છેલ્લા કેટલાંક મહિનાઓમાં, કોમના અનેક સભ્યોએ બીપીપીનાં (બોમ્બે પારસી પંચાયત) વિવિધ પાસાં તરફ ધ્યાન દોરતા પત્રો તથા પ્રશ્નો અવારનવાર પારસી ટાઈમ્સને મોકલ્યા છે- આમાં બીપીપીએ લીધેલાં પગલાં તથા તેમને કયાં પગલાં લેવાનાં બાકી છે તથા અન્ય ફરિયાદો તથા પૂછપરછનો સમાવેશ થતો હોય છે. બીપીપી અને કોમ વચ્ચે સીધા જોડાણ કે સંવાદનો અભાવ છે, ઘણા ખરા સમાચારનું ખોટું અર્થઘટન કરાય છે, જેને કારણે કોમ માટે મુશ્કેલી સર્જાય છે તથા બીપીપીમાં અવિશ્વાસ જગાડે છે. આપણી કોમની દરેક વ્યક્તિને બીપીપીમાં હાલ શું ચાલી રહ્યું છે તે વિશે સવાલ પૂછવાનો પૂરેપૂરો અધિકાર છે.
અગાઉ, પોતાની પ્રવૃત્તિઓથી કોમને વાકેફ રાખવા હેતુથી બીપીપી સામયિક (પિરિયોડિકલ) બહાર પાડતું, પણ છેલ્લા કેટલાક સમયથી આ બંધ કરાયું છે. બીપીપીની પ્રવૃત્તિઓ તથા નીતિઓથી કોમને વાકેફ રાખવાની જરૂરિયાત દિવસે ને દિવસે વધતી જાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે બીપીપીનું નવું બોર્ડ સક્રિય રીતે કાર્ય કરે છે તથા વિવિધ મુદ્દાઓને ગતિશીલતાપૂર્વક હાથ ધરી રહ્યું છે. આ બાબત સાથે તાલ મિલાવતા, પારસી ટાઈમ્સ આગળ આવ્યું છે અને જેની કોમને ખૂબ જ જરૂર છે એવા બીપીપી અને કોમના સભ્યોને જોડતો મંચ પૂરો પાડવાની જવાબદારી ઉપાડી છે.
પારસી ટાઈમ્સએ પહેલ કરી છે અને બીપીપીના ચેરમેન, શ્રી. યઝદી દેસાઈનો સંપર્ક કર્યો અને વળતામાં તેમણે અત્યંત આનંદપૂર્વક કોમના લોકો સુધી સીધા પહોંચવાની આ ઑફરનો સ્વીકાર કર્યો.
અમને જણાવતા આનંદ થાય છે કે, આવતા મહિનાની શરૂઆતમાં એટલે કે બીજી જુલાઈ, ૨૦૧૬થી પારસી ટાઈમ્સ એક્સ્કલુઝિવલી એક માસિક કોલમ શરૂ કરે છે જે દરેક મહિનાના પ્રથમ શનિવારે પ્રગટ થશે, જેમાં બીપીપી અમારા વાચકો સાથે સીધો સંપર્ક સાધશે, જેમાં ગયા મહિનાની પ્રવૃત્તિઓનો અહેવાલ, સિદ્ધિઓ, નિષ્ફળતાઓ, નીતિઓમાં ફેરફાર વગેરે જણાવશે આ ઉપરાંત આવનારા મહિનાની પ્રવૃત્તિઓ વિશેની જાણકારી પણ તેમાં હશે, તેની સાથે બીપીપીના ચેરમેન શ્રી. યઝદી દેસાઈ કોમના લોકો સાથે સીધો સંવાદ પણ સાધશે.
અમારી કોલમ, ધ બીપીપી કનેક્ટ દ્વારા તેમના પ્રથમ સત્તાવાર સંવાદ રૂપે રજૂ થનારા યઝદી દેસાઈના પ્રથમ જવાબને તમારી સાથે શેર કરતા અમે હર્ષ અનુભવીએ છીએ. યઝદી દેસાઈ કહે છે, આપણી કોમ તથા બીપીપી વચ્ચેના અંતરને ભરી કાઢવા પારસી ટાઈમ્સ દ્વારા કરવામાં આવેલી પહેલ તથા જવાબદારીની હું સરાહના કરૂં છું. હું આપણી કોમને એ વાતની બાંહેધરી આપવા માગું છું કે તેમણે આ વખતે ખરેખર એક ગતિશીલ બોર્ડને ચૂંટી કાઢ્યું છે. આપણામાંના દરેકમાં વિવિધ શક્તિ હોય છે તથા આપણા સૌની કામ કરવાની વ્યક્તિગત રીત પણ હોય છે, અને એક ટીમ તરીકે અમે અમારામાંનું શ્રેષ્ઠ આપની સમક્ષ મુકીએ છીએ અને એકબીજાને પૂરક છીએ. આનું અંતિમ પરિણામ એ છે કે બોર્ડરૂમમાં હકારાત્મક ઊર્જા એકત્રિતપણે સંકલિત થઈને આપણી કોમની ભલાઈ તથા સમૃદ્ધિની દિશામાં આગળ વધારશે. આપણી કોમની દરેક વ્યક્તિનું ધ્યાન રાખવા માટે અમે કટિબદ્ધ છીએ.
