નવસારીના હોટેલીયર્સ પારસી સાંસ્કૃતિક વિભાગ (એસ.બી. ગાર્ડા કોલેજ ટ્રસ્ટના) અને તેના સ્થાનિક INTACH ચેપ્ટર દ્વારા પ્રવાસન માટે સ્થાનિક તકોની નોંધ લે છે

નવસારી જે.એન.ટાટા રોડ પર સ્થિત, NRICH SKYOTEL, આ પહેલમાં ભાગ લીધો હતો, અને તેમના વરિષ્ઠ સ્ટાફે INTACH ના શ્રી રૂઝબેહ ઉમરીગર સાથે, નવસારીની સામાજિક-રાજકીય જટિલતાઓની અસંખ્ય પરસ્પર ગૂંથેલી વાર્તાઓ પર, લુન્સીકુઈની નવસારી સ્કાઉટ કલબના ટ્રસ્ટી શ્રી દારા જોખી સાથે લોકલ વાર્તાઓનો લાભ લીધો અને વાચ્છા મોહલ્લા ખાતે સર જમશેતજી જીજીભોય મેમોરિયલ મ્યુઝિયમ સાથેજ ગાયકવાડી ગેરીસન અને કોર્ટ વિસ્તારથી લઈને નવસારીની અનેક હેરિટેજ-વોક માંથી એક એકનો આનંદ મેળવ્યો. INTACH સાથે ખાસ ક્યુરેટેડ ટુર માટે, ભારતીય પારસીઓના પાઠ્યપુસ્તક વર્ણનની રેખાઓ વચ્ચે વાર્તાઓનું વાંચન કર્યું.
વોકના અંતે ટ્રસ્ટી પીસીડી અને INTACH નવસારી ચેપ્ટર (ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ) ના સ્થાનિક સમિતિના સભ્ય શ્રી દારા દેબુએ હોટેલીયર્સનો તેમની હોટેલ દ્વારા સ્થાનિક પ્રવાસન અને ઇતિહાસને પ્રોત્સાહન આપવા બદલ આભાર માન્યો હતો અને નવસારી પ્રવાસી માહિતી કયુઆર સ્ટેન્ડી હોટેલના સ્વાગતના દ્વારપાલ ડેસ્ક માટે પ્રતિનિધિઓને ભેટ આપી હતી.

Leave a Reply

*