એ વાત કંઈ ઝરી જુહાકના ધ્યાનમાં ઉતરી નહીં કે તેવો ફરી બખાલી ઉઠયાં.
‘મારો તને હુકમ છે કે પાછી જઈને ગાડી સાફ કર.’
એ સાંભળી તે ગરીબ બાળા ફીકરથી ધ્રૂજી ઉઠી. ખરે જ તેણીનો હાલ સુડી વચ્ચે સોપારી જેવો હતો કે તેણી કકળીને બોલી પડી.
‘મને… મને બીક લાગેછ પાછું. જતાં.’
ને એ સાંભળતાં જ ઝરી જુહાકે ઝનૂનમાં આવી બે લપડાક તે ગરીબ બાળાના મોંહ પર લગાવી દીધી કે તેણીને તમ્મર આવી જઈ તળ ખાઈ તેણી રડી પડી.
કે તે જ ઘડીએ બારણું અફાળી ફિરોઝ ફ્રેઝર ત્યાં દાખલ થઈ ગયો પછી હીસ હીસ થતા સ્વરે તે જવાને તેની માતાને પૂછી લીધું.
‘મંમા તમોએ કોણનાં હોકમથી મારાં માણસને રજા આપી? ‘વરી કોણના હોકમથી આપે?’ એનું હવે આપણા મકાનમાં કામ શું છે? ઉખરા જેવા કામ વગર અમથો અમથો વચમાં અટવાય તે શું કામનું?’
“કામ હોય કે નહીં હોય પણ મારા માણસને મારા કામની વચ્ચે પડવાની તમને જર જ શું હતી? મને મારી ઓફિસમાં ને ગાડીથી બાઈ માણસ નથી જોઈતુ.’
‘તે શું છે બાઈ માણસ કરે તો મૂવો મઈ જેવો ઓરડો રમકડાં જેવી ગાડી ધોતાં શું એના હાથો ભાંગી જવાના હતા જે તે વાત? આપણા ગરીબડા વખતમાં હું આપં આખું ઘેર સાફ કરી કાઢતી હતી. સમજ્યો પોરિયા?’
ઝરી જુહાકે પણ રોકડું પરખાવી નાખ્યું પણ ફિરોઝ ફ્રેઝરે જણાવી દીધું.
‘તમોએ આયાને રજા આપી તે માટે મને વાંધો નથી પણ ઓફિસ સાં મને મારો જૂનો પ્યુન જોઈતો હોવાથી મેં તેને બોલાવી મંગાવ્યો છે ને ભવિષ્યમાં મંમા, મહેરબાની કરીને મારી વગર આપણા કાસલનાં કોઈબી માણસને કાઢી મુકશો નહીં.’ ને પછી ધસારાબંધ તે જવાન પાછો વિદાય પણ થઈ ગયો. ઝરી જુહાકે બધો ખાર તે ગરીબ બાળા પર કહાડી નાખ્યો. ‘ચાલ હવે ગાડી ધોવાની નથી તો નીચેના પાંચ ઓરડાઓ આખા ધોઈને સૂકવી નાખજે સમજી?’
‘વાં જી.’
‘ને તે ખલાસ થાય ને પછી આખી રાંધણીનો સામાન બહાર કાઢી સાફસુફ કરી તેને ગોઠવી નાખી બધી બરણી તથા બાટલીઓ લૂંછી પાછી તેની જગા પર મૂકી દેજે.’
અને એક નિસાસા સાથ તે ગરીબ બાળા ત્યાંથી વિદાય થઈ ને પોતાના સોંપાયેલા કામે લાગી ગઈ.
તે કામો આટોપતા તેણીને બપોર થઈ ગઈ ને ત્યારે થાકથી નસોસ બની, તેણી પોતાના મ પર જઈ પૂગી. તેણીએ બપોરનું ખાણું પણ તે દિવસે ખાધું નહીં એટલી બધી થાક તેણીને ચઢી આવી હતી.
પછી મોંહ પર ફટકા મારતાં તે પીચ જેવા ગાલો ચચરી આવ્યા કે શિરીન વોર્ડન શરમિંદી બની ગઈ.
યા ખુદા તેણીની જુવાન જિંદગીમાં કદી કોઈએ તેણી પર હાથ ઉચકયો હતો નહીં ને આજે સરજતને તાબે થઈ તેણીે તે માર પણ મૂંગે મોઢે ખાઈ લીધો.
પછી જાણે તે ઓરડીની હવા તેણીને ગુંગળાવી નાખતી હોય તેમ તેણી ગૂંગળાઈ ને બહાર ગેલેરી પર દોડી ગઈ.
ત્યાંથી આવતી ધીમી પવનની લહેકી તેણીનાં ઘુમતા મગજને કાંઈ શાંત બનાવી શકી ને ફરગેટ મી નોટ જેવી સુંદર બ્લુ આંખો દૂર દૂરના ખેતરો તથા તળાવમાં તરતા હંસ પર જઈ પૂગી પછી કાંઈક સુખી ખ્યાલોમાં તેણી લીન થઈ ગઈ.
થોડીક વારે તેણીનાં સુંદર સ્વપ્નામાં ખલલ કરતો ફિરોઝ ફ્રેઝરનો સાદ સંભળાઈ રહ્યો કે તેણી ચોકીં ઉઠી.
‘શિરીન, મને લાગું કે તું ઉંઘઈ ગયેલી હતી.’
પછી તેણીએ પોતાનો દુ:ખથી છવાએલો મુખડો તે જવાન સામે ઉંચો કીધો કે આબાદ ફિરોઝ ફ્રઝરે તે ગાલ પરનાં લીસોટાઓ જોઈ લીધા કે તેને મજાકથી પૂછી લીધું.
‘કોણે તુંને તમાચા માર્યા, શિરીન?’
‘તમારા મધરે.’
ઓશકથી તે મુખડો ફરી નીચે કરી દેતાં તે બાળાએ જણાવી દીધું કે તે જવાન કરડઈથી બોલી પડયો.
‘હું ઈચ્છુચ કે તું એક મરદ હતે તો હું તને મારા હાથોએ ઝપેટી શકતે શિરીન.’
તે નિર્દોષ આખોએ સાંભળી અજાયબીથી વધુ પોખાલ બની ગઈ ને તેણીનું ઘાયલ થયેલું અંત:કરણ ઉશ્કેરાઈ ગયું.
(ક્રમશ)
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025