કાલે આવાં રોજ છે. દાદાર અહુરામઝદાએ કરેલી રચના, બધા હમદીનો ભીખા બહેરામના કુવા પર જઈ પ્રાર્થના કરશે. આવાં અરદવીસુર અનાહિતા બાનુ જે આપણા વહેતા પાણીની રક્ષા કરે છે જે અન્ય માનવજાત, પ્રાણીઓ, ઝાડ-પાન તથા પ્રવાહી જીવનને ટકાવી રાખવા અત્યંત જરી છે. આપણે જરથોસ્તીઓ પ્રકૃતિના તમામ સ્વપો જે દૈવી ઉર્જા સાથે આવ્યા છે તેમની પ્રાર્થના દ્વારા દાદાર અહુરામઝદાની પ્રાર્થના કરીએ છીએ આવા યઝદને ખાતરી છે કે આપણે સુરક્ષિત છીએ કારણ વહેતા પાણીમાં દાદાર અહુરમઝદની શક્તિઓ છુપાયેલી છે અને આપણે આપણા જીવનમાં આનંદ, સારા સ્વાસ્થ્ય, સમૃધ્ધિથી સુરક્ષિત છીએ. આવાં નીઆએશ કહે છે કે ‘હું અહુરા મઝદા, અરદવીસુરાના શક્તિશાળી બળનો રચનાર છું.’
આવાં શબ્દ એ અવેસ્તન શબ્દો ‘આપસ’ અને ‘આપમ’ પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે ‘પાણી.’
‘અરદવી’ વર્ણવે છે હિવાઈન દેવદૂતની ક્ષમતા જે આપણને આધ્યાત્મિક અને સંપૂર્ણ ભૌતિ તરફ દોરી લઈ જાય છે.
‘સુરા’ તેના હથિયારોનો ઉલ્લેખ કરે છે વહેતા પાણી જેમાં છલકાતા ઈલેકટ્રોમેગ્નેટિક દળોનો સમાવેશ થાય છે.
‘આવાં યશ્ત’ અથવા ‘આવાં નીઆએશ’ની માત્ર હાવન, રપીથવન અને ઉજીરન ગેહમાંજ પ્રાર્થના કરવી જોઈએ કારણ નકારાત્મકતા સમીસાંજ પછી પ્રાણીસ્ત્રોત નજીક પ્રવર્તે છે.
આવાં યઝદ જેમણે સોનાથી એમ્બ્રોઈડરી કરેલું આવરણ પહેરેલ છે જેના કાનમાં સોનાના ઈયરિંગ્સ છે જેના ચાર ખૂણાઓ છે. તે ચાર ઘોડાવાળા રથ એટલે કે પવન, વરસાદ, વાદળ અને કરાનો વરસાદવાળા રથ પર બીરાજમાન છે. અને તેમને આબોહવાના કોઈ તત્વોનો અવરોધ નડતો નથી.
અમાં હૃદય આવાં યઝદ માટે રાજમહેલ સમાન છે કારણ અમે જરથોસ્તી ધર્મનું પાલન કરનાર છીએ અને અમારા હૃદયમાં છે ફકત સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યો જેનું અમે હંમેશા પાલન કરીએ છીએ.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024