મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
બુધની દિનદશા ચાલુ હોવાથી 20મી સપ્ટેમ્બર સુધીમાં તમારા બધાજ કામો વીજળીવેગે પૂરા કરી શકશો. તમારા સાથે કામ કરનારનો સાથ મળી જશે. નવા કામ મળવામાં સફળ થશો. હીસાબી કામમાં ધ્યાન આપજો. જે પણ ફાયદો મળે તેમાંથી રોકાણ અવશ્ય કરજો. ગામ-પરગામથી સારા સમાચાર મેળવી શકશો. ધનની ચિંતા નહીં થાય. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 31 છે.
Mercury’s rule till 20th September will aid you in completing your tasks at lightning speed. Your colleagues will support you. You will be successful in finding a new job. Pay attention when dealing with finances. You are advised to invest money. Good news is indicated! A good week ahead financially. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 28, 29, 30, 31
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
25મી ઓગસ્ટ સુધી મંગળ જેવા ગ્રહની દિનદશા ચાલુ છે. તેથી તમારા મગજનો પારો ઉચો રહેશે. નાની વાતમાં ઉશ્કેરાઈ જશો. ખોટી વ્યક્તિ ઉપર વિશ્ર્વાસ રાખી પરેશાન થશો. મંગળને કારણે ઘરવાળા તમારાથી નારાજ થઈ જશે. તબિયતની ખાસ કાળજી રાખજો. વાહન સંભાળીને ચલાવજો. નવા કામ કરવાની કોશિશ કરતા નહીં. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 1, 2, 3 છે.
Mars’ rule over you till 25th August calls for you to keep calm. Think twice before you trust anyone. Your family could get upset with you. Drive carefully. You are advised not to initiate new ventures. Pray ‘Tir Yasht’ every day.
Lucky Dates: 29, 1, 2, 3
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ઓગસ્ટ સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે તેથી જે પણ કામ કરશો તેમાં તમારો સેલફકોન્ફિડન્સ સારો રહેશે. નાની મુસાફરીનો ચાન્સ મળી રહેશે. મનગમતી વ્યક્તિ સામેથી મળવા જજો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. સંબંધીઓ સાથે મેળાપ વધી જશે. મન શાંત રહેવાથી ધન મેળવવામાં મુશ્કેલી નહીં આવે. દરરોજ 101 નામ ભણી લીધા પછી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 30, 31, 2, 3 છે.
Moon’s rule till 26th August will boost your self-confidence. You could get a chance to travel. Make the effort to meet your beloved. A good week financially. You are advised to maintain calm at your workplace. Pray 101 names, followed by the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 30, 31, 2, 3
CANCER | કર્ક: ડ.હ.
6ઠ્ઠી ઓગસ્ટ સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી સરકારી કામમાં તમને મુશ્કેલી આવતી રહેશે. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જવાના ચાન્સ છે. તમારા માથા ઉપરનો બોજો વધી જશે. તમારી સામે પડેલી વસ્તુ તમને દેખાશે નહી. તમારી જાત માટે બેદરકાર રહ્યા તો તાવ, માથુ કે એસીડીટી પરેશાન થશો. ઉપરી વર્ગ તમારાથી નારાજ રહેશે. સૂર્યના ઉતાપાને ઓછો કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 31 છે.
Sun rules over you till 6th August, and hence you are advised to postpone government related work. Take care of your elders’ health. You might feel stressed. Take care of your health. Your seniors might be disappointed with you. Pray the 96th name ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 28, 29, 30, 31
LEO | સિંહ: મ.ટ.
16મી ઓગસ્ટ સુધી શુક્ર તમને લીલા લહેર કરાવીને રહેશે. મોજશોખ પાછળ ખર્ચ વધી જશે. તમે તેની પરવાહ નહીં કરો. રોજના કામ સારી રીતે પૂરા કરશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. શુક્રની કૃપાથી બીજાને સમજાવી પટાવી શકશો. ઘરમાં તમારા મનપસંદની વસ્તુ વસાવી શકશો. રોજના ભણતરની સાથે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 28, 1, 2, 3 છે.
With Venus ruling you till 16th August, you will enjoy life to the fullest. Expenses could increase. Be focused and complete your tasks at work. Financially you will be stable. You will share a good rapport with your colleagues. Along with your daily prayers, pray to ‘Behram Yazad’.
Lucky Dates: 28, 1, 2, 3
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમને તમારા મીત્ર ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી પ્રેમી કે પ્રેમીકા તરફથી કોઈ સારી વાત જાણવા મળશે. નાની મુસાફરીનો ચાન્સ મળી રહેશે. ઈનવીઝીબલ હેલ્પ મળી રહેશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. ઘરમાં ધણી ધણીયાણી ઈશારાથી એકબીજાની વાત સમજી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 27, 28, 30, 1 છે.
