મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે. તમે જે પણ ધારશો તેના કરતા ઉલટું થઈ જશે. શનિની દિનદશામાં તમે નાણાંકીય નુકસાનીમાં આવી જશો. કોઈની ઉપર વિશ્ર્વાસ મુકતા નહીં. હાલમાં તમે થોડા આળસું બની જશો. તમારૂં વધુ ખરાબ ન થાય તે માટે હાલમાં દરરોજ મોટી નહપ્તન યશ્તથ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 11, 12, 14 છે.
Saturn’s rule till 27th October will make things go topsy turvy as compared to your expectations. You could end up with financial losses during this period. Do not trust anyone blindly. You could feel lethargic. For things not to worsen, you are advised to pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 9, 11, 12, 14
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
છેલ્લા બે અઠવાડિયા બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. લેતી દેતીના કામો પહેલા પુરા કરી લેજો. બુધની કૃપાથી તમારા લેવાના નાણાને પહેલા કઢાવી લેવાની કોશિશ કરજો. બાકી 21મી પછી નાણા મેલવવામાં મુશ્કેલી આવશે. દરરોજ નમહેર નીઆએશથ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 10, 11, 13 છે.
You have two weeks remaining under the rule of Mercury. You are advised to prioritize the completion of works related to financial transactions. Try to recover the money that you have lent to others first. Post 21st October, it will be difficult to recover your money. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 8, 10, 11, 13
GEMINI | મિથુન: ક.છ.ઘ.
બુધ જેવા બુધ્ધિના દાતાની દિનદશા ચાલુ હોવાથી તમે થોડા ઘણા નાણા બચાવી શકશો. બુધ્ધિબળ વાપરીને નાણા કમાઈ શકશો. મનગમતી ચીજ વસ્તુ લેવા માટે થોડી મહેનત કરવી પડશે. તમારા આપેલા પ્રોમીશને પુરા કરવામાં સફળ થશો. ધનની કમી નહીં આવે. દરરોજ નમહેર નીઆએશથ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 12, 14 છે.
Mercury’s ongoing rule helps you to save some money. You will be able to earn more money by using your intelligence. You will need to put in a little extra effort to make purchases that you desire. You will be able to deliver upon your promises. There will be no financial shortage. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 9, 10, 12, 14
CANCER | કર્ક: ડ.હ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી મનને શાંતિ નહીં મળે. નાની બાબતમાં ઈરીટેટ થઈ જશો. ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. ઘરવાળા સાથે મતભેદ પડતા રહેશે. હાલમાં વાહન કે ઈલેકટ્રીક સામાન લેતા નહીં. ઘરવાળાની વાત સાંભળતા થોડી રાહત અનુભવશો. દરરોજ નતીર યશ્તથ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 11, 12, 13 છે.
Mars’ ongoing rule allows you no peace of mind. You could get irritable over petty matters. You will not be able to control your temper. Frequent squabbles with family members could take place. Avoid purchasing any vehicles or electric appliances. Listening to family members will bring you some peace. Pray the Tir Yasht daily.
Lucky Dates: 8, 11, 12, 13
LEO | સિંહ: મ.ટ.
26મી ઓકટોબર સુધી ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી નાની મુસાફરીનો ચાન્સ મળે તેવા હાલના ગ્રહો છે. બીજાનું ભલું કરવા તમે બને એટલી મહેનત કરશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઘરવાળાની ઈચ્છા પુરી કરવામાં સફળ થશો. વધુ સુખી થવા માટે હાલમાં 34મુ નામ નયા બેસ્તરનાથ101 વાર ભણજો.
શુકનવંતી તા. 9, 10, 11, 14 છે.
The Moon’s rule till 26th October brings you opportunities for short travels. You will go all out to help others. Financial prosperity is indicated. You will be able to cater to the wants of family members. For greater prosperity, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 9, 10, 11, 14
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમને ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. તમારા અટકેલા કામ પુરા કરવા કોઈનો સાથ મળી રહેશે. ફસાયેલા નાણાંને પાછા મેળવવાનો સીધો રસ્તો મળી જશે. જે પણ કામ કરશો તેમાં મનની શાંતિ સાથે ધનલાભ પણ મળશે. કામને પુરા કરીને મુકશો. દરરોજ 34મુ નામ નયા બેસ્તરનાથ 101વાર ભણજો.
શુકનવંતી તા. 9, 10, 12, 13 છે.
The onset of the Moon’s rule will help you complete your stalled works with help from someone. You will find an easy way of retrieving your stuck funds. You will feel at peace and make profits in all your endeavours. You will not leave any task unfinished. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 9, 10, 12, 13
LIBRA | તુલા: ર.ત.
