મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા હિસાબી કામ તથા લેતી-દેતીના કામ ધ્યાન આપી પૂરા કરજો. ખરાબ સમય આવશે તેની ખબર હોવાથી તમે કરકસર કરીને ધનને બચાવી લેશો અને સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. મિત્રોનું મન જીતી લેવામાં સફળ થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 08, 11, 13, 14 છે.
Mercury’s rule calls for you to pay attention to financial transactions. You are advised to save and invest money for a safe and brighter future. You will be able to win your friends over. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 8, 11, 13, 14
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમે ઓછું કામ કરીને પણ તમારૂં ટારગેટ પૂરૂં કરી શકશો. નવા કામ મળવાના ચાન્સ છે. તમારી મનગમતી વ્યક્તિને મળી શકશો. મહેમાનોની અવરજવર વધી જશે. ઘરવાળા પાસેથી માન મેળવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 8, 12, 13, 14 છે.
Mercury rules over you helping you achieve your targets. You could find a new job. You could meet a desired person. Guests could come visiting you. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 8, 12, 13, 14
GEMINI | મિથુન: ક.છ.ઘ.
24મી સપ્ટેમ્બર સુધી સમય સારો નથી. કોઈબી કામ જાણ્યા સમજ્યા વગર કરવાની ભૂલ કરતા નહીં. વાગવું પડવું સીધા ચાલતો હશો તો ઠોકર લાગવાથી તમે પડી શકો છો. અગંત વ્યક્તિ તમારી સાથે દગોફટકો કરી શકે છે. નવું વાહન લેવાનો વિચાર કરતા નહીં. મંગળને શાંત રાખવા માંગતા હો તો ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 9, 10, 12, 13 છે.
Things might appear tough till 24th September. Think twice before making any commitments. Take care of yourself. An important person could cheat you. Avoid buying new vehicle. Pray ‘Tir Yasht’ every day.
Lucky Dates: 9, 10, 12, 13
CANCER | કર્ક: ડ.હ.
નાની મુસાફરીનો ચાન્સ મળશે. ચંદ્ર તમારા મનની નેક મુરાદ પૂરી કરાવશે. તમારા કામ સરખી રીતે પૂરા કરી શકશો. તમારા અને તમારા ઘરવાળાની સાથે નાની બાબતમાં મતભેદ પડી જશે. તમે મીઠી જબાન વાપરી મતભેદ દૂર કરવામાં સફળ થશો. ધનની ચિંતા નહીં આવે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 8, 11, 12, 13 છે.
Travel is indicated. Moon’s rule will fulfil your wishes. You will be able to complete your tasks efficiently. You are advised to be patient while resolving conflicts within the family. A good week financially. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 8, 11, 12, 13
LEO | સિંહ: મ.ટ.
તમને શીતળ ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. 26મી ઓકટોબર સુધી તમારૂં મન આનંદમાં રહેશે. તમારા બધાજ કામો સહેલાઈથી થઈ જશે. કામકાજને વધારી શકશો. ચંદ્રની કૃપાથી નવા કામ મળી જશે. નવી ઓળખાણનો લાભ લઈ શકશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 9, 10, 13, 14 છે.
The Moon’s rule promises peace and prosperity. You will complete your tasks effectively and efficiently. You could find a new job or could work towards expanding your business. Networking with others could prove beneficial. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 9, 10, 13, 14
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમે જો પ્રેમમાં હો તો પ્રેમી કે પ્રેમીકાને નારાજ કરતા નહીં. ઉતરતી શુક્રની દિનદશાને લીધે ઓપોજીટ સેકસ તરફથી ફાયદો મળીને રહેશે. ફસાયેલા નાણા 16મી સુધી પાછા મેળવી લેજો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. કોઈના મદદગાર થઈને રહેશો. કોઈને ઓછીના પૈસા આપો વિચાર કરીને આપજો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 8, 10, 11, 12 છે.
Venus rules over you till 16th September. Avoid disappointing your loved one. You will benefit from people of the opposite gender. You will earn more wealth. Be helpful towards others. Think twice before lending money. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 8, 10, 11, 12
LIBRA | તુલા: ર.ત.
