તમને ધન મેળવવા માટે ખૂબ જ તકલીફ સહન કરવી પડશે. કોઈ પણ વસ્તુ સહેલાઈથી પ્રાપ્ત નહીં થાય. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. બીજાની વાત તમે સહેલાઈથી માની લેશો. તમારા વિચારો ખૂબ જ નાજુક હશે. તમે વારસાગત કામ કરી શકશો. તમે સાહિત્યના શોખીન હશો તેમ જ ગૂઢવિદ્યા અને ભૂતપ્રેતની વાતોમાં વિશેષ રસ રહેશે. લાંબા પ્રવાસનો શોખ વધુ રહેશે. તમે પાણીની આજુબાજુ રહેવાનું વધુ પસંદ કરશો. સ્વભાવે તમે ડરપોક પણ હશો. કૌટુંબિક જીવનમાં મતભેદ પડશે. અન્ય વ્યક્તિઓને તમારી સાથે ગેરસમજ વધારે થશે. તમારે બચત કરવી જરી છે. તમારે વૃધ્ધાવસ્થા માટે પૈસાનો વિચાર કરી યોજના કરવી પડશે. તમે સામી વ્યક્તિ પર ઝડપથી વિશ્ર્વાસ નહીં મૂકો. તમારી સાથે જો કોઈ નિખાલસભાવે વાત કરશે તો તે તમને વધુ પસંદ પડશે. જૂની વસ્તુનો સંગ્રહ કરવાનો શોખ હશે. તમને ખોટા વિચારો વધારે આવશે. અંગત વ્યક્તિ જ તમને બદનામ કરશે. તમે ઘણીવાર ખૂબ જ ચિંતા કરશો. પેટના દુખાવાથી, લોહીના દબાણથી, હાઈપ્રેશરથી સંભાળવું પડશે.
શુભરંગ: દૂધિયો, શુભ નંગ: પાંચુ
આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૨, ૭, ૧૧, ૨૦, ૨૫, ૨૯, ૩૪, ૪૩, ૪૭, ૫૨, ૫૬, ૬૧, ૬૫, ૭૦.
– નુપુર
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024