મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
છેલ્લું અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી મંગળની દિનદશાને લીધે મગજનો કંટ્રોલ ગુમાવી દેશો. પ્રેશરથી પરેશાન થતાં હશો તો ડોકટરની સલાહ અવશ્ય લેજો. ઘરમાં ભાઈ-બહેન કે ધણી-ધણીયાણીમા મતભેદ પડશે. હાલમાં બોલવા પર કાબુ રાખજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 22, 23 છે.
The descending rule of Mars, in this final week of its rule over you, could make you lose your mind. You may not be able to control of your temper. If you suffer from Blood Pressure ailments, ensure to consult a doctor. There could be squabbles between siblings or couples. Try to maintain control of your words. Pray the ‘Tir Yasht’ daily.
Lucky Dates: 18, 19, 22, 23.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
26મી સુધી ચંદ્રની દિનદશા ચાલશે. મનને શાંત રાખીને અગત્યના કામ આ અઠવાડિયામાં પૂરા કરી લેજો. અગત્યની વ્યક્તિને મળી લેજો. તમારા ખરાબ સમયમાં તે વ્યક્તિની મદદ તમને મળશે. બે ત્રણ દિવસમાં ગામ જવાના ચાન્સ છે. મનને શાંત રાખવા દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 19, 20, 21, 24 છે.
The Moon rules till the 26th, so complete all your significant work within this week. Meet up with those close to you. They will support you during your bad times. Travel is indicated within a couple of days. To keep the mind at peace, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.
Lucky Dates: 19, 20, 21, 24.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
23મી ઓગસ્ટ સુધી મનની નેક મુરાદ પૂરી કરાવે તેવા ચંદ્રની દિનદશા ચાલશે. તમારા ડિસીઝન સમજી વિચારીનેે લેશો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. મનપસંદ ગીફટ આપી બીજાને ખુશ રાખશો. ધન મેળવવામાં સફળતા મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
The Moon’s rule will 23rd August will make your sincere wishes come true. You will be able to make well thought out decisions. You will be able to make purchases for the home. You will be able to make others happy by gifting them things they like. You will be successful in earning money. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.
Lucky Dates: 18, 19, 20, 21.
CANCER | કર્ક: ડ.હ.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી માથાનો દુખાવો, આંખમાં બળતરા, તેમજ તાવ જેવી બીમારીથી પરેશાન થઈ શકો છો. સુર્યને કારણે માથાનો બોજો વધી જશે. જ્યાં પણ કામ કરતા હશો બપોરે કામ કરતા કંટાળો આવી જશે. બેન્ક કે સરકારી કામ કરતા હશો તો ધ્યાન આપી કામ કરજો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 19, 22, 23, 24 છે.
The ongoing Sun’s rule could cause you to suffer from headaches, burning eyes or fever. You could feel mentally pressured. The afternoons will feel lethargic at your workplace. Ensure to work with alertness if you are working in a bank or doing accountancy. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.
Lucky Dates: 19, 22, 23, 24.
LEO | સિંહ: મ.ટ.
શુક્ર જેવા ચમકતા અને વૈભવ આપનાર ગ્રહની દિનદશા ચાલી રહેલી છે. ખર્ચ પર કાબુ નહીં રાખી શકો. હાલમાં કેટલો પણ ખર્ચ થશે શુક્રના લીધે નાણાકીય મુશ્કેલી નહીં આવે. જ્યાં કામ કરતા હશો ત્યાં સાથે કામ કરનારનું દિલ જીતી લેશો. ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછા થશે એકબીજાના મનની વાત સમજી લેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 18, 20, 21, 23 છે.
Venus’ ongoing rule will make you lose control of your expenses. Despite the expenses, with Venus’ grace, you will not find yourself financially strained. You will win over your colleagues. Squabbles between couples will reduce and you will understand each other better. Pray to Behram Yazad daily.
Lucky Dates: 18, 20, 21, 23.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી નવા મિત્રો મળવાના ચાન્સ છે. અપોજીટ સેકસનું અટ્રેકશન વધી જશે. કામમાં અપોજીટ સેકસની મદદ મળી રહેશે. કોઈના પ્રેમમાં હશો તો તેની તરફથી આનંદની વાત જાણવા મળશે. ઘરમાં મનગમતી ચીજ વસ્તુ વસાવી શકશો. રોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 17, 18, 19, 24 છે.
Venus’ ongoing rule could bring new friends into your life. You will feel a heightened attraction with the opposite gender. You will receive help from the opposite gender at work. Those in love will receive good news from their prospective. You will be able to make desirable purchases for the house. Pray to Behram Yazad daily.
