મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારૂં મગજ એક જગ્યાએ સ્થિર નહીં રહે. તમારા વિચારો નેગેટિવ રહેશે. જે પણ કામ કરશો તેમાં સફળતા નહીં મળે. ઘરવાળા કે મિત્રો નાની બાબતમાં નારાજ થશે. રાહુ તમારા જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરશે. કોઈની સાચી સલાહ આપશો તો તમારાથી નારાજ થઈ જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 14, 15, 17 છે.
Rahu’s ongoing rule will not allow you to focus at one place. Negative thoughts could trouble you. You will not be successful in your work. Family members or your friends could get annoyed over petty issues. Rahu could pose challenges in this phase. Giving sincere advice to someone could end up getting the person angry with you. Pray the Mahabokhtar Nyaish daily.
Lucky Dates: 11, 14, 15, 17.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
22મી જાન્યુઆરી સુધીમાં ફેમિલીમાં કોઈ મુસીબત આવશે તો તેમાંથી બહાર નીકળવા માટે સફળતા મળી જશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. ઘરવાળાની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. ગુરૂની કૃપાથી સામેવાળાની મદદથી તમારા કામ પૂરા કરવામાં સફળ થશો. મનગમતી વ્યક્તિ મળી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 16, 17 છે.
You could expect some issue in the family in the period up to the 22nd of January, but you will be successful in getting out of it. Financial strains will ease out. You will be able to cater to the wishes of family members. Jupiter’s grace will bring in help from those around you to successfully complete your projects. You will meet your ideal person. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 12, 13, 16, 17.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ચેરીટીના કામ કરી શકશો. તમારી જવાબદારી પૂરી કરવામાં સફળ થશો. ઉપરીવર્ગ તમારા કામથી ખુશ થશે. જ્યાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળશે. નાની મુસાફરી કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 11, 13, 14, 15 છે.
Jupiter’s ongoing rule will facilitate charitable works by you. You will be able to deliver your responsibilities. Your seniors will be pleased with your work. You could be in for a promotion at the workplace. Short travel is predicted. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 11, 13, 14, 15.
CANCER | કર્ક: ડ.હ.
24મી જાન્યુઆરી સુધી શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા અગત્યના કામ પર ધ્યાન નહીં રહે. આળસુ બની જશો. રોજના કામ સમય પર નહીં થતા ઉપરી વર્ગ નારાજ થશે. ધનનો ખર્ચ વધી જશે. કોઈ પાસે હાથ લાંબો કરવો પડશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 17 છે.
Saturn’s rule till 24th January could take your attention off from important issues. You could feel lethargic. Your inability to complete your daily work in time could anger your seniors. Expenses will increase. You might need to borrow money. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 12, 13, 14, 17.
LEO | સિંહ: મ.ટ.
છેલ્લુ અઠવાડિયું બુધની દિનદશામાં પસાર થવાનું બાકી છે. બીજા કામ બાજુ પર મૂકી લેવાના પૈસા પર ધ્યાન આપજો. 18મીથી શરૂ થતી શનિની દિનદશા મુશ્કેલીઓ વધારી દેશે. તે પહેલા તમારા નાણા વસુલ કરી લેજો. નાના કામ પણ સમય પર નહીં કરી શકો. મિત્ર સાથે સારા સારી રાખજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 13, 14, 15 છે.
With the last week to go under Mercury’s influence, ensure to first focus on money matters, putting all else aside. Saturn’s rule starting from the 18th could pose difficulties, so ensure to collect all money that is owed to you. You might not be able to complete even simple work in time. Keep it cordial with friends. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 11, 12, 13, 15.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલુ હોવાથી જયાં જશો ત્યાં લોકોનું દિલ જીતી લેશો. બીજાને સમજાવવાની શક્તિ વધી જશે. ધન વધુ કમાવાના રસ્તા મળી જશે. ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. મિત્રો કે સંબંધી સાથેના સંબંધો સુધારી શકશો. ઓળખાણથી લાભ મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 16, 17 છે.
Mercury’s ongoing rule will make you win hearts everywhere you go. Your ability to make others understand your point of view will increase. You will find ways of earning more money. Travel is indicated. Your bonds of relationships and friendships will improve. Knowing the right people will prove beneficial. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 12, 13, 16, 17.
LIBRA | તુલા: ર.ત.
