ઝેડટીએફઆઈએ ઉદવાડાની યાત્રાનું આયોજન કર્યું

ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડસ ઓફ ઈન્ડિયા (ઝેડટીએફઆઈ) એ ઈરાનશાહ આતશ બહેરામ, ઉદવાડાની યાદગાર તીર્થયાત્રાની ઉજવણી કરી અને તેઓ માટે તે એક આનંદદાયક અનુભવ બની રહ્યો. ઝીણવટપૂર્વક આયોજિત યાત્રા જે ઝેડટીએફઆઈ ટ્રસ્ટી – અરનવાઝ મિસ્ત્રી અને સમિતિના કર્મચારીઓ – શિરાઝ ગાર્ડ અને નેવિલ ઝવેરી દ્વારા અમલમાં મુકવામાં આવી હતી. આ પ્રવાસે તમામ સહભાગીઓની સલામતી અને આરામની ખાતરી આપી હતી.
સમુદાય પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને, યાસ્મીન જાલ મિસ્ત્રીના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ, ઝેડટીએફઆઈએ આ દિવસને એક અસાધારણ અનુભવ બનાવ્યો, ખાસ કરીને વરિષ્ઠ લોકો માટે કે જેમણે આ આત્માપૂર્ણ પ્રવાસ શરૂ કર્યો. બધા સહભાગીઓએ સુવ્યવસ્થિત અને યાદગાર સફર માટે આયોજકોનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

*