મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
છેલ્લા 6 દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. સરકારી કામ કે સહી સિક્કાના કામ આ અઠવાડિયામાં કરતા નહીં. ઉતરતી સુર્યની દિનદશાને લીધે માથાનો દુખાવો કે હાઈ પ્રેશર જેવી બીમારીથી પરેશાન થશો. દવા લેવામાં આળસ કરતા નહીં. છેલ્લે દિવસે થોડી શાંતિ મલવાની શરૂ થશે. હાલમાં દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 29, 30, 1, 5 છે.
You have 6 more days under the rule of the Sun. Do not do any work related to government or legal-signage in this week. The descending rule of the Sun could cause you headaches or high Blood Pressure. Do not be lazy to take your medication. You will find some peace of mind on the last day of the week. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 29, 30, 1, 5
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
14મી મે સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા અગત્યના કામો પહેલા પુરા કરી લેજો. 14મી મે સુધી નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. થોડી બચત કરીને સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. રોજ બરોજના કામો સારી રીતે કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.
Venus’ rule till 14th May suggests that you complete your important works first. Financial stability is indicated till this period. You will be able to save and invest some money profitably. You will be able to execute your daily chores effectively. Pray to Behram Yazad daily.
Lucky Dates: 1, 2, 3, 4
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી 16મી જૂન સુધી મુસાફરીના ચાન્સ મળશે. શુક્રની કૃપાથી થોડી મહેનત કરવાથી વધુ ધન મેળવી લેશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. મિત્રોને સાચી સલાહ આપી તેનું દિલ જીતી લેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 29, 30, 2, 4 છે.
Venus’ ongoing rule till 16th June will present you many travel opportunities. A little effort will bring in a lot of income. Financial prosperity is predicted. You will win over the hearts of your friends with our sincere advice. Pray to Behram Yazad daily.
Lucky Dates: 29, 30, 2, 4
CANCER | કર્ક: ડ.હ.
છેલ્લા 6 દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી રાહુની દિનદશા તમને ભયંકર ચિંતા કરાવશે. તબિયત વધારે ખરાબ થવાના ચાન્સ છે. 4થી મે સુધી કોઈ બીજાની અંગત બાબતમાં પડતા નહીં. 5મીથી શરૂ થતી શુક્રની દિનદશા તમને ભરપુર સુખ આપશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 30, 31, 1, 5 છે.
You have 6 days remaining under Rahu’s rule. The descending rule of Rahu could cause you to feel extremely worried. Health could go down. Till 4th May, avoid falling into other peoples’ matters. Venus’ rule, starting 5th May, will bring you immense joy. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 30, 31, 1, 5
LEO | સિંહ: મ.ટ.
4થી જૂન સુધી રાહુ તમને શાંતિથી બેસવા નહીં દે. ખોટા વિચારોથી પરેશાન થશો. રાહુ તમારી તબિયતને અચાનક બગાડી નાખશે. બીજાનું ભલુ કરવાનું વિચારતા નહીં. નાણાકીય બાબતમાં તકલીફ આવી જશે. બીજા પાસે ઓછીના પૈસા લેવા પડે તેવા હાલના ગ્રહો છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.
Rahu’s rule till 4th June does not leave you in peace. Your mind will be filled with negative thoughts. Your health could suddenly go bad. Try not to extend yourself to help others. Financially, this could be a challenging time. You might need to borrow money from others. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 2, 3, 4, 5
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે. ધર્મના કામો કરવામાં તમે આગળ પડતો ભાગ લેશો. કોઈ અંગત વક્તિ કે સગા વહાલાઓને મદદ કરવામાં કોઈ કસર નહીં મૂકો. ધણી-ધણીયાણી મતભેદ ભુલી એકબીજાને સમજવાની કોશિશ કરશે. કામકાજમાં તમારા દુશ્મન તમારી તારીફ કરશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાથી વધુ આનંદમાં રહેશો.
શુકનવંતી તા. 29, 30, 1, 4 છે.
Jupiter’s rule till 22nd May will have you proactively participating in religious works. You will go all out to help someone close or your relatives. Couples will forget about their disagreements and work towards greater understanding towards each other. Even your enemies will praise your work. For greater joy, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 29, 30, 1, 4
LIBRA | તુલા: ર.ત.
