જે દ્રવ્યો દ્વારા શરીરની ધાતુઓ પુષ્ટ થાય છે અને જે દ્રવ્યો મુખ દ્વારા ગળાની નીચે ઉતારવામાં આવે છે, તે બધા દ્રવ્યો ‘આહાર’ની વ્યાખ્યામાં આવે છે. કોઈ પણ જાતનો આહાર જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પીરસાયેલા જુદા જુદા પ્રકારનાં દ્વવ્યો-વ્યંજનોમાંથી સૌથી ભારે (પચવામાં) દ્રવ્યો-વ્યંજનો સૌ પ્રથમ ખાવા જોઈએ. ત્યારબાદ, થોડા ઓછા ભારે દ્રવ્યો વ્યંજનો અને છેક છેલ્લે પચવામાં સાવ સરળ દ્રવ્યો-વ્યંજનો ખાવા જોઈએ. ચટણી, અથાણું, શાકભાજી, સૂપ, સોસ વગેરે આહરના આરંભમાં કે અંતમાં ખાવા ન જોઈએ પરંતુ વચ વચમાં ખાવા જોઈએ. દરેક જણે આ સિધ્ધાંત અપનાવો જરી છે. આ સિધ્ધાંતથી વિપરિત વલણ આહારનું પાચન સરખી રીતે થવા દેતો નથી અને આરોગ્ય બગવડનો સંભવ રહે છે.
Latest posts by PT Reporter (see all)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024