Your Moonsign Janam Rashi This Week –
10 November, 2018 – 16 November, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા અટકેલા કામ ફરી ચાલુ કરવા માટે મહેનત કરશો તો સફળતા મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. બચત કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. જ્યાં કામ કરતા હશો ત્યાં તમારૂં માન વધી જશે. તબિયતની ચિંતા હશે તો સાચી સલાહ મળી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 11, 12, 13, 16 છે.

Jupiter’s rule till 25th December calls for you to complete your pending tasks. A good week financially. Save and invest money. Your colleagues will respect you at your workplace. Take care of your health. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 11, 12, 13, 16

 


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

26મી નવેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે. તેથી તમે ચારે બાજુથી ઘેરાયેલા હશો. જયાં એક બાજુ રાહતમાં હશો ત્યાં બીજી બાજુ ફસાઈ જશો. તમારા દુશ્મન તમને પરેશાન કરશે અને કોઈ મદદ નહીં કરે. હાથ નીચે કામ કરનારનો વિશ્ર્વાસ કરતા નહીં. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 10, 11, 15, 16 છે.

Saturn rules over you till 26th November, which could make you feel restless. Be wary of backstabbers. Your enemies could try to trouble you. Avoid trusting people blindly. Pray ‘Moti Haptan Yasht’.

Lucky Dates: 10, 11, 15, 16


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

બુધની દિનદશામાં છેલ્લા દસ દિવસ પસાર કરવાના બાકી છે. હીસાબી લેતી-દેતીના કામ પહેલા પૂરા કરી લેજો. કોઈને ધન આપવાનું હોય તો મુદત માંગી લેજો. બુધની કૃપાથી બીજાને મનાવી શકશો. મનગમતી વ્યક્તિનો સાથ મળી શકશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 10, 11, 13, 14 છે.

Mercury rules you for the next 10 days so try and complete your financial transactions soon. With the grace of Mercury, you could make up with those annoyed with you. Your beloved will support you. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 10, 11, 13, 14


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને બુધની દિનદશા ચાલુ હોવાથી ધારશો તો બગડેલા કામને સુધારી શકશો. ધન કમાવવા બહારગામ જવાના ચાન્સ છે. મિત્રો તરફથી સારા સમાચાર મળી શકશે. નવા મિત્રોની મુલાકાત ભવિષ્યમાં ફાયદો અપાવશે. બુધની કૃપા મેળવવા માટે ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 12, 13, 15, 16 છે.

Mercury’s rule nudges you to complete your tasks effectively and efficiently. Making new friends could prove beneficial. Travel is indicated – it could lead to your business expansion. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 12, 13, 15, 16


LEO | સિંહ: મ.ટ.

05Leo

24મી નવેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમે તમારા મગજને સ્થિર રાખી નહીં શકો. નાની બાબતમાં ચીડાઈ જશો. ભાઈ બહેન સાથે મતભેદ પડતા રહેશે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. માથાના દુ:ખાવાથી પરેશાન થશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.

Mars’ rule till 24th November could bring in restlessness. You could get irritable. Arguments between siblings are indicated. Drive carefully. You could suffer from headaches. Pray ‘Tir Yasht’ every day.

Lucky Dates: 11, 12, 13, 14


 

VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

ચંદ્ર જેવા શાંત અને શીતળ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી જે પણ કામ કરશો તે મન લગાવીને કરશો. ઘરની વ્યક્તિને નારાજ નહીં કરો. તેમની ડિમાન્ડ પૂરી કરવા માટે એકસ્ટ્રા કામ કરી શકશો. વડીલ વર્ગની સેવા કરી તેમની ભલી દુવા મેળવશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. નાની મુસાફરીનો ચાન્સ મળે તો મુકતા નહીં. 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 9, 10, 15, 16 છે.

The Moon’s rule calls for you to keep calm and focus on the task at hand. You are advised to do things that please your family. Blessings from your seniors are by your side. Travel is indicated. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 9, 10, 15, 16


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમને 7મીથી ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે તેથી 26મી ડિસેમ્બર સુધી ચંદ્ર તમને શાંતિ આપીને રહેશે. ચંદ્રની કૃપાથી નાની મુસાફરી કરી શકશો. તમારા કરેલ કામનો બદલો મળી જશે. ફેમિલી મેમ્બરને મદદ કરી શકશો. લગ્ન કરવા માગતા હો તો લાઈફ પાર્ટનર મળવાના ચાન્સ છે. મનની શાંતિ મેળવવા 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 11, 12, 13, 16 છે.

