ભરૂચા બાગ આયોજીત ‘એડ્યુકેશન એવોર્ડસ નાઈટ’

ભરૂચા બાગ એજ્યુકેશન એસોસિયેશન અને ભરૂચા બાગ રેસિડેન્સ વેલ્ફેર એસોસિયેશન દ્વારા 28મી ઓક્ટોબર, 2017 ના રોજે ‘એજ્યુકેશન એવોર્ડ્સ’ નું આયોજન થયું. હુતોક્ષી આઈબારાએ આ કાર્યક્રમમાં આવનાર પ્રેક્ષકો તથા મુખ્ય મહેમાન બીપીપી ચેરમેન, યઝદી દેસાઈ તેમના પત્ની અનાહિતા દેસાઈ અને બીપીપી ટ્રસ્ટી કેરસી રાંદેરિયાનું સ્વાગત કર્યુ.

કમિટી મેમ્બર બહાદુર અવારીએ તેમના સંગઠનની વિવિધ પ્રવૃત્તિઓ અંગે પ્રેક્ષકોને જણાવ્યું હતું ત્યારબાદ યઝદી દેસાઈએ પ્રેક્ષકોને પારસી ધર્મના મહત્વ તથા યુવાનોને પ્રાર્થના તથા માતા-પિતા અને વડીલોનો આદર આપવા જણાવ્યું હતું. ભરૂચાબાગની બન્ને એસોસિએશન એક થતા અને તેમના લીધે ત્યાં રહેતા કોલોનીના રહેવાસીઓને ફાયદો થશે તે બાબત જણાવતા કેરસી રાંદેરિયાએ પોતાની ખુશી વ્યકત કરી હતી. ઇનામ વિતરણ સમારંભમાં વિવિધ વય જૂથોમાંથી પચાસ બાળકો હાજર હતા અને તેમની અસંખ્ય સિદ્ધિઓ માટે મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. અનાહિતાએ જણાવ્યું હતું કે ભરૂચા બાગને વાપિઝ દર વરસે રૂા. 1 લાખ રૂપિયા દાન આપે છે. આ પ્રસંગે હુતોક્ષીએ આયોજિત સમિતિ મેમ્બર તરફથી, પારસી ટાઈમ્સ અને જેણે આ પ્રસંગને સફળ બનાવવા માટે યોગદાન આપ્યું તેમનો આભાર માને છે.

About હોશંગ શેઠના

Leave a Reply

*