વડવાઓનાં નામ પાડવાથી ઉત્પન્ન થતો ભક્તિભાવ
આપણા પારસીઓમાં વડીલો અને પૂજ્ય વડવાઓનાં નામ રાખવાનો ચાલ સાધારણ છે અને આજ સુધી તે વડવાઓના નામ રાખ્યા કરવાથી જ નવાં નામોનો પારસીઓમાં ઉમેરો થતો નથી. સર જમશેદજીના ગુજરવા પછી તેવણના પુત્ર શેઠ ખરશેદજીને ત્યાં જે બેટાનો જન્મ થયો તેનું નામ જમશેદજી રાખવામાં આવ્યું, તે કાંઈ જમશેદ પાદશાહ ઉપરથી નહિ પણ સર જમોદજી ઉપરથી જ ઉપજેલુ છે. પરંતુ સર જમશેદજીનું નામ પણ આગલા વડીલો જમશેદજી થઈ ગયા તેના ઉપરથી લેવાયેલું છે. કોઈએ જમશેદ પાદશાહનાં મરણ પછી જમશેદ નામ ધરાવનારા ઈરાનીઓ તો હજારો બલકે લાખો થઈ ગયા છે.હવે વિચાર કરો કે સર જમશેદજીના છોકરા ખરશેદજીએ ઉમળકા અને ઉકમાઈથી પોતાના બાળકોનું નામ જમશેદજી, પોતાના બાપ જમશેદજી ઉપરથી પાડેલું હોવાથી તે બેટા ઉપર કેટલા માન કેટલા દરજ્જા અને કેટલા વિવેક અને પ્યારથી જોયું હશે! કેટલાં માનથી તે બચ્ચાંને બોલાવ્યું હશે! પોતાના બાપનું નામ પોતાના બચ્ચાંને આપનારો પિતા જર જ બચ્ચાંને જોતાં બોલવતા, રમાડતાં કે લાડ લડાવતાં પોતાના પૂજય પિતાની એકદમ યાદ મનમાં લાવી દઈ તે જ દરજ્જાથી તે બેટાની સાથે વર્તવાને ગુપ્ત અસર અને ગુપ્ત લાગણીથી બેશક દોરવાઈ જાય છે. એવાં જ કારણે બાપુભાઈ અને બાપુજી એ હિંદુ નામો પણ પારસીઓમાં પેઠા હતા.
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024