મેષ: અ.લ.ઈ.
હાલમાં બુધની દિનદશા ચાલુ હોવાથી સહી-સિક્કાના કામ સારી રીતે કરી શકશો. હાલમાં તમો વાણિયા જેવા બની જશો તમારા કામને સીધા બનાવવા માટે મીઠી જબાન અને બુધ્ધિ વાપરી સામેવાળાથી અગત્યના કામ કરાવી લેશો. જે પણ કમાશો તેમાંથી બચત કરી શકશો. અચાનક ફાયદો મળતો રહેશે. દરરોજ ભૂલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૨૦, ૨૩, ૨૪ ને ૨૬ છે.
વૃષભ: બ.વ.ઉ.
છેલ્લા પાંચ દિવસ મંગળની દિનદશાના બાકી છે. ૨૫મી થી બુધની દિનદશા શ થશે. ઉતરતી મંગળની દિનદશા અંગત માણસો સાથેના સંબંધ બગાડી નાખે નહી તેની દરકાર લેજો. કોઈ પણ જાતની સલાહ આપવાની ભૂલ કરતા નહી. છેલ્લા બે દિવસમાં નાની મુસાફરીનો પ્લાન બનાવી શકશો. રોજ ‘તીર યશ્ત’ની સાથે ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૨૧, ૨૨, ૨૫ ને ૨૬ છે.
મિથુન: ક.છ.ઘ.
છેલ્લું અઠવાડિયું જ સુખશાંતિમાં પસાર કરવાનું બાકી છે. તમારા અગત્યનાં કામો પૂરાં કરી લેજો. નહી તો આવતા અઠવાડિયાથી મનની શાંતિ અશાંતિમાં ફેરવાઈ જશે. ઉતરતી ચંદ્રની દિનદશાથી કામકાજ પૂરા કરવામાં મુશ્કેલી નહી આવે. તમે તમારા મનને સ્થિર રાખીને કામ કરવામાં સફળ થશો. ઓપોઝિટ સેક્સની વ્યક્તિને મનની વાત કહી દેજો. હાલમાં ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો. શુકનવંતી તા. ૨૦, ૨૧, ૨૩ ને ૨૪ છે.
કર્ક: ડ.હ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમને દરેક પ્રકારના લાભ મળતા રહેશે. મનને સ્થિર રાખીને જે કામ હાથમાં લેશો તે પૂરા કરીને રહેશો. ઘરનું વાતાવરણ સાં રહેશે. નાની મુસાફરીનો ચાન્સ મળશે. ફેમિલી મેમ્બરમાં પડેલા મતભેદને દૂર કરી શકશો. કામકાજને પૂરા કરવાની સાથે સાથે આનંદ પણ મેળવી શકશો. હાલમાં દરરોજ ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૨૧, ૨૨, ૨૫ ને ૨૬ છે.
સિંહ: મ.ટ.
૬ઠ્ઠી સપ્ટેમ્બર સુધી સૂર્યની દિનદશા ચાલશે તેથી સૂર્ય તમારા મગજને ખૂબજ તપાવશે. તમે નાની બાબતમાં ગરમ થઈ જશો. હાલમાં સરકારી કામ કરતા હશો તો ત્યાં પણ મુશ્કેલીમાં આવી જશો. જીત હારમાં ફેરવાઈ જશે તો નવાઈમાં પડતા નહી. ખોટા વિચારોથી પરેશાન થઈ જશો. ઉધાર કોઈને આપતા નહી. નાણાંકીય વહેવાર કરતા પહેલા દસ વાર વિચાર કરજો. હાલમાં ૯૬મું નામ ‘યા રયોમંદ’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૨૦, ૨૩, ૨૪ ને ૨૬ છે.
ક્ધયા: પ.ઠ.ણ.
૧૬મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી દરેક બાબતમાં સાવચેતી, સાવધાન રહીને કામ કરતા રહેજો. તમારા કામમાં કોઈ પણ ભૂલ નહી રહે. નાણાંકીય બાબતમાં ખર્ચ કરવામાં કસર નહી રાખો. નાણાંકીય સ્થિતિ સારી રહેશે. હાલમાં થોડી ટ્રાય કરશો તો તમે તમારા પસંદગીની વ્યક્તિને મેળવી લેશો. ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૨૧, ૨૨, ૨૫ ને ૨૬ છે.