Lucky Dates: 17, 18, 19, 24.
LIBRA | તુલા: ર.ત.
રાહુની દિનદશા ચાલુ હોવાથી કામ કરવામાં ખૂબ મુશ્કેલી આવશે. તમે કરેલા કામમાં સંતોષ નહીં મળે. ફેમિલી મેમ્બર તમારાથી નારાજ થશે. રાહુને કારણે ઘરમાં શાંતિ નહીં મળે અને બહાર જશો તો નેગેટિવ વિચારથી પરેશાન થશો. નાણાકીય બાબતમાં ખૂબ ખેંચતાણ રહેશે. દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
Rahu’s rule poses a lot of challenges in your works. You will not find any satisfaction in your own work. Family members could get upset with you. Rahu could take away your peace at home and cause you to get negative thoughts outside the house. Financially things could get difficult. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 19, 20, 21, 22.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
છેલ્લુ અઠવાડિયું ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારા ફેમિલીની જવાબદારી પહેલા પૂરી કરી લેજો. ફેમિલી મેમ્બરની જરૂરિયાતની વસ્તુ અપાવી શકશો. ગુરૂની દિનદશા ચેરિટીનું કામ કરાવશે. તમારા ખરાબ સમયમાં જે વ્યકિતએ મદદ કરી હશે તેને મદદ કરી શકશો. ધનની ચિંતા નહીં આવે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 21, 24 છે.
With the last week under Jupiter’s rule suggests that you prioritize delivering on your family-responsibilities above all others. You will be able to buy an item of use for a family member. You will be inclined towards doing works of charity. You will be able to help those who had helped you in your tough times. Finances will be stable. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 18, 19, 21, 24.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ધન મેળવવામાં મુશ્કેલી નહીં આવે. ધનનો ખર્ચ સારા કામમાં કરી શકશો. કોઈને ધનની મદદ કરીને તેના સાચા મદદગાર બનશો. ઘરમાં ધર્મનું કામ કરાવાની ઈચ્છા થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.
Jupiter’s rule brings in financial stability and growth. Earning money will not be difficult. You will be able to employ your money in good work. You will be able to financially help others. You will feel inclined to hold religious functions at home. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 20, 21, 22, 23.
CAPRICORN | મકર: ખ.જ.
26મી જુલાઈ સુધી શનિની દિનદશા ચાલશે તેથી મોઢા સુધી આવેલા કામ નહીં થાય. ખોટા ખર્ચાથી પરેશાન થશો. શનિને કારણે સામે પડેલી અગત્યની ચીજ વસ્તુ તમને નહીં દેખાય. બેક પેન તથા સાંધાના દુખાવાથી પરેશાન થશો. ઘરમાં વાહન કે ઈલેકટ્રીક સામન લેતા નહીં. શનિને શાંત કરવા દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 22, 24 છે.
Saturn’s rule till 26th July could cause a disruption in your nearly-completed works. You could have to bear unnecessary expenses. Saturn will cause you to miss out on things right in front of your eyes. You could suffer from backache and joint pains. Avoid purchasing any vehicles or items which work on electricity. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 18, 19, 22, 24.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
આજ અને કાલનો દિવસ બુધની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. બે દિવસમાં હિસાબી કામ પહેલા પૂરા કરી લેજો. 20મીથી 36 દિવસ માટે શરૂ થતી શનિની દિનદશા તમારા ચાલુ કામને અટકાવી દેશે. શનિને કારણે નાણાકીય મુશ્કેલીમાં આવી જશો. તમારી કરેલી મહેનતનું ફળ નહીં મળે. નાની બાબતમાં કંટાળી જશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 21, 23 છે.
Lucky Dates: 18, 19, 21, 23.
With today and tomorrow as the last days under Mercury, ensure to first complete all work related to accounts. Saturn’s rule, starting from the 20th for the next 36 days, will pose challenges in the smooth functioning of your ongoing work. Financially, you could feel strained. You will not be able to reap the fruits of your labour. You will get annoyed over small matters. Pray the Moti Haptan Yasht daily.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામ તમે વીજળીવેગે પૂરા કરી શકશો. ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. સારા ખરાબ માણસની મનની વાત સમજી શકશો. મહેમાનની આગતા સ્વાગતા કરી શકશો. કોઈની મદદ કરી તેને મુશ્કેલીમાંથી બહાર કાઢી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18,19, 20, 21 છે.
Mercury’s ongoing rule will help you complete your work at lightning speed. You will succeed in making investments. You will be able to read the minds of all people – good and bad. You will be able to host guests with pomp. You will be able to help someone out of trouble. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 18,19, 20, 21.
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025