સમુદાય અને દેશને ગોરવવંતો બનાવનાર બરોડાનો પચીસ વર્ષીય યુવાન જમશેદ ભગવાગરને શ્રીલંકાની સરકાર દ્વારા ઈન્ટરનેશનલ યુથ કોન્ફરન્સમાં તા. 25મી માર્ચ, 2019 થી તા. 3જી એપ્રિલ, 2019 સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરવા યૌવન પુરા – યુવાનોની સીટી શ્રીલંકાના હમબનતોતા શહેરમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. વિશ્ર્વભરના સાત હજાર યુવાનો અને મહાનુભાવોની હાજરીમાં જમશેદ ભારત સરકાર દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા […]
Tag: 06 April 2019 Issue
ઝેડટીએફઆઈ નવરોઝ સ્પેશિયલ ‘ફીડ-એ-ફેમીલી’ કાર્યક્રમની ઉજવણી કરી
9મી માર્ચ, 2019ને દિને કામા બાગમાં ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડસ ઓફ ઈન્ડિયા (ઝેડટીએફઆઈ)એ નવરોઝ સ્પેશિયલ ‘ફીડ-એ-ફેમીલી’ કાર્યક્રમની રજૂઆત કરી. તે એક આનંદદાયક સાંજ હતી જેમાં અસંખ્ય રમતો રમાઈ હતી તથા તે સાંજ મનોરંજનથી ભરપુર હતી વિજેતાઓને ભેટો આપી ચારો તરફ આનંદનું વાતાવરણ હતું. અને તે યોગ્ય છે કેમ કે નવરોઝ એ આનંદ ફેલાવવાનો મોસમ છે. યાસ્મીન […]
સુરતે નવરોઝની ઉજવણી પુલવામાના શહીદોને શ્રધ્ધાંજલિ આપી કરી
તા. 21મી માર્ચ, 2019ને દિને સુરતના ધ જમશેદી નવરોઝ ફંડ કમીટી, પારસી પ્રગતી મંડળ અને ઝોરાસ્ટ્રિયન વુમન્સ એસોસીએશન સુરતના પારસી સમુદાયને સાથે લાવી જમશેદી નવરોઝની ઉજવણી સાથે પુલવામાના (17મી માર્ચ, 2019) શહીદોને શ્રધ્ધાંજલિ પણ આપી હતી. ત્રીસ વર્ષ સુધીના સહભાગીઓ મળીને દેશભક્તિના થીમ સાથે પ્રતિભા સ્પર્ધા યોજવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત હમબંદગી સાથે કરવામાં આવી […]
દસ્તુરજી કુકાદારૂ સાહેબની 188મી શુભ સાલગ્રેહ
11મી એપ્રિલ 2019ને દિને આપણા જરથોસ્તીઓના સંત કુકાદારૂ સાહેબની 188મી શુભ સાલગ્રેહ પડે છે. 19મી સદીના જરથોસ્તી સંત તરીકે જાણીતા, દસ્તુરજી કુકાદારૂનો જન્મ 26મી મે, 1831ના રોજ ગુજરાતના સુરત શહેરમાં થયો હતો. તેઓ તેમની વિનમ્રતા, સાદગી તથા ચમત્કારો માટે જાણીતા હતા. તેઓ પવિત્રતામાં માનનારા હતા. ધર્મગુરૂ તરીકે સંતોષ અને શિસ્તનું પાલન કરનારા હતા તથા સરળ […]
હસો મારી સાથે
બસમાં યુવતી આવીને ઉભી રહી એટલે પાસેની બેઠક પરથી યુવાન ઉભો થવા ગયો. યુવતીએ કહ્યું: ‘બેસી રહો ઉઠવાની જરૂર નથી. મારે તમારો ઉપકાર નથી જોઈતો. બેસી જાવ. ‘પણ બહેન મારૂં ઉતરવાનું સ્ટોપ આવ્યું છે, મારે ઉતરવુંજ પડશે.
મોબાઈલનું રમખાણ!
મોબાઈલની અસર છે બધી. મોન્ટુને તપાસવાનું શરૂ કરતાં કરતાં ડોક્ટર મને સમજાવી રહ્યાં, બાળકોને શક્તિમાન, સુપરમેન, હનુમાન અને ટારઝન જેવી ગેમ ગમતી હોય છે. અને પછી તેઓને તેમના જેવું થઈ જવું હોય છે. તમારા મોન્ટુને સ્પાઈડરમેન પજવે છે. શિરીન હકારમાં માથું હલાવવા સિવાય કશું બોલી નહીં શકી. સ્પાઈડરમેન મોન્ટુની ફેવરીટ ગેમ લાગે છે. આમ તો […]
માછીની વાર્તા
પોતાનો છુટકો કરનાર દયાળુ ધણીઓનો ઉપકાર માનવાને તે સોદાગર ચુકયો નહીં. તેઓ પણ તેનો બચાવ થયાથી ખુશી થયા અને ‘સાહેબ મહેરબાન’ કહી પોતપોતાને માર્ગે ચાલતા થયા. તે સોદાગર પોતાને વતન જઈ પહોંચ્યા અને પોતાના બચાં છોકરા સાથે આરામ અને સંતોષથી પોતાની બાકી જીંદગી ગુજારવા લાગ્યા. પછી શેહરાજાદીએ સુલતાનને કહ્યું કે ‘આજે જે વાર્તા તમો નામદારને […]