The Moon’s rule from the 7th brings you peace and joy. Travel is indicated. Your hard work could bear fruit. Try to help your family when necessary. Those looking to get married could find their ideal partner. Pray ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 11, 12, 13, 16


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

છેલ્લુ અઠવાડિયુંજ શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી ઓપોઝીટ સેકસની સાથે સારા સારી રાખી મનની વાત જલદીથી કરી દેજો. ઉતરતી શુક્રની દિનદશાને લીધે મોજશોખ પર કાબુ મેળવજો નહીં તો સુર્યની દિનદશામાં તમારો માથાનો બોજો વધી જશે. તમારા અગત્યના કામો બીજા પર ભરોસો રાખી કરતા નહીં. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 10, 13, 14, 15 છે.

With Venus ruling you for the next week, speak openly with people of the opposite gender. Control your expenses. You are advised to complete important tasks. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 10, 13, 14, 15


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

16મી ડિસેમ્બર સુધી શુક્ર જેવા ચમકતા ગ્રહની દિનદશા ચાલશે તેથી તમે થોડુંમાં વધુ મેળવી લેશો. શુક્રની કૃપાથી તમારા જીવન સાથીને શોધી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. નાની મોટી મુસાફરીનો ચાન્સ મળશે. મુસાફરી કરવાથી ડબલ ફાયદો મેળવશો. નવા કામ કરવામાં સફળ થશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 11, 12, 14, 16 છે.

Venus’ rule till 16th December brings you infinite blessings. Those who wish to get married could find their life partners. Your financial conditions will improve. Travel is indicated. New ventures will prove successful. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 11, 12, 14, 16


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમને 6ઠ્ઠી નવેમ્બરથી તમારી રાશિના માલિક શનિના પરમમિત્ર શુક્રની દિનદશા શરૂ થયેલી છે તમારા મોજશોખ વધી જશે. મિત્રો  તથ સગાઓ સાથે મનમેળાપ રહેશે. શુક્રની કૃપાથી ખર્ચ વધી જશે પણ ચિંતા નહીં થાય. કામકાજમાં નાણાકીય ફાયદાની વાત પર પહેલા નજર જશે. જીવનસાથી મળવાના ચાન્સ છે. ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 10, 11, 14, 15 છે.

Venus’ rule brings a lot of fun and enjoyment your way. Your relationship with family and friends will improve. A good week financially. Focus on tasks that are financially profitable. You could find your ideal life partner. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 10, 11, 14, 15


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

6ઠ્ઠી ડિસેમ્બર સુધી રાહુની દિનદશા તમને ખોટી ચિંતાઓ કરાવશે. અંગત વ્યક્તિને તમારી સલાહ નહીં ગમે. રાહુ તમારી તબિયત અચાનક બગાડી દેશે. નાની બીમારી મોટું રૂપ નહીં લે તે ધ્યાન આપજો. નવા રોકાણ કરતા નહીં. દરેક બાબતમાં તમારા વિચારો નેગેટીવ રહેશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 11, 12, 13, 16 છે.

Rahu’s rules could stress you out. A reputed person may not heed your advice. Take care of your health. Avoid investing money. Stay positive. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates: 11, 12, 13, 16


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી સુધી ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે તેથી ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. ગુરૂની કૃપાથી ધર્મ કે ચેરીટીના કામમાં તમારાથી બનતી મદદ કરજો. જયાં કામ કરતા હશો ત્યાં માન વધી જશે. ઘરમાં સારા પ્રસંગ આવવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં બચત કરી ઈનવેસ્ટમેન્ટ કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 10, 13, 14, 15 છે.

Jupiter’s rule till the 24th calls for you to fulfil your family’s wishes. You are advised to indulge in charitable and religious work. Your colleagues will respect you. Celebrations are on the cards. Save and invest money. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 10, 13, 14, 15

Leave a Reply

*