મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
હાલમાં 27 ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે. તમને નાના કામ પુરા કરવામાં પણ નાકે દમ આવી જશે. નાણાકીય બાબતમાં ખુબ મુશ્કેલીમાં આવી જશો. આવક કરતા ખર્ચ ખુબ વધી જશે. તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં મુકી દેશે. કોઈપણ બાબતમાં બેદરકાર રહેતા નહીં. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 27, 29 છે.
The onset of Saturn’s rule till 27th October, makes it very difficult for you to complete even the easiest of tasks. Financially, things could get very strained. Expenses will be far greater than income. A small mistake of yours could land you into big trouble. Do not be careless about any aspect. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 23, 24, 27, 29
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
21મી ઓકટોબર સુધી બુધની દિનદશા ચાલશે. તમે થોડી ઘણી કરકસર કરવામાં સફળ થશો. એકસ્ટ્રા કામ કરવામાં વધુ આનંદ આવશે. બીજાને સમજાવી શકશો. તમારી તબિયતમાં સારા સારી થતી જશે. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.
Mercury’s rule till 21st October helps you succeed in saving some money. You will feel great job satisfaction in doing additional work. You will be able to influence others. Your health will improve. Sudden inflow of wealth is predicted. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 25, 26, 27, 28
GEMINI | મિથુન: ક.છ.ઘ.
આજનો દિવસ ખુબ સંભાળીને પસાર કરજો. ઉતરતી મંગળની દિનદશા નાનુ એકસીડન્ટ આપી શકે છે. ભાઈ બહેન સાથે મતેભદ પડશે. કાલથી બુધની દિનદશા 20મી નવેમ્બર સુધી નોકરી કરનારને પ્રમોશન અપાવી શકશે. નાણાકીય સ્થિત સુધરી જશે. ઘરમાં શાંતિથી દિવસ પસાર કરજો. આજે ‘તીર યશ્ત’ અને કાલથી ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 24, 26, 27, 29 છે.
Spend today with great care. Mars’ descending rule could cause a small accident. Squabbles between siblings is indicated. Mercury’s rule, starting tomorrow, till 20th November, will present those employed with promotions. Financial situation will improve. You are advised to stay home in peace today. Pray the Tir Yasht today and the Meher Nyaish, starting tomorrow, daily.
Lucky Dates: 24, 26, 27, 29
CANCER | કર્ક: ડ.હ.
પહેલા ત્રણ દિવસ શાંતિમાં પસાર કરી શકશો. ચંદ્રની ઉતરતી દિનદશા તમારા મનને શાંતિ આપશે. 26મીથી મંગળની દિનદશા તમારી સુખ શાંતિ છીનવી લેશે. મંગળ તમને ખુબ નાની બાબતમાં અંદર અંદર ઝગડા કરાવશે. મંગળ તબિયત ખરાબ કરશે. તાવ તથા માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ 34મું નામ ‘યા બેસ્તરના’ સાથે ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 25, 28 છે.
You have 3 days remaining to spend in peace. The Moon’s descending rule brings peace to the mind. Mars’ rule, starting from 26th September, will rob you of your calm and happiness. Mars will instigate internal fights over petty issues. Your health could also go down, you could suffer from fever or headaches. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, alongside the ‘Tir Yasht’, daily.
Lucky Dates: 23, 24, 25, 28
LEO | સિંહ: મ.ટ.
ચંદ્રની પુરી કૃપા તમારા પર રહેવાથી તમે જે પણ ડીસીઝન લેશો તે સમજી વિચારીને લેશો. નાની મુસાફરી કરી શકશો. કોઈ પણ સાથે મતભેદ દૂર કરી શકશો. કામ પુરૂં કરવામાં કોઈના સાથની જરૂર નહીં પડે. ધન મળતું રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.
The ongoing Moon’s rule will ensure that you make any decision after giving it adequate thought and understanding. Short travel is predicted. You will be able to resolve misunderstandings with anyone. You will not need any external support to complete your work. Finances will keep flowing in. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 26, 27, 28, 29
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી સરકારી કામોમાં સફળતા નહીં મળે. વડીલવર્ગની તબિયત બગડી જવાના ચાન્સ છે. તમારા વિચારો વડીલવર્ગ સાથે મનમેળ નહીં ખાય. અંગત વ્યક્તિ હોય કે મિત્ર તેમની સાથે સંબંધ બગડી જવાના ચાન્સ છે. કોઈને પૈસા આપીને પણ તમે તેના દુશ્મન બની જશો. સુર્યના તાપને ઓછો કરવા દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 23, 25, 27, 28 છે.
The Sun’s ongoing rule does not allow you to succeed in any government related works. The health of the elderly could go down. You will not be able to align your thoughts with those of your elderly. Your relations with someone close could get spoilt. You will end up becoming the enemy even after helping others financially. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 23, 25, 27, 28
LIBRA | તુલા: ર.ત.