17મી ઓકટોબર સુધી શુક્રની દિનદશા મોજમાં રખાવશે. તમને તમારા કરેલ કામમાં આનંદ આવશે. પૈસાનો ખર્ચ વધી જશે પણ કોઈ ચિંતા નહી થાય. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. નાના ધનલાભ મળવાથી ફેમિલી મેમ્બરને ખુશ રાખી શકશો. પ્રેમી-પ્રેમીકા તરફથી સારા સમાચાર મળશે. જ્યાં કામ કરતા હશો ત્યાં સાથે કામ કરનારનો સાથ મળી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી. 8, 9, 13, 14 છે.
Venus’ rule brings in a week full of happiness and joy. You will be satisfied with work. Expenses could increase. Financial profits are indicated which will please your family. Your loved one will give you good news. Your colleagues will be supportive. Pray to ‘BehramYazad’ every day.
Lucky Dates: 8, 9, 13, 14
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ગઈકાલથી તમને ચમકીલા ગ્રહ શુક્રની દિનદશા શરૂ થયેલી છે. હવે તમારા માથાનો બોજો ઓછો કરી શકશો. નવા કામમાં સફળતા મળી શકશે. આવક વધારવા માટે નવા રસ્તાઓ મળી જશે. અપોઝીટ સેકસને મનાવી શકશો. તબિયતમાં સુધારો રહેશે. શુક્રની વધુ કૃપા મેળવવા માટે દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો. શુકનવંતી તા. 8, 10, 11, 13 છે.
With Venus ruling over you, stress will decrease. You will find success in your endeavours. You could find ways to increase your income. You will befriend people from the opposite gender. Health will be fine. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 8, 10, 11, 13
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
6ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી રાહુ તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મૂકે. રોજના કામમાં નાની ભૂલ બીજાઓને પહાડ જેવી લાગશે. અચાનક નુકસાન આવી શકે છે. શેર સટ્ટા જેવા કામ કરતા નહીં. તબિયતમાં અચાનક બગાડો થઈ જશે. માથાના દુખાવાથી કે એસીડીટી જેવી બીમારીથી પરેશાન થશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 9, 10, 12, 14 છે.
Rahu rules you till 6th October, bringing about a little restlessness. Be careful at work. You could incur a loss. Avoid gambling. Take care of your health, especially if you suffer from acidity or headaches. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 9, 10, 12, 14
CAPRICORN | મકર: ખ.જ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમને ધર્મના કામો કરવાથી શાંતિ મળશે. કોઈની ભલાઈ કરી શકશો. ફેમીલીના મતભેદ દૂર કરી શકશો. નાણાકીય બાબતમાં તમને જોઈતું મળી જશે. અંગત માણસો તરફથી માન-ઈજ્જત મળી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
Jupiter’s rule calls for you to indulge in religious work. Be helpful towards others. You will be able to resolve conflicts within the family. A good week financially. An important person will respect and look up to you. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 10, 11, 12, 13
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
25મી ઓકટોબર સુધી તમને ગુરૂ ડબલ ફાયદો અપાવી દેશે. મિત્રોનો સાથ સહકાર મેળવી શકશો. કામકાજ સાથે એન્જોયમેન્ટ કરી શકશો. કૌટુંબીક વ્યક્તિના પ્રેમ જીતી લેશો. કોઈને મદદ કરી શકશો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. મિત્રોની ડિમાન્ડ પૂરી કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 11, 14 છે.
Jupiter rules over you till 25th October, bringing in success and profits. Friends will be supportive. Have a balanced work life. Your family will shower love on you. Help other people. A good time to make new purchases for the house. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 8, 9, 11, 14
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
26મી સપ્ટેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમને ખરા ખોટા વ્યક્તિની ઓળખાણ નહીં સમજાય. જેના પર વિશ્ર્વાસ મૂકશો તે વ્યક્તિ દગો ફટકો આપી જશે. પોતાનો ખર્ચ ઓછો કરશો તો કોઈ બીમારી પાછળ ખર્ચ કરવો પડશે. વડીલવર્ગની સાથે મતભેદ પડશે પણ સાથે તેમની ચાકરી પણ કરવી પડશે. શનિને શાંત કરવા માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 9, 10, 12, 13 છે.
Saturn rules over you till 26th September and could cause you to make wrongful judgements. You could get cheated by a person you trust. Medical expenses could increase. There could be arguments with elders. Pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 9, 10, 12, 13
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025