મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારી દરેક બાબતમાં ધારેલું રીઝલ્ટ મેળવી શકશો. નાણાકીય બાબત તથા શારીરિક બાબતમાં સારા સારી રહેશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ધર્મના કામો કરવામાં આનંદ મળશે. ઘરવાળા સાથે સારો મનમેળાપ રહેશે. કોઈ મુશ્કેલી આવશે તો તેમાંથી સરળતાથી બહાર નીકળી જશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 17, 18 છે.
Jupiter’s rule till 25th December will help you achieve the results you expected. Financially as well as health-wise, you will do well. Ensure to make investments. You will find contentment in doing religious chores. You will be in harmony with family members. You will be able to remove yourself from any challenging situation. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 12, 13, 17, 18.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 22મી જાન્યુઆરી સુધી તમને લાભ મળતો રહેશે. નોકરીમાં સારા સારી રહેશે. પ્રમોશન મળવાના ચાન્સ છે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીકળી જશો. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. નવા મિત્રો મલવાના ચાન્સ છે. ફેમીલીમાં સારા પ્રસંગો આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુુકનવંતી તા. 14, 15, 16, 17 છે.
Jupiter’s ongoing rule brings you much prosperity till the 22nd of January. Work-wise things will be good. You could be up for a promotion. You will be able to resolve any financial issues. A much loved person will come to meet you. You cold make new friends. There will be celebrations with the family. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 14, 15, 16, 17.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ડિસેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે. નાની બાબતમાં હેરાન પરેશાન થશો. પડવા લાગવાના બનાવ બનશે. કોઈ પણ કામ ઉતાવળથી કરતા નહીં. તબિયતને સંભાળજો. અંગત વ્યક્તિ સાથે લેતીદેતી કરતા પહેલા દસ વાર વિચારજો. શનિ તમને શંકાશીલ બનાવશે. તમારા વિચારો સ્થિર રાખજો. દરરોજ ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 15, 18 છે.
Saturn’s rule till 26th December could end up making you feel hassled over petty matters. Beware of accidents. Do not rush any of your works. Take care of your health. You are advised to think things ten times over before lending or borrowing money with a close person. Saturn could fill your mind with suspicions. Try and keep your thoughts stable. Ensure to pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 12, 13, 15, 18.
CANCER | કર્ક: ડ.હ.
છેલ્લુ અઠવાડિયુ બુધની દિનદશામાં પસાર કરવાનું બાકી છે આજથી તમારા હિસાબી કામ પહેલા પૂરા કરી લેજો. મિત્રો સાથે મન મેળાપ રાખવાથી ખરાબ સમયમાં મિત્રાનો સાથ મળશે. જો તમે કોઈના પ્રેમમાં હોતો તમારા દિલની વાત કહી દેજો. ઉતરતી બુધની દિનદશામાં કામમાં મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.
This is the last week under Mercury’s rule, so ensure to complete any accounts related works before the end of this period. By staying connected with friends, they will be there to support you in your tough times. Those in love are advised to open their hearts out to their partners. Mercury’s descending rule will not cause any disruptions at work. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 13, 14, 15, 16.
LEO | સિંહ: મ.ટ.
18મી જાન્યુઆરી સુધી તમે વાણીયા જેવા બુધ ગ્રહની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા કામો બુધ્ધિ વાપરી પૂરા કરવામાં સફળ થશો. ધનલાભ મેળવવા માટે થોડું એકસ્ટ્રા કામ કરી ને ધન મેળવશો. જ્યાં કામ કરતા હશો ત્યાં તમારા કામના બીજા વખાણ કરશે. તબિયતમાં સુધારો થશે. બીજાના મદદગાર થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 12, 14, 17, 18 છે.
Mercury’s rule till 18th January will help you complete all your tasks intelligently. You will be able to earn good money with a little extra effort. Your colleagues will appreciate and praise your work. Health will improve. You could prove helpful to others. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 12, 14, 17, 18.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે નાની બાબતમાં ચીડાઈ જશો. ગુસ્સા પર જરાબી કાબુ નહીં રહે. ધણી-ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. મંગળને કારણે વાહન ખુબ સંભાળીને ચલાવજો. એકસીડન્ટ થવાના ચાન્સ છે. શેર માર્કેટ કે કોઈપણ જાતનું ઈનવેસ્ટમેન્ટ કરતા નહીં. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 13, 15, 16, 18 છે.
Mars’ ongoing rule makes you irritable over small matters. You might not be able to control your temper. Couples could end up squabbling over petty issues. Since accidents could take place in this phase, you are advised to ride/drive your vehicles with great caution. Do not make any kind of investments for now. Pray the Tir Yasht daily.
Lucky Dates: 13, 15, 16, 18.
LIBRA | તુલા: ર.ત.
હાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ફેમીલી મેમ્બરની સાથે વધુ સમય પસાર કરવામાં સફળ થશો. ફેમીલી મેમ્બર તમને પુરો સાથ સહકાર આપશે. જે પણ કામ શરૂ કરશો તે પૂરૂં કરવામાં સફળ થશો. પ્રેમી પ્રેમીકામાં મતભેદ ઓછા થશે. ખર્ચ કરવામાં મુશ્કેલી નહીં આવે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 16 છે.
The ongoing Moon’s rule facilitates you spending quality time with your family members. You will be successful in completing all tasks that you have undertaken. Quarrels between sweethearts will reduce. You will not face any financial difficulties. Ensure to make investments. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 12, 13, 14, 16.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ચંદ્રની દિનદશા તમને ભરપુર સુખ અને શાંતિ આપશે. તમારા રોજના કામ સારી રીતે પુરા કરી શકશો. એક બે દિવસમાં મુસાફરી કરવાથી મનને થોડું ચેન્જ મળશે. કોઈ વ્યક્તિ તમારા પર ભરોસો મુકશે તો તમારાથી બને એટલો ફાયદો કરાવી આપશો. અંગત વ્યક્તિ કામ પુરા કરવામાં સાથ સહકાર આપશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.
The Moon’s rule brings you ample happiness and peace. You will be able to complete your daily chores with ease. Travel will do your mind good. You will ensure to do your best for those who place their trust in you. A close person will support and help you in completing your works. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 15, 16, 17, 18.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
પહેલા 4 દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના છે ઓપોઝીટ સેકસ સાથે સારા સારીમાં ચાર દિવસ પસાર કરજો. ઉતરતી શુક્રની દિનદશા મનની નેક મુરાદ પુરી કરશે. 16મીથી 20 દિવસ માટે સુર્યની દિનદશા અપોઝીટ સેકસ તથા ધણી-ધણીયાણીમાં મતભેદ પડાવી દેશે. સુર્યની દિનદશા માથાનો દુખાવો અને આંખમાં બલતરા અને હાઈપ્રેશરની માંદગી આપશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની સાથે 96મુ નામ ‘યા રયમોંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.
With the last four days remaining under Venus’ rule, spend this time being cordial with those from the opposite gender. Venus’ descending rule will realise your sincere wishes. The Sun’s rule, starting from the 16th, for the next twenty days, could bring about many differences with the opposite gender and between couples. The Sun’s rule could result in your suffering from headaches, eye-burns and high Blood Pressure. Pray to Behram Yazad, alongside the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 12, 13, 14, 15.
CAPRICORN | મકર: ખ.જ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને ગામ પરગામથી કોઈ સારા સમાચાર જાણવા મળશે. મનગમતી વ્યક્તિ મળવાથી આનંદ થશે. તમને સાચા સલાહકાર મળી રહેશે. શુક્રની કૃપાથી બીજાનું દિલ જીતી લેતા વાર નહીં લાગે. કોઈપણ કામમાં આળસ નહીં આવે. ચાલુ કામમાં સારા સારી રહેશે. નવા કામ મેળવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 12, 15, 17, 18 છે.
Venus’ ongoing rule could bring you good news from abroad. You will feel great happiness after meeting a much loved person. You will find yourself in the company of honest and sincere advisors. You will easily win over the hearts of other, with the grace of Venus. You will feel no lethargy. Your ongoing work will continue to do well and you could also get new work projects. Pray to Behram Yazad daily.
Lucky Dates: 12, 15, 17, 18.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી રોજના કામ તમે સારી રીતે કરી શકશો. જીવનમાં કોઈ નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં ખર્ચની સાથે ધન મેળવવામાં મુશ્કેલી નહીં અવે. તમને અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. વડીલવર્ગની સેવા કરવાનો ચાન્સ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 13, 14, 16, 18 છે.
Venus’ rule helps you do your daily chores efficiently. A new person could enter your life. There will be no difficulty in your income stream. Sudden profits are indicated. You will have the opportunity to serve the elderly. Pray to Behram Yazad daily.
Lucky Dates: 13, 14, 16, 18.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
5મી જાન્યુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. નાની બાબતમાં ઈરીટેટ થઈ જશો. રાહુ તમને દરેક બાબતમાં નેગેટીવ બનાવી દેશે. ઘરવાળાનું સારૂં કરવા છતાં તમને જશ નહીં મળે. કામકાજમાં મહેનતનું ફળ નહીં મળે. તબિયત ખરાબ થાય તો એક-બે ડોકટરોનો ઓપીનીયન અવશ્ય લેજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 12, 15, 16, 17 છે.
Rahu’s rule till 5th January could make you irritable over small matters. Rahu could make you feel negatively about all things. Despite doing good for family members, you will not receive any appreciation. You might not receive the fruits of your labor at work either. Should your health go down, ensure to seek the advice of a couple of doctors. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 12, 15, 16, 17.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024