તુલા: ર.ત.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી દરેક બાબતમાં સાવધાની રાખીને આગળ વધશો. તમારા કામમાં કોઈ ભૂલ શોધી નહી શકે તેવું કામ કરશો. નાણાંકીય સ્થિતિ સારી રહેશે. તમને જોઈતી રકમનો બંદોબસ્ત કરી શકશો. ઓપોઝિટ સેક્સનું એટ્રેક્શન વધી જશે. મનપસંદ વ્યક્તિ સામેથી મળવા આવશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૨૦, ૨૩, ૨૪ ને ૨૬ છે.
વૃશ્ર્ચિક: ન.ય.
૬ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી નાની નાની બાબતમાં મુશ્કેલીમાં આવી જશો. અંગત માણસો તમને સમજી નહી શકે. બીજાનું ભલું કરવા જતા તમાં ખરાબ થવાનું છે તે જાણી લેજો. ઘરની નાની વાત પહાડ જેવું પ લેશે. તબિયતની ખાસ દરકાર લેજો. મગજને શાંત રાખવા માટે રોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. ૨૨, ૨૩, ૨૪ ને ૨૫ છે.
ધન: ભ.ધ. ફ. ઢ.
છેલ્લા ચાર દિવસ જ ગુની દિનદશામાં પસાર કરવાના બાકી છે હાલમાં તબીયત સારી રહેશે. ૨૪મીથી અણધારી મુસીબતમાં ફસાઈ જશો. ગુની ઉતરતી દિનદશા ધર્મનું કે ભલાઈનું કામ કરાવી દેશે. રાહુની દિનદશા ૪૨ દિવસમાં તમને મુસીબતમાં નાખશે. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. ૨૦, ૨૧, ૨૨ ને ૨૫ છે.
મકર: ખ.જ.
૨૪મી સપ્ટેમ્બર સુધી ગુની દિનદશા ચાલશે તેથી તમારા હાથથી જાણતા કે અજાણતા ધર્મનાં કામ થઈ જશે. બીજાને મદદ કરવા માટે પહેલા દોડી જશો. ધનની ચિંતા નહી હોવાથી ખર્ચ કરવામાં કમી નહી રાખો. ફેમિલી મેમ્બરોની ડીમાન્ડને પૂરી કરવા માટે એક્સ્ટ્રા કામ કરી લેશો. ફેમિલીને આનંદમાં રાખશો. ગામ પરગામ જવું પડશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૨૧, ૨૩, ૨૪ ને ૨૬ છે.
કુંભ: ગ.શ.સ.
છેલ્લું અઠવાડિયું જ શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી કોઈ પણ બાબતમાં તરત ડિસિઝન લેવાની ભૂલ કરતા નહી. કોઈ વ્યક્તિ મીઠી વાતો કરીને ફસાવી દેશે તેથી તે વ્યક્તિને બાજુમાં આવવા દેતા નહી. વડીલ વર્ગની સાથે મતભેદ પડતા રહેશે. શનિનું નિવારણ કરવા માગતા હો તો ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. ૨૦, ૨૧, ૨૩ ને ૨૬ છે.
મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમને આજથી ૩૬ દિવસ શનિની દિનદશા ચાલશે. કોઈ અંગત વ્યક્તિ તમારાથી દૂર જવાની કોશિશ કરશે. જ્યાં કામ કરતા હશો ત્યાં તમારા મિત્રો કરતાં શત્રુ વધારે હશે. તે પોતાના વર્તનથી તમને પરેશાન કરશે. પેટના દુ:ખાવાથી પરેશાન થશો. હાથમાં લીધેલ કામ સીધી રીતે પૂરા નહી કરી શકો. ધનનો બચાવ નહી થાય. હાલમાં દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ભૂલતા નહી.
શુકનવંતી તા. ૨૧ થી ૨૪ છે.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024