૨૦ મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તેથી બુધ્ધિબળ વાપરી અઘરા કામને સહેલા બનાવી દેશો. કરેલા કામમાં સંતોષ મળશે. ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. ફેમિલી મેમ્બરનો સાથ સહકાર મળી રહેશે. નાણાકીય વ્યવસ્થા સારી રીતે કરી શકશો. બુધની વધુ કૃપા મેળવવા માટે ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૨૭, ૨૮, ૧ ને ૨ છે.
વૃષભ: બ.વ.ઉ.
તમારી રાશિના માલિક શુક્રના મિત્ર બુધની દિનદશા ચાલુ હોવાથી ૨૧મી ઓકટોબર સુધી તમારા કામમાં ફેરફાર કરી શકશો. હિસાબી કામને સરળતાથી કરી શકશો. જ્યાં કામ કરતા હશો ત્યાથી સાથ સહકાર મળી રહેશે. સરખી જગ્યાએ રોકાણ કરી ભવિષ્યનો પ્લાન કરી લેશો. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા. ૨૯ થી ૧ છે.
મિથુન: ક.છ.ઘ.
૨૪મી સપ્ટેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે તેથી સ્વભાવમાં ચેન્જીસ આવશે. નાની બાબતમાં ચિડાઈ જશો. ફેમિલી મેમ્બર ઈરિટેટ કરે તેવી વાતો કરશે. બીજાના કામ સીધા કરવા જતા ઉલટા થશે. ગામ પરગામ જતા નુકસાન થશે. મંગળને કારણે તાવ-માથાના દુ:ખાવાથી પરેશાન થઈ જશો. ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો તેનાથી શાંતિ મળશે. શુકનવંતી તા. ૨૭, ૨૮ ને ૨ છે.
કર્ક: ડ.હ.
૨૬મી સપ્ટેમ્બર સુધી તમારી રાશિના માલિક ચંદ્રની દિનદશા ચાલશે. તેથી દરેક કામમાં અદ્રશ્ય મદદ મળી જશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ માટે મહેનત કરવી પડશે. નવાકામમાં સફળતા મળશે. થોડીઘણી ઈન્કમ બચાવી સારી જગ્યાએ રોકાણ કરજો. ગામ પરગામ જવાનો મોકો મળે તો મુકતા નહીં. મનને મજબૂત બનાવવા ૧૦૧નામ ભણી લીધા પછી ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧વાર ભણજો. શુકનવંતી તા. ૨૮, ૨૯, ૩૦ ને ૩૧છે.
સિંહ: મ.ટ.
૬ઠ્ઠી સપ્ટેમ્બર સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી તમારા માથાનો બોજો વધી જશે. સામે પડેલી વસ્તુ તમને દેખાશે નહીં. જન્મનો સૂર્ય ખરાબ હશે તો અંધારા જેવું વાતાવરણ થઈ જશે. અગત્યની ફાઈલો કે સરકારી કાગળો ઉંધા હાથે મુકાઈ જશે. કોર્ટ દરબાર કે સરકારી કામથી દૂર રહેજો. સપ્ટેમ્બર સુધી કોર્ટના ફેસલા તમારા હકમાં નહીં થાય. ૯૬મુ નામ ‘યા રયોમંદ’ ૧૦૧ વાર ભણજો. શુકનવંતી તા. ૨૭, ૩૦, ૧ ને ૨ છે.
ક્ધયા: પ.ઠ.ણ.
૧૬મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મનની મુરાદો પૂરી થશે. અગત્યના કામો સહેલાઈથી પૂરા કરશો. વિધ્ધજાતિની વ્યક્તિનો સાથ મળશે અને નાણાકીય લાભ કેમ મળશે તેના સલાહ સૂચનો પણ મળશે. ગુસ્સા પર કાબુ રાખજો. સૂર્યને ઠંડો પાડવા ૯૬મુ નામ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૨૬ થી ૩ છે.
તુલા: ર.ત.
