હવે સંપુર્ણ જીંદગી, ભલી જીંદગી, નીતિમાન જીંદગી ગુજારવા માટે, ભલી મનશ્ર્નીથી ઉપર જણાવવા મુજબ ત્રણે પ્રકારના સંબંધો જાળવવા જોઈએ અને ત્રણે પ્રકારની ફરજો બજા લાવવી જોઈએ. એ ફરજો શું છે અને કેવા પ્રકારની છે તેની વિગત એક લાંબો વિષય રજુ કરે છે. માટે તેમાં હાલ આપણે દાખલ થઈશું નહિ. પણ એટલું જ કહીશું કે કોઈપણ પ્રકારનો સંબંધ જાળવવા કાજે, કોઈપણ પ્રકારની ફરજ બજા લાવવા માટે નેક મનશ્ર્ની જરૂર છે. આપણી યશ્તોમાં આપણે વાંચીએ છીએ કે એક ને એક પ્રકારનું ધાર્મિક કામ યા ક્રિયા જ્યારે કોઈ ભલા પાદશાહ પહેલવાનો ભલી નિશ્તાથી, નેક મનશ્ર્નીથી કરે છે ત્યારે તે કામ યા ક્રિયા કરી માગેલી મુરાદ બર આવે છે પણ જ્યારે કોઈ પાદશાહ તે બુરી નિશ્તાથી, નેક મનશ્નીથી કરે છે ત્યારે તે કામ યા ક્રિયા કરી માગેલી મુરાદ બર આવે છે પણ જ્યારે કોઈ પાદશાહ તે બુરી નિશ્તાથી બુરી મનશ્નીથી કરે છે ત્યારે તે મુરાદ બર આવતી નથી.
ભલી મનશ્ની બાબે જનક રાજા અને એક જવાનની વાર્તા
એ ત્રણે પ્રકારની ફરજ, આપણા ધર્મની શીખવણી મુજબ, આપણે હુમત હુખ્ત અને હવર્શ્ત, નેક મનશ્ની, નેક ગવશની અને નેક કુનશની, ભલા વિચાર, ભલા વચન અને ભલાં કામથી બજા લાવવાની છે. આપણા ધર્મની નીતિની શીખવણી મુજબ એ ત્રીકમાં પણ હુમત પહેલી જગ્યા રોકે છે. સર્વ પ્રકારની ફરજો બજા લાવવાનો આધાર હુમત, નેક મનશ્ની યાને ભલા વિચાર ઉપર છે. એક ને એક કામ એક માણસ ભલા વિચારથી આસાનીથી કરે છે, પણ ભુંડા વિચારથી તે કરી શકતો નથી. એની એક બોધકારક વાર્તા આપણને જનક રાજની અને તેની આગલ બોધ લેવા જનાર એક જવાનની મલે છે.
કહે છે કે એક જવાન ભલી જીંદગી માટેનો અને ખુદાતાલાને પોહંચવા માટેનો માર્ગ જાણવા જનક રાજા, જે એક સાધુ સમાન નેક પરહેજગાર ભલો રાજા ગણાતો હતો, તેની આગળ ગયો. તે રાજાએ તેને એક વખત પોતાને ત્યાં બોલાવ્યો અને બન્ને એક ઓરડામાં બેઠા. કહે છે કે જનકે પેલા જવાનના દેખતાં એક કોથડીમાંથી 100 સિક્કા કાહાડ્યા અને તેની નજર હજુર તે ગણ્યા, પછી પેલો જવાન જાણે નહિ તેમ તેણે તેમાંથી બે-ત્રણ સિક્કા કાહડી લીધા અને કામને બહાને ઉઠી બાહર ગયો. પાછો આવી તેણે તે જવાન હજુર પેલા સિક્કા પાછા ગણ્યા, અને તેમાંથી બે-ત્રણ ઓછા થયા હતા, તે બાબે તે જવાન ઉપર આળ મુક્યું કે તેણે તે ચોર્યા હતા. પેલા જવાને પોતાનું નિર્દોષપણું જાહેર કીધું પણ જનકે કહ્યું કે, “હું ઓરડામાંથી બાહર ગયો ત્યારે તું એકલો જ અહીં હતો. બીજું કોઈ હતું નહિ, અને ઓરડામાં કોઈ આવ્યું પણ હતું નહિ. માટે તારા સિવાય બીજું કોણ ચોરી કરે? પેલો જવાન ઘણો ગભરાયો અને પુછવા લાગ્યો કે “મારૂં નિર્દોષપણું હું તને કેમ સાબેત કરી આપું?” જનકે કહ્યું કે “પેલા સામે આવેલા પાણીના ચશ્મા આગળ જા અને તેમાં હાથ બોરી ખોભલામાં પાણી ભરીને લાવ. જો કાંઈપણ પાણી ઘોડવા વગર તું ખોભલામાં પાણી લાવશે તો હું માનીશ કે તું બિગુનાહ છે.” પેલા જવાને તેમ કર્યું. પોતાનું નિર્દોષપણું દેખાડવા કાજે મનમાં ભલો વિચાર રાખી તે ખુદાનું નામ દઈ પાણીના ચશ્મા આગળ ગયો અને ખોભલામાં પાણી લીધું અને તેમાંથી એક ટીપું પણ ધોર્યા વગર તે જનક રાજા આગળ લઈ ગયો. જનકે કહ્યું કે હવે હું માનું છું કે તું બીગુનાહ છે.” હવે તે જવાન મનમાં ચીરડાવા લાગો કે જનકે વગર તપાસવે તેના ઉપર પેહલે ચોરીનો વાંક મેલ્યો અને થોડો વખત તેને ઘણા ગભરાટમાં નાખ્યો. તે ઉપરથી તેણે જનકને તેની એવી વર્તણુંક માટે શ્રાપ દેવા માગ્યા. તેણે શ્રાપ દેવાની શક્તિ અખત્યાર કરવા માગી કે તેથી તે ફતેહમંદ રીતે જનકને શ્રાપ દઈ શકે. તેણે તેવી શક્તિ અખત્યાર કરવા માટે જનકને પુછ્યું. જનકે કહ્યું કે, “તું પાછો પેલા ચશ્મા આગળ જા અને ખોભલામાં પાણી, તે ધોરાય નહિ એવી રીતે લાવ. જો તું તેમ લાવશે તો તારામાં શ્રામ દેવાની શક્તિ આવશે. પેલો જવાન પેલા ચશ્મા આગળ ગયો અને આગલ માફક ખોભલામાં પાણી લીધું. પણ તે રહ્યું નહિ. અને ધોલાઈ જવા લાગું. તેણે ફરીથી કોશેશ કીધી, પણ નિષ્ફળ નીવડ્યો. ત્રણ ચાર વખત કોશેશ કરતાં નિષ્ફળ નીવડ્યો ત્યારે જનક આગલ આવી કહેવા લાગ્યો કે “ખોભલામાં પાણી રહેતું નથી.” ત્યારે જનકે તેને આ બાબત ઉપરથી ભલું થવા માટે ઘડો આપ્યો અને કહ્યું કે. “સર્વ આધાર નેક નૈયત ઉપર ભલા વિચાર ઉપર છે.” તે છોકરાની પેહેલી વખતે નિષ્ઠા સારી હતી, તેની નૈયત નેક હતી. તેથી તે ખોભલામાં પાણી ઝીલી રાખવામાં ફતેહમંદ નિવડ્યો હતો. પણ બીજી વખતે તેણે બુરી નૈયત રાખી હતી.જનકને સજા કરવા કાજે તેને શ્રાપ દેવા માટે શક્તિ માગી હતી. તેથી તે ફતેહ પામ્યો નહિ. એકને એક જ કામ એક વખતે ભલી નૈયત, નેક મનશ્નીને લીધે ફતેહમંદ નીવડ્યું, પણ બીજી વખત નિષ્ફળ નિવડ્યું.
(ક્રમશ)
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025