મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમને તમારા કામ કરવામાં આનંદ આવશે. તબિયતમાં સારા સારી રહેશે. તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી શકશો. નાણાકીય સ્થિતિ સુધારવામાં કામ પર જેટલું ધ્યાન આપશો તેટલું ધન કમાશો. ગામ- પરગામ જવાની તૈયારી કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 10, 12, 13, 14 છે.
Venus rules over you till 13th April bringing you joy at work. Health will be good. Speak out your heart to your loved one. Work harder and aim at increasing your earnings. You might get a chance to travel. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 10, 12, 13, 14
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલશે તેથી તમારો સેલ્ફકોન્ફિડન્સ વધી જશે. તમારા વિચારો મજબૂત કરીને કામ કરી શકશો. નેગેટીવ વિચાર આવવા નહી દો. નાણાકીય બાબતમાં પ્રેકટીકલ બની જશો. તમારા ફાયદાની ઉપર ધ્યાન આપશો. રોજના કામ જલ્દી પૂરા કરી રિલેકશ રહેવાનું પસંદ કરશો.અચાનક ધન મેળવી લેશો. ભુલ્યા વરગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 11, 12, 14, 16 છે.
Venus’ rule increases your self-confidence. Take a firm stand and complete your tasks. Think practically in financial matters. You will enjoy your rest once work is done. Unexpected profits await you. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 11, 12, 14, 16
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
રાહુ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારે તબિયતની કાળજી રાખવી પડશે. તબિયતમાં બેદરકાર રહેતા નહીં. રાહુ તમને લાંબી માંદગી આપી શકે છે. ખર્ચ વધુ કર્યા પછી પણ સંતોષ નહીં મળે. જે લોકોનું સારૂ કરવા જશો તે લોકો સારૂં થયા પછી તમને જશ નહીં આપે. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 15, 16 છે.
Rahu’s rule calls for you to take good care of your health. Consult a doctor if necessary. Even after spending much, you might not feel satisfied. People might seem ungrateful inspite of your efforts to help them. To pacify Rahu, pray ‘Maha Bakhtar Nyaish’.
Lucky Dates: 10, 11, 15, 16
CANCER | કર્ક: ડ.હ.
23મી માર્ચ સુધી ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારી બેચેની દૂર કરી શકશો. તમારા કામમાં તમને જશ મળતો રહેશે. બને તો થોડા દિવસ માટે ફેમિલી સાથે બહાર ફરવા જવાના યોગ છે. ધનની કમી નહીં આવે. ગુરૂની કૃપાથી જેટલો ખર્ચ કરશો તેટલું કમાઈ લેશો. તબિયતમાં સારા સારી રહેશે. વડીલ વર્ગની સેવા કરવામાં આનંદ આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 12, 14 છે.
Jupiter brings you peace till 23rd March. There will be success at work. If possible, plan for a family holiday. A good week financially. Your health will improve gradually. You will grow an interest in looking after elders. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 10, 11, 12, 14
LEO | સિંહ: મ.ટ.
21મી એપ્રિલ સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમે તમારી જાતેજ નાણાકીય બાબતમાં સાવધાની રાખીને ખર્ચ પર કાબુ રાખી બચત કરવામાં સફળ થશો. તમે જે પણ કામ કરશો તે પૂરૂં કર્યા વગર મુકશો નહીં. તમારા કરેલ કામનો બદલો જરૂર મળી રહેશે. ગુરૂની કૃપાથી તમે બીજાના મદદગાર બની રહેશો. તમે લીધેલા ડીસીઝન તમને ફાયદો અપાવી દેશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી શકો તે માટે ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.
Jupiter’s rule till 21st April helps curb your expenses and save some money for the future. Avoid leaving tasks half-done. You will reap the benefits of your hard work. You will be helpful towards others. You will take wise decisions and will be able to fulfil the demands of your family members. Pray ‘Srosh Yahst’ every day.
Lucky Dates: 13, 14, 15, 16
.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમને 23મી માર્ચ સુધી શનિની દિનદશા ચાલશે તમે શારિરીક બાબતમાં વધુ પરેશાન રહેશો. નાની માંદગીથી મોટી પરેશાની ઉભી થઈ શકે છે. સાંધાના દુ:ખાવા કે પેટની માંદગીથી પરેશાન થશો. ડોકટરની સલાહ અવશ્ય લેજો. પૈસાનો ખર્ચ પાણી જેમ થશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 13, 14, 16 છે.
Saturn’s rule till 23rd March calls for you to be cautious of your health. Carelessness could cost you dearly. You might experience joint pains or headaches. Expenses could be on the rise. Pray ‘Moti Haptan Yasht’ every day.
Lucky Dates: 13, 14, 16
LIBRA | તુલા: ર.ત.
