મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી 3જી ફેબ્રુઆરી સુધી તમે જે ધારશો તેના કરતા ઉલટુ રિઝલ્ટ મળશે. તમે કરેલી મહેનત ઉપર કોઈ પાણી ફેરવી નાખશે. રાહુ તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. પાડોશી સાથેના સંબંધ બગડી જવાના ચાન્સ છે. તમે સાચા હશો તો સામેની વ્યક્તિ તમને ખોટા સાબિત કરશે. કોઈ વ્યક્તિ તમારી સાથે ચીટીંગ કરે તેવા યોગ છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 6 છે.
With Rahu ruling over you, you will have to work harder. Don’t let others foiling your plans dishearten your spirit. You might feel restless. Avoid arguments with people around you. Be honest and truthful. Stay aware to avoid being fooled. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 1, 2, 3, 6
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ચેરિટીના કામ સારી રીતે થશે. ગુરૂની કૃપાથી નાણાકીય સ્થિતિ સારી રહેશે. અચાનક ધનલાભ મળશે. ગુરૂની કૃપાથી કામ માટે બહાર ગામ જવાનો ચાન્સ મળશે. થોડી બચત કરી શકશો. ઘરવાળાનો સાથ મળશે. ઘરવાળાને મદદગાર થઈને રહેશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 30, 1, 3, 5 છે.
Jupiter’s rule calls for you to do more charity. Finances look good – you could make unexpected profits. Travel is indicated. Save money for sure. Family members will be supportive and you will also help them. Pray ‘Srosh Yasht’ every day
Lucky Dates: 30, 1, 3, 5
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
ધર્મના દાતા ગુરૂની દિનદશા શરૂ થયેલી છે તેથી 21મી ફેબ્રુઆરી સુધી તમને તમારા કામમાં નાણાકીય ફાયદા સાથે નાનુ પ્રમોશન પણ મળશે. ગુરૂની કૃપાથી તમારા કામમાં કોઈ ભુલ નહીં બતાવી શકે. નવા કામ મેળવી શકશો. ઘરવાળાનો સાથ સહકાર મળે તે માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 5 છે.
Jupiter’s rule till 21st February could bring in an increment/profit at work. Your work will be perfect. A new job will be available. To get support from family members, pray to ‘Srosh Yasht’.
Lucky Dates: 1, 2, 3, 5
CANCER | કર્ક: ડ.હ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમને નાના કામ કરવામાં પણ ખૂબ કંટાળો આવશે. રોજબરોજના કામ કરવામાં મુશ્કેલી આવશે. શનિને કારણે તમે જયાં કરકસર કરશો ત્યાં તમારે ડબલ ખર્ચ કરવો પડશે. તમારા અંગત મિત્રો તમને સાથ નહીં આપે તે વાત ધ્યાનમાં રાખજો. તબિયતની સંભાળ રાખજો. જોઈન્ટ પેઈન, બેક પેઈન અથવા પેટની માંદગીથી પરેશાન થશો. શનિના દુ:ખને ઓછું કરવા માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 30, 1, 3, 4 છે.
Saturn’s rule might make you feel edgy and tired. Focus on your routine. Spend wisely. Close friends might not be supportive. Take care of your health, especially if you are prone to joint pain, back pain or stomach infection. Pray ‘Moti Haptan Yasht’ every day.
Lucky Dates: 30, 1, 3, 4
LEO | સિંહ: મ.ટ.
18મી જાન્યુઆરી સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમે વાણીયા જેવા બની ને કામ કરશો. હિસાબી કામો કરવાથી વધુ ફાયદામાં રહેશો. જે પણ કામ કરશો ત્યાં ફાયદો પહેલા લઈ લેજો. બુધની કૃપાથી તમારા બધા કામ સમજાવી પટાવી પૂરા કરી શકશો. ફેમિલીમાં કોઈ બે વ્યક્તિ વચ્ચે મતભેદ હશે તો તેમાં તમારા સમજાવવાથી તે લોકો માની જશે. તમારી વાત પર પૂરેપુરૂં ધ્યાન આપશે. બુધની વધુ કૃપા મેળવવા માટે દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 6,છે.
Mercury rules till 18th January, making financial transactions profitable. Seek gains at your workplace. Complete your tasks with intelligence. You will facilitate harmony between two family members. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 2, 3, 4, 6
.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
24મી ડિસેમ્બરથી તમને તમારી રાશિના માલિક બુધની દિનદશા શરૂ થયેલી છે તેથી તમને તમારા રોજબરોજના કામમાં માનઈજ્જત મળતા રહેશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવવા માટે સીધો રસ્તો શોધી લેશો. ગામ-પરગામથી સારા સમચાર મળશે. 17મી ફેબ્રુઆરી સુધીમાં કામકાજ વધારવા માટે ગામ-પરગામ જવાનું થાય તો આનાકાની કરતા નહીં. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 30, 1, 2, 5 છે.
Mercury’s rule commands respect from colleagues at your workplace. You will resolve your financial situation easily. Good news awaits you. Work related travel indicated till 17th February. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 30, 1, 2, 5
LIBRA | તુલા: ર.ત.