23મી જૂન સુધી ગુરૂની દિનદશા તમારા ધારેલા કામોમાં સફળતા અપાવીને રહેશે. રોકાયેલા નાણાને પાછા મેલવવા માટે હાલનો સમય સારો છે. ધર્મ ચેરીટીના કામો કરવાથી વધુ આનંદમાં રહેશો. ગુરૂની કૃપાથી નારાજ થયેલ ફેમીલી મેમ્બરની નારાજગી દૂર કરી શકશો. નાના ધનલાભ મળતા રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.
Jupiter’s rule till 23rd June will ensure to bring you success in all the ventures you have undertaken. This is a good time to retrieve your stuck funds. You will feel great contentment by doing works related to charity and religion. With Jupiter’s graces, you will be able to win back a family member who is upset with you. You will receive financial profits. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 2, 3, 4, 5
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
શનિની દિનદશા અને શનિની અઢી વરસની પનોતી તમને શારિરીક રીતે પરેશાન કરશે. તબિયતની ખાસ કાળજી લેજો. તમારી સાથે તમારા લાઈફ પાર્ટનરની તબિયત બગડે તેવા હાલના ગ્રહો છે. શનિ તમને થોડા આળસુ બનાવી દેશે. નાણાં મેળવવા ખુબ ભાગદોડ કરવી પડશે. ખોટી ભાગદોડ તમને વીકનેસ આપશે. શનિને શાંત કરવા રોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 2, 4 છે.
Saturn’s ongoing rule could cause you physical duress. You need to take extra-special care of your health. Even your life-partner’s health could come in question, alongside yours. Saturn tends to make you lethargic. You will have to put in lots of effort to get your money, which could be in vain and make you feel weak. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 29, 30, 2, 4
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
બુધ જેવા વાણીયા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ખોટા ખર્ચા પર કાબુ રાખવામાં સફળ થશો. બીજાના સાચા સલાહકાર બની શકશો. થોડી બચત કરીને ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. હમણાં કરેલા ઈનવેસ્ટમેન્ટથી ભવિષ્યમાં ફાયદો થશે. મિત્રોની મદદથી મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 30, 1, 3, 5 છે.
Mercury’s rule helps you keep good control over unnecessary expenditures. You will provide sincere advice to others. Ensure to save and invest some money. Today’s investments will prove beneficial in the future. Challenging tasks can get easily done with the help of friends. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 30, 1, 3, 5
CAPRICORN | મકર: ખ.જ.
તમને બુધની દિનદશા શરૂ થયેલી છે. 18મી જૂન સુધી તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. જેટલું ધારશો એના કરતા વધુ કમાશો. ખોટા ખર્ચાઓ પર કાપ મુકી દેશો. કામકાજ વધારવામાં બહાર ગામ જવાનો ચાન્સ મળે તો અવશ્ય જજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 29, 30, 3, 5 છે.
The onset of Mercury’s rule till 18th June, will ensure that you will face no financial constraints. Your earnings will exceed your expectations. You will control any unnecessary expenses. You are advised to surely take up any business travel opportunities abroad. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 29, 30, 3, 5
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
22મી મે સુધી મંગળ તમને ચારેબાજુથી પરેશાન કરશે. કોઈ સારા કામ શરૂ થતા પહેલા અટકી જશે. તમે નાની બાબતમાં ગુસ્સે થશો. ધણી-ધણીયાણીમાં મતભેદ પડતા રહેશે. પ્રેમમાં હો તો પ્રેમી કે પ્રેમીકાને ઓછુ મલવાનું રાખજો. સમજ્યા વગર નાનું ડીસીઝન પણ લેવાની ભુલ કરતા નહીં. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.
Mars’ rule till 22nd May will come at you from all four corners. Any good prospects will get stalled before starting. You will get angry over petty matters. There will be much squabbling between couples. Try to minimize meeting with your sweetheart in this period. Do not make even small decisions without giving it
much thought. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 1, 2, 3, 4
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી મે સુધી તમારા મગજને ખુબ શાંત રાખીને કામ કરવામાં સફળ થશો. ચંદ્રની કૃપાથી તમારો સેલ્ફકોન્ફીડન્સ ખુબ સારો રહેશે. ઘરવાળાને ખુશીમાં રાખી શકશો. જે પણ કામ કરતા હશો ત્યાં માન ઈજ્જત મળશે. મનને મજબૂત કરીને સારા કામ કરવામાં સફળ થશો. આજથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 29, 30, 2, 5 છે.
You will be able to work with a calm and cool mind till 24th May under the Moon’s rule. Your self-confidence will soar. You will be able to keep your family members happy. You will receive much appreciation and respect in all your endeavours. You will be able to work with a strong mind. Starting today, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 29, 30, 2, 5
- Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024 - Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024