નીતા: આન્ટી તમે મને કહેતા હતા કે તમારો ડોગી બહુ સરસ છે. જે વસ્તુ માંગો તે તરત લાવી આપે છે તો પછી તમે એને શું કરવા વેચવા માંગો છો?
આન્ટી: શું કહું દીકરા! એક દિવસ અમારે ઘેર ચોર આવ્યો તે આજ ડોગી અંધારામાં તેને માટે ટોર્ચ લઈ આવ્યો…
***
પિન્ટુ ગામની સ્કુલમાં ગધેડાને લઈને આવ્યો
ટીચર: ગધેડો લઈને કેમ આવ્યો છે સ્કુલમાં?
પિન્ટુ: તમે જ તો કહો છો કે તમે મોટા મોટા ગધેડાને માણસ બનાવ્યા છે તો મને લાગ્યું તમે આ ગધેડાને પણ માણસ બનાવી શકશો…
***
બે મિત્રો તેમના એક બેભાન દોસ્તને ઉપાડીને ડોકટર પાસે લઈ ગયા.
ડોકટર: આને શું થયું? બેભાન કેમ છે?
દર્દીના મિત્રો: ડોકટર સાહેબ, છેલ્લા બે દિવસથી એનું મોબાઈલ નેટવર્ક ખરાબ ચાલી રહ્યું છે? તે ફેસબુકનો દર્દી છે.
***
મની બહેને ડોકટરને ફરિયાદ કરી કે મારો ધણી રાતના ઉંઘમાં બડબડ કરે છે.
ડોકટર: આજથી તમે મૌનવ્રત ધારણ કરો અને એમને બોલવાની તક આપો તો તે રાતના બડબડ કરવાનું બંધ કરી દેશે.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024