અત્યાર સુધી સીધા સંપર્કના અભાવે બીપીપીની પ્રવૃત્તિઓને લઈને શંકાઓ તથા પ્રશ્નો રહ્યા છે, ક્યારેક વાસ્તવિક્તાઓનું ખોટું અર્થઘટન પણ તેને કારણે થયું છે તથા પાયાવિહોણી અફવાઓ પણ તેને કારણે ફેલાઈ છે. જેમ દરેક કોમમાં હોય છે તેમ, આપણે પણ શંકાઓ ધરાવીએ છીએ, અને આ તકે હું તેમને બીપીપીની પડખે રહી આપણી કોમમાં રહેલી સાચી સમસ્યાઓનો ઉકેલ શોધવાની દિશામાં કામ, તથા તેમની શક્તિઓને કોમની ભલાઈની દિશામાં વાળવાનું આમંત્રણ આપું છું. બીપીપીના ચેરમેન તરીકે, હું દરેકને એ બાબતની ખાતરી આપું છું કે ટ્રસ્ટીઓનું આપણું વાઈબ્રન્ટ બોર્ડ એ વાતની સંપૂર્ણ તકેદારી રાખવા માગે છે કે ૨૦૨૨માં પૂર્ણ થતાં અમારા કાર્યકાળ પૂર્વે બીપીપી ફરી એકવાર એવી જ ભવ્ય અને અસરકારક સંસ્થા તરીકે સામે આવશે, જેવી તે હોવી જોઈએ.
પ્રથમ ટૂંકા અહેવાલ તરીકે, આ બાબત કોમને જણાવતા મને આનંદ અને ગર્વ થાય છે કે આપણા બોર્ડે હાઉસિંગની સમસ્યાનો ગંભીરતાપૂર્વક ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે, સ્ટે ઑર્ડર ઉઠાવી લેવામાં આવ્યા બાદ, છેલ્લા છ મહિનામાં પ્રોસેસ કરવામાં આવેલી હાઉસિંગ અરજીઓની સંખ્યા પરથી આ બાબત જોઈ શકાય છે. વચન આપ્યા પ્રમાણે નવા બોર્ડે જૂના પેન્ડિંગ એકાઉન્ટ્સના ઑડિટનો મુદ્દો ઉકેલી નાખ્યો છે. ટ્રસ્ટીઓએ તેમનું ધ્યાન ભૂતકાળની સરખામણીમાં નવા, અસાધારણ વિચારો દ્વારા ફાઈનાન્સ વધારવાના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે અમારૂં ધ્યાન વધુ કષ્ટદાયક મુદ્દાઓ પર કેન્દ્રિત કર્યું છે, જેના વિશે અમે શનિવાર, બીજી જુલાઈ, ૨૦૧૬થી શરૂ થઈ રહેલી અમારી પ્રથમ સત્તાવાર કોલમમાં વિસ્તારપૂર્વક આંકડાઓ દ્વારા સમજાવશું.
પારસી ટાઈમ્સ દ્વારા શરૂ કરવામાં આવેલો આ મંચ બીપીપી કનેક્ટ કોમ સાથે નિયમિત ધોરણે સંવાદ સાધવાની તક પૂરી પાડે છે, આ કોલમ ટ્રસ્ટ તથા ટ્રસ્ટીઓમાં કોમની શ્રદ્ધા અને વિશ્વાસને ફરીથી પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ થશે. આ કોલમ દ્વારા મારો આશય અમને મળેલા દરેક સવાલ તથા ટીકાઓનો જવાબ આપવાનો છે, પછી તે પીટી દ્વારા મળ્યા હોય કે અમને સીધા મળ્યા હોય. અમે અમારી કોમને એ વાતની ખાતરી આપવા માગીએ છીએ કે તમે સારા હાથમાં છો. મોટિવેટેડ એવા ટ્રસ્ટી બોર્ડને ચૂંટી કાઢી તમે ખરેખર સારૂં કામ કર્યું છે, આ બોર્ડ કોમને આપેલા વચનો પૂરાં કરવા માટે કટિબદ્ધ છે.
અમારા બોર્ડનો એક સૌથી દૃઢ મુદ્દો એ છે કે અમે ટીમના ખેલાડી તરીકે એકમેક સાથે મળીને કામ કરીએ છીએ. ચેરમેન તરીકે, હું મારા સાથીઓને નવી ભૂમિકાઓ અને જવાબદારીઓને વ્યક્તિગત રીતે વિચારવાની તથાસ તેના પર કામ કરવા માટે પ્રેરૂં છું, જેથી વ્યક્તિગત દૃઢતાને સાથે લાવી એક સશક્ત એકમ તરીકે કામે લગાડી શકાય, જેથી અમે આપણી કોમને અમારી ક્ષમતાઓની શ્રેષ્ઠતા સુધી સેવા આપી શકીએ, એક જવાબદાર અને ઉત્સાહી બોર્ડ તરીકે.
- અપેક્ષા-Expectation - 30 November2024
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024