નાટક તખ્તના પરદાઓ ચીતરતા આપણા પારસી પેન્ટરો

એ જમાનામાં આજના જમાના જેવી સીન સીનેરી જવલ્લેજ રજૂ થતી હતી. પર સમય જતા તે સુધરતી જતી હતી. ૧૮૭૦ની સાલમાં સ્ટેજના હુન્નરને ખીલવવા માટે કેળવાયેલા અને ઉમદા ભેજાંઓ નાટકના તે જમાનામાં ઘણા જ ખંતી હતા. તેઓ પોતે પોતાના ગાંઠના પૈસા ખર્ચીને નવીન હિલચાલો અને સ્ટેજને દીપાવવા  ઉભી રાખતા હતા. મરહુમ જમશેદજી ધનજીભાઈ પટેલ અને દાદાભાઈ સોરાબજી પટેલ જેવા લક્ષાધીપતિ બાપના દીકરાઓએ ઈરાની નાટક મંડળીને  સ્ટેજ ઉપર વેરાન વનમાં સૂરજને ઉગતો અને ધીમે ધીમે તેને આકાશમાં ઉપર મધ્યમાં ચઢતો દેખાડવાની તરકીબ કરી હતી. વળી તે બન્નેએ આખા સ્ટેજ પર લીલા લીલા ખેતરો ખીલી નીકળેલા દેખાડયા હતા. ઈરાની પહેલવાનોને લડાઈના મેદાનોમાં જીવતા ઘોડા ઉપર બેસી તેઓને લડતા દેખાડયા હતા.

વિકટોરિયા નાટક મંડળીએ ગુલ બકાવલીના નાટકમાં પચીસ ફૂટ ઉંચો હરતો ફરતો અને બોલતો દેવ દેખાડયો હતો. પણ ધીરે ધીરે આવી યાંત્રિક કળાઓ પડતી મુકાઈ હતી.

ઈ.સ. ૧૮૭૦ની સાલમાં નાટક તખ્તાને દીપાવે અને તે માટે પરદા ચીતરે એવા પારસી પેન્ટરો નહોતા. જૂની ઝોરાસ્ટ્રિયન કલબને કોઈ જરથોસ્તી પેન્ટર નહીં મળવાથી આનંદરાવ નામના એક હિંદુ પેન્ટરને તેની કારીગરી બદલ તેને ભાગીદાર કીધો હતો.

પ્રિન્સ આલબર્ટ કલબે એક પારસી પેન્ટરને પહેલવહેલો બહાર પાડયો હતો. એ પારસીએ પોતાના પેન્ટિંગ હુન્નરથી તે વખતે ચાલતી જુદી જુદી કલબોમાં એવો તો પગપસારો કીધો કે સઘળાઓનું દિલ તેણે જીતી લીધું.  આજુબાજુના સઘળા કારીગરો તેની વખાણ એકમતે કરતા હતા તે પારસી પેન્ટરનું નામ હતું પેસ્તનજી માદન.

એ પછી ઘણા પારસી પેન્ટરો થઈ ગયા પણ પેસ્તનજી માદન સર્વેથી પહેલા પેન્ટર હતા.

નાટક કંપની ધરખમ પાયા ઉપર ચલાવનારાઓને કાબેલ પેન્ટરોની મોટી જ‚રત હોય છે. પહેલાના જમાનામાં એવા કાબેલ પેન્ટરો વધુ નહોતા. એક જ પારસી પેન્ટર હતો. પેસ્તનજી માદન અને બીજા હતા ક્રોસ જરમન પેન્ટર, સીરોની ઈટાલિયન પેન્ટર, ‚આ ઈટાલિયન પેન્ટર.

