ડો. પેશોતન દસ્તુર હોરમઝદયાર મિરઝાં

Dr.Peshotan Dastur Hormazdyar Mirza copy શ્રી ઈરાનશાહ આતશબહેરામના વડા દસ્તુર ડો. પેશોતન દસ્તુર હોરમઝદયાર મિરઝાં કેન્સર સાથેની લાંબી અને સાહસભરી લડાઈ બાદ, ૭૨ વર્ષની વયે, મુંબઈની જસલોક હોસ્પિટલ ખાતે રવિવાર, ૨૬મી જૂન, ૨૦૧૬ (રોજ ગોશ, માહ બહમન)ના દિવસે ગુજર પામ્યા છે. આપણી કોમના સૌ કોઈ માટે આ ખોટ લાંબો સમય પુરાય એવી નથી, કેમ કે તેઓ મિત્રતાભર્યા, મદદ‚પ થવા તત્પર અને સૌ કોઈ મિત્રો, કુટુંબીઓ, દસ્તુરજીઓ, સહ-કર્મચારીઓ અને કોમ-પાસેથી પ્રેમ અને માન પ્રાપ્ત કર્યા છે.

1 copyવડા દસ્તુરજી ડો. પેશોતન મિરઝાંનો જન્મ ઉદવાડાના વિખ્યાત દસ્તુર કુટુંબમાં નવેમ્બર, ૧૯૪૪માં થયો હતો. પોતાના શૈક્ષણિક અભ્યાસ સાથે તેમણે દસ્તુર બનવાની ટ્રેનિંગ અંધેરીની એમ.એફ. કામા અથોરનાન ઈન્સ્ટિટયૂટ ખાતે લીધી હતી. તેઓ વિજ્ઞાન શાખામાં ગયા, અને મુંબઈ યુનિવર્સિટીમાંથી તેમણે કેમેસ્ટ્રીમાં ડોકટરેટ મેળવી. ઈરાનશાહ આતશ બહેરામના વડા દસ્તુરજી, સમસ્ત અંજુમન, ઉદવાડાના પદે તેમની વરણી ૧૩મી મે, ૨૦૦૪ના રોજ થઈ હતી. પારસી ટાઈમ્સને અગાઉ આપેલી એક મુલાકાતમાં વડા દસ્તુરજીએ જણાવ્યું હતું કે, ‘આપણી કોમ માટે મારી નિષ્ઠાપૂર્વકની ઈચ્છા અને પ્રાર્થના એ છે કે પારસીઓ સખત મહેનત કરીને પોતાની પસંદગીના ક્ષેત્રમાં સમૃધ્ધિને પ્રાપ્ત કરે; યોગ્ય ઉંમરે કોમમાં જ પરણે અને યોગ્ય પ્રમાણમાં કુટુંબને વિસ્તારે. આપણી ધાર્મિક ઓળખ જાળવી રાખવા આપણે પ્રયાસ કરવો જોઈએ, અને એ સાથે અન્ય કોમના લોકોને પણ પૂ‚ં માન, ન્યાય અને મિત્રતા આપવી જોઈએ, જેવું આપણા ન્યાગાનોએ કર્યુ હતું. દાદાર અહુરા મઝદા પારસી/ઈરાની જરથોસ્તી કોમના દરેક સભ્ય પર તેમના દિવ્ય આશિષો વરસાવે તથા સમસ્ત માનવ સમુદાયને પણ આ આશિષો પ્રાપ્ત થાય! આમીન!

વડા દસ્તુરજી પેશોતન મિરઝાંને

વડા દસ્તુરજી ખુરશેદજી દસ્તુરની શ્રધ્ધાંજલિ

Leave a Reply

*