ભૂરો: શું જીગા, પછી આઈફોન 14 લીધો કે નહિ ?
જીગો: ના, પછી માંડી વાળ્યું. એને બદલે નવું એક ઇલેકટ્રીક સ્કૂટર લીધું છે. જેની સાથે વાતચીત કરવાની હોય તેને ઘરે જ મળી આવું છું. સસ્તું પડે છે, વળી એના ઘેર ચા પાણી નાસ્તો પણ કરી આવું છું.
હવે એ બધા મિત્રો ભેગા મળીને જીગાને આઈ ફોન લઇ આપવાના છે!
***
એક બહેનને ત્યાં બપોરના સમયે એક ભિખારી ખાવાનું માગવા આવ્યો.
બહેને કહ્યું: તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે.
ભિખારીએ કહ્યું: મેડમ, આપણે ફેસબુક પર ફ્રેન્ડસ છીએ!
***
પત્ની: સવાર પડી ગઈ. ઉઠો, ફટાફટ હું ભાખરી કરૂં છું.
પતિ: હું ક્યાં તવી પર સૂતો છું તું તારે ભાખરી કર ને.
***
પતિ: શું આખો દિવસ ઇન્ટરનેટ પર ચોંટી રહે છે? એની બહાર પણ એક સુંદર દુનિયા છે એ જોવાનો પ્રયત્ન કર.
પત્ની: લીન્ક મોકલો.
***
સિક્યુરિટી ગાર્ડનો ઇન્ટરવ્યુ હતો
પ્રશ્ર્ન પૂછ્યો: ઈંગ્લીશ આવડે છે?
ઇન્ટરવ્યુ આપનારે સામે પૂછ્યું ચોર વિદેશથી
આવવાના છે?
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024