એ વખતે પેસ્તનજી માદનનો માસિક પગાર હતો ‚ા. ૪૦/- રફતે રફતે તે વધતો ગયો. પેસ્તનજી એક  જ કલબમાં ઠરીઠામ થઈને બેઠા નહોતો. તેઓના કામની જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ જુદી જુદી કલબોવાળા તેમની કદરનાશી કરવા લાગ્યા હતા. પેસ્તનજી માદન વિકટોરયા કલબમાં પેન્ટર તરીકે સામેલ થયા ત્યારે ત્યાં તેવણને એક નવો ચેલો મળ્યો હતો. એ નવો ચેલો હતો ધનજુ અંજીરબાગ જેણે પેસ્તનજી સાથે રાજીખુશીથી કામ કરવા તૈયાર થયો હતો. અને પેન્ટિંગની ઘણી સિક્રેટો તેણે શીખી લીધી હતી. પાછળ તે ધનજી વિકટોરિયા કલબનો પેન્ટર અને એકટર બની ગયો હતો. અને તે કલબના પરદાઓ પર પેઈન્ટેડ બાય અંજીરબાગ એવો પોતાનો સાઈન હંમેશા એક ખૂણામાં છાપતો હતો.

હવે આપણે વાત કરીએ પેલા જર્મન પેન્ટર ક્રોસની. ક્રોસ ઘણો જ ઠરેલ અને ઠાવકો હતો પોતાનું કોઈ પણ કામ ધાંધલ ધમાલથી કરતો નહીં હતો. તેના પછી હતો ‚આ ઈટાલિયન પેન્ટર આ પેન્ટર દેખાવમાં ઘણો સોહામણો સ્વભાવે મોજીલો અને મોઢામાં કાયમ ચિ‚ટ લઈને કામ કરતો હતો. વિકટોરિયા કબલને છોડીને આ ‚ઓ નાટક કંપનીવાળાઓને ઉધ્ધરભાવે કામ કરી આપતો હતો. ત્યારપછી  સિરોની નામનો ઈટાલિયન પેન્ટર જેણે તખ્તે

જમશીદનો પરદો ચીતરી આપ્યો હતો અને વિકટોરિયા કલબે આ પરદો ઘણા વરસો સુધી વાપર્યો હતો.

હવે જોઈએ હિન્દુ પેન્ટરો, અત્યાર સુધી એક પારસી અને ત્રણ યુરોપિયન પેન્ટરો પાસે પારસી નાટકના પરદાઓ ચીતરાતા હતા પણ તેઓ પછી એક બીજો યુરોપિયન પેન્ટર આવ્યો જેનું નામ પિન્ટો હતું અને તે પિન્ટો સાથે ગણપત અને બાલા નામના બે હિન્દુ પેન્ટરો કામ કરતા હતા. બાલા પેન્ટરને રોકીને કુંવરજી નાઝરે માસિક પગારે તેને રોકી અલાદ્દિન જાદુઈ ફાનસવાલા નાટકની તમામ ભેદભરી સીનરીઓ તેની પાસેથી ચીતરાવી લીદી હતી.  જ્યારે ગણપત જુદી જુદી કલબોમાં માસિક પગારે કામ કરતો હતો. ગણપત સ્વભાવે હસમુખ અને મોજીલો હતો. આ બદા પેન્ટરો તે વખતે ગ્રાન્ટરોડ ઉપર વિકટોરિયા નાટકશાળાની પાછળ મરહુમ ડોસાભાઈ દુબાશવાલા કોસ-કીઝવાલા નામના હોટેલમાં એકાદ દીવાનખાનમાં બેસી આ પરદાઓ ચીતરતા હતા.

આ પછી આવ્યો નવો પારસી પેન્ટર દીનશા ઈરાની જેણે ખુશરો શિરીનના ખેલના પરદાઓને ચીતર્યા હતા. દીનશા પછી બીજો પારસી જવાન જે એક ફત્તેહમંદ પેન્ટર હતો જાલભાઈ આરિયા જેણે ફરામજી અપ્પનુ થિયેટર ચિતરી આપ્યું હતું. જાલભાઈ આરિયાએ રિવોલ્વિંગ સીનો અને સેટિંગવાલા પરદાઓએકથી એક એવા ચીતરી આપ્યા હતા કે તમાશબીન આલમે વાહવાહ કરી હતી

Leave a Reply

*