મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
છેલ્લુ અઠવાડિયુંજ શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી આ અઠવાડિયામાં અપોજીટ સેકસ સાથે સારા સારી રહેશે. લોકો તમારા ખરાબ સમયમાં સાથ આપશે. ઉતરતી શુક્રની દિનદશામાં તમારા ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી લેજો નહીં તો આવતા અઠવાડિયાથી સુર્યની દિનદશા તમારા કામ બગાડી નાખશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.
Last week left under Venus’ rule helps you share a good rapport with people from the opposite gender. Your friends will be supportive through tough times. Try to fulfil the wishes of your family. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 7, 8, 9, 10
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
14મી મે સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી નાણાકીય બાબતમાં ચિંતા નહીં આવે. જૂના રોકાણમાંથી જે પણ ફાયદો થયો હશે તે સારી જગ્યાએ વાપરી શકશો. ભવિષ્યનો પ્લાન બનાવીને આગળ વધજો. શુક્રની કૃપાથી ખર્ચ કર્યા પછી પણ ધન કેમ બચાવી શકશો તેની નોંધ લેશો. તબિયતમાં સુધારો થશે. નવા કામ મેળવી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
Venus’ rule till 14th May gets finances looking good. Invest in profits gained from previous investments. Start planning for your future. Even after making expenses, you will be able to save. Health will improve. Success in finding a new job indicated. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 10, 11, 12, 13
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમને તમારી રાશિના માલિક બુધના પરમ મિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી 16મી જૂન સુધીમાં તમને ગામ-પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. જો તમારા લાઈફ પાર્ટનરની શોધમાં હશો તો શુક્ર તમને મદદગાર બની રહેશે. લગ્ન કરેલા હશો તો ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં વધારે કામ કરીને ધન મેળવી શકશો. રોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 7, 8, 12, 13 છે.
Venus’ rule brings in travel opportunities. You will find success in meeting your life partner. Love amongst spouses will increase. Unexpected profits indicated. By working harder, you will earn more profits. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 7, 8, 12, 13
CANCER | કર્ક: ડ.હ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી 4થી મે સુધી તમને નાનામાં નાના કામ પૂરા કરવામાં મુશ્કેલી આવશે. નાણાકીય બાબતમાં પરેશાની વધતી જશે. બીજાનું ભલુ કરવા જતા તમારૂં ખરાબ થશે. અચાનક તબિયત ખરાબ થવાના ચાન્સ છે. નાની માંદગી પણ આવે તો ડોકટરોના ઓપીનીયન અવશ્ય લેજો. નાણાકીય બાબતની લેતી-દેતી કરવા પહેલા દસ વાર વિચાર કરજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 7, 9, 10, 12 છે.
Rahu’s rule could get in the way of you completing your tasks till 4th May. Financial shortage indicated. Avoid helping people blindly. Consult a doctor in case you fall ill. Think thoroughly before engaging in financial transactions. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 7, 9, 10, 12
LEO | સિંહ: મ.ટ.
21મી એપ્રિલ સુધી ગુરૂ જેવા ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા ફેમિલી મેમ્બર કે મિત્રો તમે જે સલાહ આપશો તે અવશ્ય માનશે. ખર્ચ કરીને આનંદ મેળવશો.ગામ-પરગામ જશો ત્યાં પણ તમને શાંતિ મળશે. મનમાં ખોટા વિચાર નહીં આવે. ગુરૂને લીધે તમારી મનગમતી વ્યક્તિનો સાથ સહકાર મળી રહેશે. નાણાકીય ફાયદો વધુ મળે તે માટે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 8, 10, 11, 12 છે.
Jupiter’s rule till 21st April aids you in providing good and helpful advice to loved ones. You will spend on things that make you happy. Traveling will help you find peace. Stay positive. Loved ones will support you. To reap financial profits, pray ‘Srosh Yasht’.
Lucky Dates: 8, 10, 11, 12
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ફેમિલી મેમ્બરનો સાથ સહકાર મળશે. ધનની કમી નહીં આવે. બીજાને સાલી સલાહ આપી તેનું દિલ જીતી લેશો. તમને જમીનના કામથી ફાયદો મળી શકે છે. તમારા કામમાં જશ મળશે. મનથી ધારેલા કામ પૂરા કરી શકશો ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. ચેલેન્જીસના કામ કરવામાં વધુ આનંદ આવશે. ગુરૂની વધુ કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 7, 9, 10, 13 છે.
Jupiter’s rule gets your family members supportive of you. Financial stability prevails. By providing honest advice to others, you will win them over. Real estate deals bring you profits. Success in your endeavours awaits you. You will be able to fulfil demands of your family members. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 7, 9, 10, 13
LIBRA | તુલા: ર.ત.
