન પરેશાન થઈ જશો. તબિયતની ખાસ સંભાળ લેજો. નહીં તો એસીડીટી, હાઈપ્રેશર જેવી માંદગીથી પરેશાન થશો. તમારી ભૂલ તમને આફતમાં મૂકી દેશે. રાહુને કારણે માથા ઉપરનો બોજો ઓછો થવાની જ્ગ્યાએ વધી જશે. રોજબરોજના કામમાં સફળતા નહીં મળે. ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 13 ને 14 છે.
With Rahu ruling over you till 6th August, so your day’s hunger and night’s sleep will get affected. Small and petty things will trouble you. Take good care of your health. Acidity and pressure related ailments will trouble you. Your small mistake will put you in big trouble. The burden on you will increase many folds. Daily chores will prove cumbersome and you will not succeed in them. Pray ‘Mahabokhtar Niyaish’ without fail.
Lucky Dates: 8, 9, 13, 14.
.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
23મી જુલાઈ સુધી ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલશે તેથી જાણતા કે અજાણતા તમારા હાથથી સારા કામ થતા રહેશે. ફેમિલી મેમ્બરની ચિંતા દૂર કરવા માટે સાચી સલાહ આપી તેમના દિલ જીતી લેશો. ભવિષ્યનો વિચાર કરીને ઈનવેસ્ટ કરજો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. કરકસર કરી થોડી રકમ બચાવી લેજો. ગુરૂની વધુ કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
Till 23rd July Jupiter will rule over you, so knowingly or unknowingly good deeds will happen through you. You will guide your family member in a difficult situation and by doing so you will their hearts too. While investing think about future. No financial constraints are on cards. Try to save as much as you can. To get blessings from Jupiter pray ‘Sarosh Yasht’.
Lucky Dates: 10, 11, 12, 13.
.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમને દરેક બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી રહેશે. કોઈ બાબતમાં ખોટું ડીસીઝન લઈ લેશો તેને સીધુ કરવા પાકપરવરદેગાર મદદ કરશે. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. બને તો જૂના રોકાણમાં ફાયદો થતો હોય તે ફાયદો લેવાનું ચુકતા નહીં. કૌટુંબિક વ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે. મિત્રોથી ફાયદો થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 12, 14 છે.
Jupiter will rule you, so you will get invisible help in whatever you do. If you take any wrong decision, you will get chance to make amend to it with the help of God. Chances of sudden financial gains can’t be ruled out. Don’t forget to take benefits of old investment. You will get good news from family member. Friends will prove to be beneficial. Pray ‘Sarosh Yasht’ daily.
Lucky Dates: 8, 9, 12, 14.
.
CAPRICORN | મકર: ખ.જ.
26મી જુલાઈ સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમે તમારા કામ સમય પર પૂરા નહીં કરી શકો. કોઈબી વ્યક્તિને પ્રોમીસ આપવાની ભૂલ કરતા નહીં. નાણાકીય મુશ્કેલી આવશે. શનિને કારણે મનમાં ખૂબ બેચેની રહેશે. અંગત વ્યક્તિનો સાથ મેળવવામાં તકલીફ પડશે. મુસાફરીના પ્લાન બનાવતા નહીં. ખોટા વિચારો આવતા રહેશે. ભુલ્યા વગર દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
Till 26th July Saturn will rule over you, so you will not be in a position to get your work done. You will have to run around to get back the stucked money. Don’t promise anybody. Financial constraints will trouble you. Your mind will not be at peace. Your own people will not support you. Don’t make any plan for travelling. Unwanted thoughts will surround you. Pray ‘Moti Haptan Yasht’ without fail daily.
Lucky Dates: 10, 11, 12, 13.
.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
20મી જુલાઈ સુધી લેતીદેતીના કામ પૂરા કરી લેજો. તમારા લેણાના પૈસા પાછા મેળવવા માટે ભાગદોડ કરવાથી તમને રાહત મળશે. બુધની કૃપાથી થોડી બુધ્ધિ વાપરીને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરવાનું ભુલતા નહીં. બુધ બુધ્ધિનો દાતા હોવાથી સીધા કામ પર વધુ ધ્યાન આપજો. ફેમિલી કે ફ્રેન્ડને આપેલા પ્રોમીસ પૂરા કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 11, 14 છે.
Try to finish off the work related to money before 20th July. Your timely effort will save you from running around to recover your money. Don’t forget to invest wisely. Concentrate on work which is straight forward in nature. You will be in a position to fulfill promises given to family and friends. Pray ‘Meher Niyaish’ daily.
Lucky Dates: 8, 9, 11, 14.
.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
20મી ઓગસ્ટ સુધી તમને બુધની દિનદશા ચાલશે તેથી હાલમાં તમને જ્યાં ફાયદો થતો હશે ત્યાં નજર રાખીને ફાયદો લેવામાં કસર નહીં રાખો. મનગમતી વ્યક્તિ તરફથી સારા સમચાર મળશે. બુધની કૃપાથી કામકાજને વધારવા માટે જો ગામ-પરગામ જવાનું થાય તો ફાયદો થવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 8, 10, 12, 13 છે.
Mercury will rule over you till 20th August, so you will have an eye for the benefit and you will gain from everywhere. Good news from the person you like are likely. For business expansion you will travel a lot and it will turn out good for you. Pray ‘Meher Niyaish’ daily.
Lucky Dates: 8, 10, 12, 14.
.
- Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024 - Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024