With Venus ruling over you, you are in for good news. Travel is indicated. You will receive anonymous help. You are advised to make new friends. Your relationship with your spouse will change for the better. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 27, 28, 30, 1
LIBRA | તુલા: ર.ત.
રાહુની ઉતરતી દિનદશા ચાલુ હોવાથી તમારા સુધરેલા કામ તમારા દુશ્મન બગાડી નાખશે. જયાં કામ કરતા હશો ત્યાં તમારી નાની ભુલ બીજા પહાડ જેવી બનાવી દેશે. ધન ખર્ચ કર્યા બાદ સંતોષ નહીં મળે. ખર્ચ વધી જવાથી મનની બેચેની વધી જશે. રાહુની દિનદશા ખોટા વિચારો આપશે. તમારા અંગત વ્યક્તિ તમને સાથ સહકાર આપશે. દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 1, 2, 3, છે.
The descending rule of Rahu calls for you to be cautious and aware about your surroundings. Your slightest mistakes might be perceived as major ones. Even after spending money, you might not feel satisfied. Be positive. A loved one will support you. Pray ‘Maha Bakhtar Nyaish’.
Lucky Dates: 29, 1, 2, 3
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા કરેલ કામમાં તમને સંતોષ નહીં મળે. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમારી આવક કરતા ખર્ચ વધી જશે. જે પણ કામ કરતા હશો તે કામ બગડી શકે છે. મનગમતી વ્યક્તિ સાથે મતભેદ પડી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 30, 31
Rahu rules you till 6th September, causing restlessness in you. You might feel dissatisfied with your job. Your expenses could increase. Stay positive even if things do not go as planned. You might have an argument with your beloved. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 27, 28, 30, 31
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધર્મના કામ કરવાથી તમે આનંદમાં રહેશો. જે પણ કામ કરશો તે મન લગાવીને કરજો. નાણાકીય બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. ગુરૂની કૃપાથી ફેમિલીમાં કોઈ સારા પ્રસંગ આવવાના ચાન્સ છે. લગ્ન માટે તમારી પસંદગીની વ્યક્તિ મળી જશે. જયાં કામ કરતા હશો ત્યાં માન ઈજ્જત સાથે ધનલાભ પણ મેળવી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 1, 3 છે.
Jupiter’s rule nudges you to indulge in religious work. Put your heart and soul in all that you do. You will receive anonymous financial help. Celebrations are on way. You could bump into your ideal life partner. You will be respected at your workplace. A growth in wealth is indicated. Pray ‘Srosh yasht’ every day.
Lucky Dates: 29, 30, 1, 3
CAPRICORN | મકર: ખ.જ.
24મી સપ્ટેમ્બર ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલશે તેથી તમે જે પણ કામ હાથમા લેશો તેને પૂરા કરીને જ મૂકશો. જો નવા કામ કરવાની ઈચ્છા રાખશો તો નવા કામ મેળવી શકશો. ગુરૂની કૃપાથી તબિયતમાં સુધારો થઈ જશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવામાં સફળ થશો. નાણાકીય મુશ્કેલી દૂર કરી શકશો. ગામ-પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. આજથી ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 1, 3 છે.
Jupiter’s rule till the 24th September helps you complete your tasks efficiently and quickly. A good time for those looking out for a new job. Health will be fine. You will fulfil your family’s wishes. Finances will be good. Travel is indicated. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 28, 29, 1, 3
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
26મી ઓગસ્ટ સુધી શનિની દિનદશા ચાલશે તેથી ઘરવાળા સાથે નાની નાની વાતમાં મતભેદ પડતા રહેશે. તબિયતમાં અચાનક બગાડો થઈ જશે. તેમાંબી ખાસ કરીને સાંધાના દુખાવાથી પરેશાન થશો. ખાવાપીવાથી માંદગી વધશે. શનિ તમારા કામ સમય પર નહીં થવા દે. તમે થોડા આળસુ પણ બની જશો. ધણી-ધણીયાણીમાં મતભેદ પડશે. નાણાકીય મુશ્કેલી ઓછી કરવા ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 28, 30, 31, 2 છે.
Saturn rules you till 24th August and hence you are advised to avoid arguments. Take care of your health, especially if you are suffering from joint pains. You are advised to work harder to meet targets. You are advised to reconcile with your spouse. Pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 28, 30, 31, 2
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમે થોડી ઘણી કરકસર કરીને ધન બચાવી શકશો. બચાવેલ નાણાને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. નાની મુસાફરીનો ચાન્સ મળશે. બુધની કૃપાથી તમે તમારા મિત્ર તેમજ દુશ્મનને જાણી લેશોે. ચાલુ કામમાં ધનલાભ મળવાના ચાન્સ છે. ગામ-પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. ઘરવાળાનો સાથ સહકાર મળી જશે.દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 31, 2, 3 છે.
Mercury’s rule encourages you to save and invest money. Use your wisdom to figure who your true friends and well-wishers are. You might get to hear some good news from overseas. Your family will support you. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 29, 30, 2, 3
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025