૧૬મી ઓકટોબર સુધી તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલુ રહેશે તેથી હાલમાં તમને જેવી તેવી વસ્તુ ગમશે નહીં. મોજશોખ પાછળ ખર્ચ વધુ રહેશે પરંતુ નાણાકીય મુશ્કેલી નહીં આવે. કોઈની ભલાઈનું કામ કરી તેની દુવા મેળવી શકશો. મિત્રમંડળમાં તમાં માન વધી જાય તેવા કામ કરશો. તમને ધનની કમી નહીં આવે. હાલમાં દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો. શુકનવંતી તા. ૨૮, ૩૧, ૧ ને ૨ છે.
વૃશ્ર્ચિક: ન.ય.
૬ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારી તબિયતની સંભાળ રાખજો. ખાવાપીવાથી થતી બીમારી થવાના ચાન્સ છે. એસીડીટીથી પરેશાન થશો. નાણાકીય બાબતમાં આ અઠવાડિયામાં દવાદા પાછળ વધુ ખર્ચ થશે. મનગમતી ચીજવસ્તુ સાથે મનગમતી વ્યક્તિ પણ મળી જશે. અચાનક ધનલાભ થશે. શુક્રની વધુ કૃપા મેળવવા માટે ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.
શુકનવંતી તા. ૨૭, ૨૯, ૧ ને ૨ છે.
ધન: ભ.ધ. ફ. ઢ.
૬ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે. તેથી દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડી જશે. નહીં જાણતા હો તેવી બાબતમાં ફસાઈ જશો. રાહુને કારણે વિચારશક્તિ ખરાબ રહેશે. દરેક બાબતમાં નેગેટિવ વિચાર આવશે. પૈસાનો ખર્ચ પાણીની જેમ થશે. ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૨૮, ૨૯, ૩૦ ને ૩૧ છે.
મકર: ખ.જ.
ગુની દિનદશા ચાલુ હોવાથી તમે ધર્મ કે ચેરિટીજના કામો કરી શકશો. જાણતા અજાણતા કોઈની ભલાઈનું કામ થઈ જશે. તમારાથી નારાજ થયેલી વ્યક્તિને મનાવવામાં સફળ થશો. મિત્રો તમારા ફાયદાની વાત કરશે. જ્યાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન અને સેલરી વધવાના ચાન્સ છે. ઘરવાળાને નારાજ કરી કોઈ કામ નહીં કરો. ગુની કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો. શુકનવંતી તા. ૨૭, ૩૧, ૧ ને ૨ છે.
કુંભ: ગ.શ.સ.
આજથી ગુની દિનદશા શ થયેલી છે તેથી ધીરે ધીરે તમારા દરેક કામમાં તમને જશ મળી જશે. મનની શાંતિ મળશે. અચાનક મુસાફરીનો ચાન્સ મળી જશે. નાણાકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. કોઈ જગ્યાએ ફસાઈ જશો તો બહાર નીકળવાનો રસ્તો સરળતાથી મળી જશે. નવાકામ કરવા માટે મન ઉતાવળું થશે. પૈસાની બચત કરતા શીખી જશો. હાલમાં દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો. શુકનવંતી તા. ૨૬ થી ૩૦ છે.
મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
૨૬મી સપ્ટેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે તેથી હાલમાં તમને નાના કે મોટા કામ પૂરા કરવામાં અડચણ આવશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવશે. શનિને કારણે કોઈ પણ કામ સીધી રીતે પૂરા નહીં થાય. જૂના કામ પૂરા નહીં થાય ત્યાં નવા કામ આવશે. માનસિક તથા શારિરીક મુસીબતનો સામનો કરવો પડશે. હાલમાં મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૩૦ થી ૨ છે.
- Your Moonsign Janam Rashi This Week –
04 January 2024 – 10 January 2025 - 4 January2025 - Your Moonsign Janam Rashi This Week –
28 December 2024 – 03 January 2025 - 28 December2024 - Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024