22મી જાન્યુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમારા સ્વભાવમાં ખૂબ ચેન્જીસ આવી જશે. નાની બાબતમાં ગુસ્સે થશો. કોઈ તમને સલાહ આપશે તો તમને ગુસ્સો આવશે. કોઈ પર વિશ્ર્વાસ રાખશો તો તે વ્યક્તિ દગો આપશે. નાણા લેતી-દેતી કરતા નહીં. માથાના દુ:ખાવાથી પરેશાન થશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.
Mars’ rule till 22nd January could bring in changes in your behavior. You could get angry over small matters. You will get angry when given advice. Those you trust could let you down. Avoid any financial transactions. You could get headaches. Pray the Tir Yasht daily.
Lucky Dates: 12, 13, 14, 15.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ચંદ્ર જેવા ગ્રહની દિનદશા ચલુ હોવાથી 24મી જાન્યુઆરી સુધી તમારા કામ શાંતિથી કરશો. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. નાની મુસાફરી કરી શકશો. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી તેમને ખુશ રાખશો. એકસ્ટ્રા કામ કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 13, 15, 16, 17 છે.
The Moon’s rule till 24th January helps you complete your work in peace. A favourite person will come visiting. Short travel will be possible. You will be please your family by catering to their wants. You will be able to work extra. Financial stability indicated. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.
Lucky Dates: 13, 15, 16, 17.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમને ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. તમારા કામ ઝડપથી પૂરા કરી શકશો. નાણાકીય સ્થિતિમાં સારા સારી થતી જશે. તમારા કામમાં કોન્ફિડન્સ વધી જશે. મનગમતી વસ્તુ વસાવી શકશો. ઘરમાં સારો પ્રસંગ આવવાનો ચાન્સ છે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 12, 14, 15, 16 છે.
Jupiter’s rule helps you complete your work in a jiffy. Financial conditions will continue to get better. You will gain confidence in your work. You will be able make a favourite purchase. Your home could be blessed with a happy occasion. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.
Lucky Dates: 12, 14, 15, 16.
CAPRICORN | મકર: ખ.જ.
આવતા ત્રણ દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઓપોઝીટ સેકસને આપેલા પ્રોમીસ પૂરા કરજો. 14મીથી 20 દિવસ માટે સુર્યની દિનદશા તમને મુશ્કેલીમાં મૂકી દેશે. દરેક બાબતમાં ઉલટા વિચાર આવશે. સરળ કામ પણ પૂરા નહીં કરી શકો. ઘરમાં વડીલવર્ગ સાથે મતભેદ થશે. આજથી ‘યા બેસ્તરના’ સાથે ‘યા રયોમંદ’101 વાર ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13,16 છે.
With the next three days under the rule of Venus, ensure to deliver on the promises made to the opposite gender. The Sun’s rule, from the 14th onwards, will land you in trouble over the next 20 days. You could end up thinking in the wrong manner about everything. You might not be able to execute even the easy chores. There could be squabbles with the elderly. From today, along with ‘Ya Beshtarna’, also recite ‘Ya Rayomand’, 101 times daily.
Lucky Dates: 11, 12, 13,16.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
શુક્ર જેવા ચમકતા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ વધી જશે. જેટલો ખર્ચ કરશો તેટલા કમાઈ લેશો. અપોઝીટ સેકસનું એટ્રેકશન વધી જશે. તમારો મનપસંદ જીવન સાથી શોધી શકશો. ગામ-પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. ઘરનું વાતાવરણ ખુબ સારૂં રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શકનવંતી તા. 14, 15, 16, 17 છે.
Venus’ rule will tend to increase your inclinations towards fun and entertainment. You will be able to earn all that you spend. The attraction with the opposite gender will increase. You will be able to find your ideal life-partner. You will receive good news from abroad. The atmosphere at home will be very cordial. Pray to Behram Yazad daily.
Lucky Dates: 14, 15, 16, 17.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમને શુક્રની દિનદશા લાંબા સમય સુધી ચાલવાની છે. 14મી માર્ચ સુધી અટકેલા કામો ફરી પાછા ચાલુ કરી શકશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. રાહુની દિનદશામાં જે પણ ગયેલું હશે તે પાછું મેળવી લેશો. જ્યાં કામ કરતા હશો ત્યાં માન મેળવશો. નવા કામ શરૂ કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 11, 12, 13, 15 છે.
Venus’ extended rule will help you restart all stalled project by the 14th of March. You will resolve and rise above financial challenges. You will retrieve all that you had lost under Rahu’s rule. You will get appreciation at your place of work. You will be able to start new projects. Pray to Behram Yazad daily.
Lucky Dates: 11, 12, 13, 15.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024