16મી સુધી શુક્રની દિનદશા ચાલશે. અપોઝીટ સેકસ સાથે સારા સારી રાખજો. તમે તમારા અગત્યના કામો ખુબ સારી રીતે કરી શકશો. મિત્રોની મદદ મેળવી શકશો. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. ધ્યાન નહીં આપો તો બચત નહીં કરી શકો. દરરોજ નબહેરામ યઝદથ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 11, 14 છે.
Venus’ rule till 16th October suggests that you keep things cordial with members of the opposite gender. You will be able to complete your important works effectively. You will be able to get help from friends. You will not face any financial difficulties. You will not be able to save money if you don’t focus on it. Pray to Behram Yazad daily.
Lucky Dates: 9, 10, 11, 14
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી ખર્ચ કરવામાં કાબુ નહીં રાખી શકો. તેમછતાં તમને નાણાંકીય મુશ્કેલી નહીં આવે. ઘરમાં કોઈ વ્યક્તિ તમે ખુશ થાવ તેવા કામ કરશે. હાલમાં કામકાજને વધારવા થોડી વધારે ભાગદોડ કરી લેજો. તમે રોજ નબહેરામ યઝદથ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 10, 12, 13 છે.
Venus’ ongoing rule makes it impossible for you to control your spendings. Despite that, you will not face any financial shortcoming. A family member at home will do something that will bring you happiness. You are advised to put in added effort to expand your business. Pray to Behram Yazad daily.
Lucky Dates: 8, 10, 12, 13
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમને શુક્રની દિનદશા 14મી ડિસેમ્બર સુધી ચાલશે. તમારા દરેક કામ પુરા કરવા માટે પાક પરવરદેગારની મદદ મળતી રહેશે. તમારા ખરાબ સમયને શુક્ર ભુલાવી દેશે. તમારા ધનલાભને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરવામાં સફળ થશો. મનગમતી વ્યક્તિ મળશે. દરરોજ નબહેરામ યઝદથની આરાધના કરજો.
શુકનવંતી તા. 9, 10, 11, 14 છે.
Venus’ rule till 14th December will have the divine help you to complete all of your endeavours. Venus will help you forget your difficult times. You will be able to profitably invest your money. You will meet the person you desire. Pray to Behram Yazad daily.
Lucky Dates: 9, 10, 11, 14
CAPRICORN | મકર: ખ.જ.
6ઠ્ઠી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. નાના કામો પુરા કરવામાં પરેશાન થઈ જશો. બીજાનું ભલુ કરવા જતા તમારૂં ખરાબ થઈ જશે. નાણાકીય બાબતમાં ખર્ચ વધુ થવાથી પરેશાન થશો. નોકરી કરનારને ઉપરી વર્ગ ખોટી રીતે પરેશાન કરશે. રાહુને શાંત કરવા દરરોજ નમહાબોખ્તાર નીઆએશથ ભણજો.
શુકનવંતી તા. 8, 10, 13, 14 છે.
Rahu’s rule till 6th November will make it troublesome for you to complete even your small tasks. Trying to help another will end up spoiling things for you. Excessive expenses will have you worried. Those who are employed could get harassed by their seniors at work. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 8, 10, 13, 14
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
25મી ઓકટોબર સુધી ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલશે. તમે બીજાને મદદ કરવામાં કોઈ કસર નહીં છોડો. વડીલવર્ગની સેવા કરી શકશો. ગુરૂની કૃપાથી નાના ધનલાભ મળવાથી રોજ બરોજના ખર્ચ સારી રીતે કરી શકશો. દરરોજ નસરોશ યશ્તથ ભણજો.
શુકનવંતી તા. 8, 11, 12, 13 છે.
Jupiter’s rule till 25th October will make you go all out to help others. You will be able to serve the elderly. With the grace of Jupiter, you will keep receiving regular income, which will help your daily sustenance. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 8, 11, 12, 13
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજના કામમાં જરાબી કંટાળો નહીં આવે. નાણાકીય બાબતમાં સારા સારી રહેવા વધુ મહેનત કરી શકશો. ઉધાર આપેલા નાણા પાછા મેળવવા માટે મીઠી જબાન વાપરી નાણા પાછા મેળવી શકશો. દરરોજ નસરોશ યશ્તથ ભણજો.
શુકનવંતી તા. 9, 10, 12, 15 છે.
Jupiter’s ongoing rule helps you stay focused and alert in your daily works. You will be able to work harder to keep your finances flowing in. To retrieve the money lent to others, the use of your sweet language will help get your money back. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 9, 10, 12, 15
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025