23મી એપ્રિલ સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં મજા નહીં આવે. શોસિયલ કામમાં સફળ નહીં થાવ. તમને જયાં લાભ દેખાતો હોય ત્યાં નુકસાન થવાના ચાન્સ છે. તબિયતની ખાસ સંભાળ લેજો. સાંધાના દુખાવાથી પરેશાન થશો. વડીલવર્ગ સાથે નાની વાતમાં મતભેદ પડતા રહેશે. નાણાકીય મુશ્કેલી દૂર નહીં થાય. શનિને શાંત કરવા માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 12, 13 છે.
Saturn’s rule till 23rd April brings in laziness and stress. You might feel socially awkward. You might incur losses. Take care of your health, especially if you suffer from joint pains. You might have arguments with elders. Financial issues may arise. Pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 7, 8, 12, 13
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
17મી એપ્રિલ સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમે તમારા કામકાજને વધારવા માટે ભાગદોડ કરવામાં પાછળ નહીં પડો. જ્યાં ફાયદો થતો હશે ત્યાં તમારૂં ધ્યાન પહેલા જશે. અકાઉન્ટસનું કામ સારી રીતે કરી શકશો. તબિયતમાં બગાડો હશે તો જલદી સારા થઈ જશો. તમારી સાથે કામ કરનાર ને સાચી સલાહ આપી તેનું દિલ જીતી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 4, 5, 8, 9, છે.
Mercury rules over you till 17th April, helping you complete all your tasks efficiently. Increment/Promotion at work is indicated. Complete your financial transactions before the 17th. Friends will be supportive. You will be successful in government related work. Invest money surely. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 7, 9, 10, 11
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
18મી મે સુધી બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલશે તેથી ખોટા ખર્ચાઓ પર કાબુ રાખીને કરકસર કરવામાં સફળ થશો. શેરમાં લાંબા સમય માટે રોકાણ કરજો. પાકપરવરદેગારની મહેરબાનીથી નાના ધન લાભ મળતા રહેશે. મિત્રોનો સાથ મેળવવા માટે દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. 7, 8, 12, 13 છે.
Mercury’s rule till 18th May calls for you to curb unnecessary expenses. Make long term investments in shares. With God’s grace, you could be starting a new business. Pray ‘Meher Nyaish’ every day
Lucky Dates: 7, 8, 12, 13
.
CAPRICORN | મકર: ખ.જ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે નાની બાબતમાં ખૂબ ઈરીટેટ થઈ જશો. હાથ નીચે કામ કરતા લોકો તમને માન નહીં આપે. તબિયતની ખાસ સંભાળ લેજો. માથાના દુખાવાથી કે હાઈપ્રેશરથી પરેશાન થશો. તબિયત માટે જરા પણ બેદરકાર રહેતા નહીં. બીજાનું ભલુ કરવા જતા તમારૂં ખરાબ થશે. કોઈની જવાબદારી તમે ઉપાડી લેતા નહીં. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 7, 10, 11, 12 છે.
Mars’ rule could get you feeling irritated or agitated most times. Juniors might disrespect you. Take care of your health, especially if you suffer from headaches or high pressure. Think it through before helping others. Pray ‘Tir Yasht’ every day.
Lucky Dates: 7, 10, 11, 12
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કામ સમજી વિચારીને કરવામાં સફળ થશો. કોઈ પણ કામ પ્લાનીંગ વગર નહીં કરો. આ અઠવાડિયામાં નાની મુસાફરીનો ચાન્સ મળી રહેશે. ચંદ્રની કૃપાથી તમે તમારા મનની વાતને વધુ મહત્વ આપશો. શારિરીક બાબતમાં સારા સારી રહેશે. તમારી સાથે ઘરવાળા પણ સુખી રહેશે. રોજના કામને સરળ બનાવવા માટે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 8, 9, 12, 13 છે.
With Moon ruling over you, you will think meticulously before executing any tasks. You might get a chance to travel. Pay attention to your thoughts and feelings. Health will be fine. Your family members will be at peace. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 8, 9, 12, 13
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
આજથી તમને 50 દિવસ માટે શીતળ ચંદ્રની દિનદશા ચાલુ થયેલી છે તેથી હવે તમારૂં મગજ ધીરે ધીરે સ્થિર થતું જશે બેચેની દૂર થવાથી તમારા કામમાં વધુ ધ્યાન આપી શકશો. ગામ-પરગામ જવાના યોગ આવતા રહેશે. અંગત વ્યક્તિની નારાજગી દૂર કરવા માટે મહેનત કરી લેજો. કોઈ રિસાયેલાને મનાવી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.
Starting today, the Moon rules you for the next 50 days, bringing peace and calmness. You will be able to focus on the task at hand. You might get a chance to travel. Try to make amends with a loved one you might have hurt in the past. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 8, 9, 10, 11
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025