22મી જાન્યુઆરી સુધી મંગળ જેવા ગરમ અને ઉગ્ર ગ્રહની દિનદશા ચાલશે તેથી તમે શાંતિ રાખીને કામ કરવા માંગતા હશો તો પણ નાની ચિન્ગારી આગનું રૂપ લઈ લેશે. શારિરીક બાબતમાં નાની ભુલ મોટી માંદગી આપી શકે છે. મંગળની દિનદશાને લીધે ભાઈ બહેન કે કઝીન તમારો ફાયદો મળતો હશે તે લઈ લેશે અને તમને બાજુમાં મૂકી દેશે. કોઈને મદદ કરવાની કોશિશ કરશો નહીં. પાકપરવરદેગારનું નામ વધારે લેજો. મનની શાંતિ માટે દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા.1, 2, 3, 4 છે.
Mars rules you till 22nd January calling for you to keep calm and cool. Take care of your health. Your siblings or cousins might take undue advantage of you. Avoid going out of your way to help others. Pray ‘Tir Yasht’ for peace of mind’.
Lucky Dates: 1, 2, 3, 4
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
24મી જાન્યુઆરી સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમે પોતે તમારા ગરમ મગજને શાંત કરીને કામ કરવામાં સફળ થશો. તમારા ફાયદાની વાત જલ્દીથી જાણી લેશો. તમારા દુશ્મન તમારી પીઠ પાછળ ખરાબી કરશે પણ તમારૂં ખરાબ નહીં થાય. ચંદ્રની કૃપાથી તમારા કામ સમજી વિચારીને કરવામાં માનશો અને તેમાં સફળ પણ થશો. મુસાફરીનો પ્લાન બનાવી શકશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 30, 2, 5, 6 છે.
The Moon’s rule till 24th January calls for working peacefully. News of some gains awaits you. Your detractors will be unable to harm you. Analyse and evaluate your tasks to guarantee success. Travel indicated. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 30, 2, 5, 6
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
છેલ્લુ અઠવાડિયું સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી વડીલવર્ગની તબિયત ઉપર ધ્યાન આપજો. ઉતરતી સુર્યની દિનદશા સરકારી કામમાં સફળતા નહીં અપાવે. કોઈ અગત્યની વ્યક્તિને એક અઠવાડિયા પછી મળવાનું રાખજો. તમે એસીડીટી જેવી માંદગીથી પરેશાન થશો. ધણી-ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ પડશે. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 30, 2, 3, 4 છે.
This is the last week under the Sun’s rule. Take care of your elder’s health. Avoid government related work. Postpone any important meetings for next week. Take care if you suffer from acidity. Avoid arguments with your spouse. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 30, 2, 3, 4
.
CAPRICORN | મકર: ખ.જ.
14મી જાન્યુઆરી સુધી શુક્ર તમને ભરપુર સુખ આપીને રહેશે. તમારા બધાજ કામ મહેનત ઓછી અને વળતર વધુ મળશે.ઓપોઝિટ સેકસની નારાજગી દૂર કરવામાં સફળ થશો. ઘરમાં બાળકો સાથે મેળાપ ખૂબ વધી જશે. ઘર ખર્ચ વધુ થવા છતાં તમને ખર્ચ ભારી નહીં લાગે. બને તો થોડુંઘણું ધન ખરાબ સમયમાં કામમાં આવે તેવી રીતે રોકાણ કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 1, 2, 4, 5 છે.
Venus’s rule till 14th January brings in happiness. With extra effort you will attain success. People of the opposite sex will be pleased with you. Bond with children will grow. A good week financially, so do save up! Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 1, 2, 4, 5
.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને શુક્રની દિનદશા 13મી ફેબ્રુઆરી સુધી ચાલશે તેથી બીજા ઉપર તમારી ઈમ્પ્રેશન ખૂબ સારી જમાવી શકશો. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવી શકશો. તમારા પસંદગીની વ્યક્તિ શોધવામાં સફળ થશો. જૂના રોકાણમાંથી ફાયદો મેળવી શકશો. વધુ ખર્ચ કર્યા બાદબી તમને નાણાકીય તંગી નહીં આવે. નાની મુસાફરી કરવાનો ચાન્સ મળશે. તમો ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 30, 1, 2, છે.
Till 13th February Venus’ rule helps you impress people easily. You will make purchases for the house. You could find your ideal mate. Old investments bring profits – a good week financially. Travel is possible. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 30, 1, 2
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમારે છેલ્લુ અઠવાડિયું રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી કોઈ બાબતમાં સમજ્યા વગર કામ નહીં કરતા કોઈ વ્યક્તિ ખોટી લાલચ આપીને ફસાવી જાય નહીં તેની દરકાર લેજો. રાહુને કારણે ખોટા વિચારોથી પરેશાન થતા રહેશો. આવક ઓછી અને ખર્ચ ડબલ કરવો પડશે. ભુલથી નાની મુસાફરી કરશો તેમાંબી પરેશાન થઈ જશો. રાહુનું નિવારણ કરવા માટે ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 3, 4, 5 છે.
This is the last week under Rahu’s rule, so think twice before acting on anything. Avoid temptations as you could get duped. Stay positive. Expenses could increase. Avoid travel. To pacify Rahu, pray ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 1, 3, 4, 5
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025