23મી જૂન, 2024ના રોજ, પુણે ઝોરાસ્ટ્રિયન સ્પોર્ટસ એસોસિએશન (પીઝેડએસએ) એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે પૂણેમાં ઝોરાસ્ટ્રિયન લોકો માટે એક પ્રસંગપૂર્ણ યોગ સત્રનું આયોજન કર્યું હતું. બાઈ માણેકબાઈ જીજીભોય બિલ્ડીંગમાં આયોજિત, આ કાર્યક્રમમાં 50 ઉત્સાહી સહભાગીઓ જોવા મળ્યા, જેનું સંચાલન પ્રમાણિત યોગ શિક્ષક – હવોવી કાંગા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે તેમને યોગની પ્રાચીન પ્રેકિટસ દ્વારા આરોગ્ય અને સુખાકારી પર ભાર મૂકતો સમૃદ્ધ અનુભવ પ્રદાન કરવાની ખાતરી આપી હતી.
સહભાગીઓને વરિષ્ઠ અને પુખ્ત વયના લોકોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા, જેથી કરીને વૈવિધ્યપૂર્ણ, વય-યોગ્ય યોગ તકનીકો પૂરી પાડી શકાય, જેમાં વૃદ્ધો સૌમ્ય, પુન:સ્થાપિત યોગ પ્રેકિટસમાં જોડાય છે, જ્યારે નાના જૂથને વધુ ગતિશીલ અને ઉત્સાહી તકનીકોથી પરિચય આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત લોકોએ આયોજકો અને હવોવી કાંગાનો સુસંરચિત અને લાભદાયી સત્ર માટે આભાર વ્યક્ત કર્યો હતો. તે સ્વાસ્થ્ય, સુખાકારી અને સામુદાયિક ભાવનાને પ્રોત્સાહન આપતી આવી વધુ ઇવેન્ટનું આયોજન કરવા માંગે છે. સમુદાય માટે આ લાભદાયી કાર્યક્રમનું આયોજન કરવા બદલ પીઝેડએસએની મેનેજિંગ કમિટીને અભિનંદન!
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025