દેવલાલીની બાઈ રતનબાઈ જે. ચિનોય દરેમહેરે 1લી ઓકટોબર, 2023ના દિને તેની 107મી સાલગ્રેહની ઉજવણી કરી હતી. ઉત્સાહિત હમદીનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સવારે ફાળાની માચીની ક્રિયા કર્યા પછી સાંજે પિતા અને પુત્ર એરવદ નોઝર મહેન્તી (અગિયારીના પંથકી) અને એરવદ રૂઈન્ટન દ્વારા જશન કરવામાં આવ્યું હતું.
સાંજના મનોરંજનની શરૂઆત હાઉસીની કેટલીક રમતો સાથે થઈ હતી, ત્યારપછી ભૂતકાળના સદાબહાર હિટ ગીતોનું જીવંત સંગીત પ્રદર્શન અને મનોરંજક ગંભાર રાત્રિભોજનથી ઉત્સવનું સમાપન થયું હતું. આ કાર્યક્રમ મેનેજિંગ ટ્રસ્ટી શેરઝાદ પટેલ અને પ્રમુખ શેરિયાર ઈરાનીના સક્ષમ માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. દેવલાલી-નાસિક પારસી ઝોરાસ્ટ્રિયન અંજુમનના સેક્રેટરી અને ટ્રસ્ટી ફીરદોશ કાપડીયા અને મેનેજીંગ કમીટી મેમ્બર દારાયસ મિસ્ત્રીના અથાક પ્રયાસોથી દિવસભર ચાલનારી ઈવેન્ટને મોટી સફળતા મળી હતી.
Latest posts by PT Reporter (see all)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024