બુધ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી 18મી સુધી તમારા લેતીદેતીના કામો પૂરા કરી શકશો. તમારી તબિયતની અંદર સારા સારી રહેશે. 18મી માર્ચ સુધી તમને કામમાં મુશ્કેલી નહીં આવે. તમે બુધ્ધિ વાપરી બીજાને મદદ કરશો તો તમારા ખરાબ સમયમાં તમને મદદગાર મળી રહેશે. તમારો આત્મવિશ્ર્વાસ વધી જશે. ધનનો સારી જગ્યાએ ઉપયોગ કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 12, 16 છે.
With Mercury ruling you, ensure completing all financial transactions before the 18th. Health looks good. Work life will be smooth. Your self-confidence will increase. Be helpful to others. Make good use of your money. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 10, 11, 12, 16
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા જે પણ કામ અટકી ગયેલા હશે તેને પાછા શરૂ કરવા માગતા હો તો બુધ્ધિબળ વાપરી કામ ફરી ચાલુ કરશો. નાણાકીય બાબતમાં સીધો રસ્તો શોધી શકશો. 17મી એપ્રિલ સુધી તમે નવા મિત્રો બનાવી શકશો. અધિકારી વર્ગ તમારા કામથી ખુશ રહેશે. માથા ઉપરનો બોજો ઓછો કરી શકશો. હિસાબી કામ પર ધ્યાન આપજો. નવા કામ મેળવવા માટે દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.
With Mercury ruling over you, you will be able to complete pending tasks. You will find a way out of any financially challenging situations. A good time till 17th April to make new friends. You will please your seniors at work. You will be successful in lifting a burden off your shoulders. Pay attention to financial transactions. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 13, 14, 15, 16
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
21મી માર્ચ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમે તમારા કામને પૂરા કરવામાં સફળ નહીં થાવ. છેલ્લી ક્ષણે થતા કામ અટકી જશે. વાહન ચાલવતા હો તો સંભાળીને ચલાવજો. મંગળ તમને આગળ વધવા નહીં દે. નાના કામમાં પણ કંટાળી જશો. અંગત વ્યક્તિને તમારૂં કામ નહીં ગમે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 12, 15 છે.
Mars rules over you till 21st March, making you work harder to complete your tasks. Drive carefully. You could feel increasingly lethargic. Pray ‘Tir Yasht’ every day.
Lucky Dates: 10, 11, 12, 15
.
CAPRICORN | મકર: ખ.જ.
ચંદ્ર જેવા શાંત અને શીતળ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમને તબિયતની ચિંતા નહીં થાય. નેગેટિવ વિચાર નહીં આવવાથી કામ સારી રીતે કરી શકશો. ધનને કમાઈ સારી જગ્યાએ રોકાણ કરવામાં સફળ થશો. ઘરવાળાને આનંદમાં રાખશો તો તેમની ડિમાન્ડ પૂરી કરવામાં પાક પરવરદેગાર મદદગાર થશે. નાની મુસાફરીનો ચાન્સ મળી રહેશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 16 છે.
The Moon’s rule ushers in positivity and good health for you. You are advised to invest money for the future. You will be able to fulfil your family members’ wishes and make them happy. Travel is on the cards. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 12, 13, 14, 16
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા હરવા ફરવાનું વધી જશે. ચંદ્રની કૃપાથી તન-મન-ધન ત્રણે વસ્તુથી સંતોષ મેળવી શકશો. નાણાકીય બાબતમાં સારા ડીસીઝન લઈ શકશો. જે પણ કામ કરશો તે સમજી વિચારીને કરશો. વડીલ વર્ગની સેવા કરવાનો ચાન્સ મળે તો મુકતા નહીં. ગામ-પરગામ જવાના પ્લાન સારી રીતે બનાવી શકશો. ભુલ્યા વગર 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 11, 12, 15, 16 છે.
The Moon’s rule increases your chances of travelling. You will be at peace. You will make the right financial decisions. Look after your elders. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 11, 12, 15, 16
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
પહેલા ચાર દિવસ જ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. અપોઝિટ સેકસ કે ધણી-ધણીયાણીની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. 14મીથી સૂર્યની દિનદશા તમારા મગજને શાંત રહેવા નહી દે. ચાલુ કામમાં મુશ્કેલી આવી જશે. કોઈ પણ બાબતમાં સાચુ માર્ગદર્શન નહીં મળે અને સુર્ય તમને માથાનો દુ:ખાવો આપી દેશે. આજથી ‘બહેરામ યઝદ’ની સાથે 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 10, 11, 12, 15 છે.
Venus’ rule over the next four days advises you to make bring joy to your life-partner. Starting 14th, the Sun’s rule calls for you to keep calm as the slightest provocations could make you angry. You might encounter problems at work. You could feel lost or experience headaches. Recite the 96th name, ‘Ya Rayomand’ 101 time and also pray to ‘Behram Yazad’.
Lucky Dates: 10, 11, 12, 15
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025