કાનપુરમાં મુકતાદ અને નવરોઝ

2019 એ સાતમું વર્ષ છે કે કાનપુરની અગિયારી – બી.એન. ઝવેરી દરેમહેરમાં એમ.એફ. કામા અથોરનાન ઈન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન સાથે જોડાયેલા બેહદીન પાસબાન દ્વારા મુકતાદની પ્રાર્થના સફળતાપૂર્વક કરવામાં આવી છે. આદરણીય એરવદ ડો. સાયરસ દસ્તુર અને બીજા મેન્ટરો દ્વારા સક્ષમ માર્ગદર્શન હેઠળ તેમને ઉત્તમ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે.
બેહદીન પાસબાન 2013થી ખૂબ જ કાળજી અને નિષ્ઠાથી આપણા પવિત્ર આતશ પાદશાહની દેખભાળ માટે કાનપુર આવી રહ્યા છે. તેઓ મુંબઇ, નવસારી, સુરત અને ઉમરગામ / દવિયેરથી કાનપુર આવે છે, અને બે-ત્રણ મહિના રોકાય છે.
આ વર્ષે, એ.આર. મર્ઝબાન એરચચશા વાડિયા (દવિયેર પારસી અંજુમનના પ્રમુખ), જેમણે મુકતાદની દસ દિવસની પ્રાર્થના કરી. તેમણે તેમના ગાથાના પાંચ દિવસમાં જશનો પણ કર્યા, કાનપુરના તમામ પારસીઓએે તેમની પ્રશંસા કરી તેમનો આભાર માન્યો હતો.
પારસી નવા વર્ષના શુભ પ્રસંગે, કાનપુરના મોટાભાગના લોકો પારસી અગિયારીના હોલમાં એકઠા થયા હતા અને એરવદ મર્ઝબાન દ્વારા થયેલા જશનમાં હાજરી આપી હતી. જશન પછી, તેમણે ગાથાનો અર્થ અને મહત્વ પર વાત કરી હતી. ત્યારબાદ કાનપુરની પ્રખ્યાત ક્વાલિટી રેસ્ટોરન્ટમાં કોન્ટ્રીબ્યુટરી ડિનર રાખવામાં આવ્યું હતું. ખોરદાદ સાલના દિને એરવદ મર્ઝબાન દ્વારા બીજું જશન કરવામાં આવ્યું હતું.
કાનપુર પારસી અંજુમને ડો સાયરસ દસ્તુર અને તમામ બેહદીન પાસબાનોની તેમની સેવાઓ બદલ આભાર માન્યો હતો જેમણે છેલ્લાં સાત વર્ષ દરમિયાન આપણી પવિત્ર અગિયારીના કાર્યમાં ફાળો આપ્યો હતો. આ અગાઉ મુક્તાદની ક્રિયા એરવદ આદિલ રંગૂનવાલા, ફરોખ કાટગરા અને મર્ઝબાન વાડિયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવતી હતી. છેલ્લા ચાર વર્ષથી, એરવદ વાડિયા એકલા હાથે સેવા આપી રહ્યા છે. તેમના ત્રણેનો આભાર માનવામાં આવે છે સાથે ફરેદૂન પટેલ, મહેરજી માલેગામવાલા, ગેવ ભાઠેના, યઝદી પોસ્ટવાલા, જમશેદ મીસ્ત્રી, સરોશ બિલ્લિમોરિયા, સોરાબ ઈરાની અને બહેરામ ઉનવાલાનો અભાર માનવામાં આવે છે.
કાનપુર પારસી અગિયારી છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ દાનને કારણે કાર્યરત છે, અમે તમામ દાતાઓ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

About આદિલ બાયરામજી, ટ્રેઝરર, કાનપુર અગિયારી

Leave a Reply

*