ફ્રેની આમતેમ પડખાં ફેરવતી રહી. રૂમ પણ નહિ ને ઢોલિયો પણ નહિ. નીચે સૂવાની આદત નહોતી છતાંય હોલમાં જમીન પર ગાદી પાથરીને સૂવું પડ્યું છે. મમ્મી પપ્પા સોફા પર સૂતાં છે. જેનો દિવસે બેસવામાં ને રાત્રે સૂવામાં ઉપયોગ થાય છે. સાંજે ઓફિસેથી થાકીને આવી કાલે જમશેદી નવરોઝ છે ઓફિસમાં રજા હતી. એટલે મન શાંત હતું. […]