મહાત્મા કુશે મંદાના રાજ્યના ભટકતા જંગલી તુરાની (સ્કિથ્યિન) ટોળાના પાદશાહ ઈસ્તુવેગૂને હરાવી, કેદ કરી, તેનું પાયતખ્ત એકબેતાના ફત્તેહ કીધું અને બીજા પાંચેક વરસમાં તો તેણે મીડિયા (મદા, માદ)ના તે જમાનાના આખી દુનિયાના સર્વથી બળવાન અને મોટા જરથોસ્તી શહેનશાહને જબરી જંગોમાં જબરા ફટકાઓ લગાવી તે વખતની સર્વથી મોટી મીડિયન શહેનશાહતની આ યાદગાર ફત્તેહથી પારસીઓ પૂરાતન પશ્ર્વિમી એશિયાની લીડિયા અને બેબિલોનની નામીચીન શહેનશાહતોના સંબંધમાં આવ્યા. લીડિયાનો શૂરવીર શહેનશાહ ક્રિસસ મીડિયન શહેનશાહનો સગો થતો હોવાથી તેણે તેનું વેર લેવા પારસી વિરલાઓએ તેનો મોટો સંહાર કીધો અને તેઓ હવે ખૂદ કિસસના પાયતખ્ત સાર્દિસ ઉપર ધસી ગયા. સાર્દિસના જગપ્રસિધ્ધ જંગમાં કુશની હેરતભરેલી લશ્કરી કુનેહકારસાજીએ લિડીયન સૈનાનો સંહાર કીધો અને સાર્દિસના કિલ્લાના શરણ થવા બાદ આખી લીડિયન શહેનશાહતના પારસીઓ માલેક બન્યા. આ પછી પેકત્યાસ નામના દગલબાજ લીડિયને ઉઠાવેલો બળવો કુશના મીડિયન સરદાર માજારીસે બેસાડી દીધો. લીડિયાની ફત્તેહ બાદ કુશના બીજા મીડિયન સરદાર હાર્પેગસે ઈયોલ્યાને લગતા-ફોશિયા, ટીઓસ, માયુસ, પ્રાએન,ઈફીસસ, કોલોફોન, લેબેડસ, કલેજોમીની, ચીઓન, ઈરીથ્રી અને સ્પર્નોનાં ગ્રીક સામ્રાજ્યો સર કીધાં. તેણે ઈયોલ્યાને લગતાં બીજાં ૧૧ રાજ્યો પણ ફત્તેહ કીધાં અને કારિયન, કોન્યન અને ડોરિયન પ્રજાઓને તે શરણે લાવ્યો. આ યાદગાર ફત્તેહો બાદ જેન્થસના જબરા જંગમાં તેણે લડાયક લીશિયન પ્રજાને જમીનદોસ્ત કીધી. જ્યારે એક તરફથી હાર્પેગસ પશ્ર્વિમ એશિયામાં પારસી નામનો પુકાર ફેલાવી રહ્યો હતો ત્યારે બીજી તરફથી તેમનો મહાત્મા મહાવીર એશિયા ખંડના બીજા ભાગો ખાતે પારસી ઝુંડાનો જેબદાર જલેહ ઝળકાવી રહ્યો હતો. બાખ્ત્રિશ (બેકત્રિયા)નો અસલી ઈરાનીઓનો માનીતો મુલ્ક ફત્તેહ કરતાં તેને વખ્ત લાગ્યો નહિ; સકા (સ્કીથ્યા)ના બળિયા પાદશાહ પાસે પોતાની આણ મનાવતાં તેણે ઝાઝો વખત ખોહ્યો નહિ, હિર્કેન્યા (વેહેરકાન)ની પ્રસિધ્ધ પ્રજા કે ઉવાર્જમ (ખોરાસ્મિયા)ના લડાયક લડવૈયા એક તડાકે તેની કદમબોશી કરવા તૈયાર થયા; પત્રર્વ (પાર્થ્યા)ના પહાડી તીરંદાજો કે શુઘુદ (સોગ્દિયાના)ના શુધ્ધ આર્યો તેની શમશેરના સપાટામાંથી બચવા પામ્યા નહિ; હરઈવ (આર્યા)ના હિમ્મતવાન લોકો કે દ્રાન્જિયાના જોરેમંદ જોદ્ધાઓ તેના મુબારક કદમોને વધાવી લેવા જરા પણ અચકાયા નહિ અને હરઉવતિશ (એરેકોશિયા), ગદાર (ગંદાર્યા) અને તુરાનના તોફાની ટોળાઓ કુશની લશ્કરી કુનેહના ભોગ થઈ પડયા.
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025