17મી ઓકટોબર સુધી ચમકતા ગ્રહ શુક્રની દિનદશા ચાલશે. તમારા માથાનો બોજો ઓછો કરવામાં સફળ થશો. ધન કમાવવામાં મુશ્કેલી નહીં આવે. જે પણ કમાઈ કરો તેમાંથી તમારા લેણદારને ચુકવી દેજો અને લેણદાર ન હોય તો ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. તમને સાથ આપનાર મળી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 26, 27, 29 છે.
Venus’ rule till 17th October helps you reduce your mental tensions. There will be no difficulty in earning money. You are advised, with the money you have earned, to either repay off your debts or then, invest the same. You will find a supporter. Pray to Behram Yazad daily.
Lucky Dates: 24, 26, 27, 29
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમને મોજીલા શુક્રની દિનદશા ચાલુ હોવાથી નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. કામકાજની અંદર સારા સારી થતી જશે. એકસ્ટ્રા કામ કરવામાં આળસ નહીં આવે. ધણી ધણીયાણીના સંબંધ સુધરી જશે. અપોઝીટ સેકસ તરફથી કામમાં મદદ મળશે. ચાલુ કામમાં વધુ બરકત મેળવવા દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 25, 28 છે.
Venus’ ongoing rule will ensure financial growth for you. Work will also thrive. You will not feel lazy in doing extra work. Relations between couples will improve. You will get help in your work from members of the opposite gender. To gain profits in your ongoing ventures, pray to Behram Yazad daily.
Lucky Dates: 23, 24, 25, 28
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
6ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે. નાણાકીય બાબતમાં ખુબ પરેશાની આવશે. જે કામ તમને સીધા લાગતા હશે તે ખુબ મુશ્કેલીભર્યા બનશે. તમારા શત્રુઓ પીઠ પાછળ તમને પરેશાન કરી નાખશે. બીજાઓ ભુલ કરશે અને તમને ભોગવવું પડશે. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.
Rahu’s rule till 6th October could cause a lot of financial distress. The tasks which seemed simple to you will pose a challenge. Your detractors will go all out to cause your harassment behind your back. You will have to pay for the mistakes of others. Expenses will rise greatly. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 26, 27, 28, 29
CAPRICORN | મકર: ખ.જ.
6ઠ્ઠી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. રાહુની દિનદશા તમારી દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમે ખોટા વિચારોથી વધુ પરેશાન થશો. ખર્ચ વધવાથી તમારી પરેશાની વધતી જશે. તમારા કરેલા કામની કોઈ કદર નહીં કરે. ધનની લેતી દેતી કરતા પહેલા દસ વાર વિચાર કરજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 25, 27 છે.
Rahu’s rule till 6th November will rob you of your appetite and your sleep. Your mind will be engulfed by negative thoughts. Increase in expenses will cause you much worry. Your work will not be appreciated. Before getting into any financial dealings, you are advised to think it through ten times. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 23, 24, 25, 27
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા નાના કામો ખુબ સારી રીતે કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. તમારા કામ પુરા કરવા માટે કોઈની જરૂર નહીં પડે. ઘરવાળાનો સાથ મળવાથી તમારો કોન્ફીડન્સ વધી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 26, 28, 29 છે.
Jupiter’s ongoing rule helps you complete your tasks very effectively. Financial growth is indicated. You will not need any help in getting your work done. The support of family members does wonders for your confidence. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 24, 26, 28, 29
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
પહેલા ત્રણ દિવસ સંભાળી લેશો તો 25મી ઓકટોબરથી 58 દિવસમાં તમારો બોજો ઓછો થઈ જશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ઉતરતી શનિની દિનદશા તમારી તબિયતને બગાડી નાખશે. સાંધાના દુખાવાથી પરેશાન થશો. ડોકટરની સલાહ અવશ્ય લેજો. મોટી ‘હપ્તન યશ્ત’ સાથે ‘સરોશ યશ્ત’ પણ ભણજો.
શુકનવંતી તા. 23, 27, 28, 29 છે.
You have 3 days to spend very carefully. Starting 25th October, your tensions will greatly reduce, for the next 58 days. Financial growth is indicated. Saturn’s descending rule could take a toll on your health. You could suffer from joint-pains. Ensure to consult a doctor. Pray the Sarosh Yasht along with the Moti Haptan Yasht, daily.
Lucky Dates: 23, 27, 28, 29
- Your Moonsign Janam Rashi This Week –
04 January 2024 – 10 January 2025 - 4 January2025 - Your Moonsign Janam Rashi This Week –
28 December 2024 – 03 January 2025 - 28 December2024 - Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024