સંત પુષ જમશેદજી સોરાબજી કુકાદાનો જન્મ સુરત ખાતે રોજ જમીઆદ, માહ આવા ય.ઝ. ૧૨૦૦ના રોજ થયો હતો. એમનું મરણ મુંબઈ ખાતે રોજ બહેરામ, માહ ફરવર્દીન, ય.ઝ. ૧૨૭૦ના રોજ થયું હતું. જીવનના ૪૨ વર્ષ મુંબઈની કપાવાલા અગિયારીના પંથકી તરીકે ગાળ્યા હતાં. સાદું, સંયમી અને શિસ્ત ભર્યુ જીવન જીવી જનાર દસ્તુરજી શાકાહારી હતા. દિવસમાં એક વાર ખીચડી-ઘીનું ભોજન લેતા. ચોખાના વાસણને સૂર્યના તડકામાં મૂકી માંથ્રવાણીના બળથી તે ચોખાને પકવી શકતા. બહારનો ખોરાક કદી લેતા નહીં. પોતાના કપડાં પોતે જ ધોતાં.
દસ્તુરજી પાવમહેલની પવિત્ર ક્રિયાના જાણકાર હતા. બરસનુમની પાકી જાળવણી કરતા. માંથ્ર અને યસ્નના પ્રખર જ્ઞાની હોવાથી પોતાના વિચારોને આકૃતિ મરજી મુજબ દૂર મોકલી, પોતાનું દર્શન અન્ય હમદીનોને કરાવી શકતા. આવા દસ્તુરજી કુકાદા પારસી કોમમાં એક સંત પુષ તરીકે પૂજાય તે યોગ્ય જ છે.
દસ્તુરજી જમશેદજી લગ્ન-નવજોત જેવી મીજલસમાં પધારે ત્યારે એમની તરફના માન-આદરને લીધે સમગ્ર મીજલસ ઉભી થઈ જતી હતી. દીની ક્રિયાઓ કરતી વખતે તેઓ હંમેશ ઘી અથવા કોપરેલનો દીવો રાખતા. તેઓના મત મુજબ અવસ્તા માંથ્રની કોઈપણ બંદગી અથવા કોઈપણ ક્રિયામાં ફેરફાર થઈ શકે નહીં.
મુંબઈ ખાતેનું અંજુમનનું આતશબહેરામ પારસી સમાજના ફાળાથી (સદ ૧૮૯૭માં) સ્થાપિત થયું હતું. તેની સ્થાપના માટે દસ્તુરજી ડો. જામાસ્પજી મીનોચહેર જામાસ્પઆશાએ દસ્તુરજી કુકાદાને પોતાનો ફાળો આપવા વિનંતી કરી. દસ્તુરજી જમશેદજીએ એમ જણાવ્યું કે આપને યોગ્ય લાગે તે રકમ મારા નામે લખો. દસ્તુરજી જામાસ્પજીએ ા. ૧૦ હજારની રકમ લખી (આ વાત સન ૧૮૯૭ની છે તે સમયે રાપિયાનું મુલ્ય કેટલું હતું?) દસ્તુરજી કુકાદા ા. ૧૦ હજારની રકમ વાંચી મૂંઝાયા પરંતુ એમણે આ રકમ માટે બીજે દિવસે આવવા જણાવ્યું. બીજે દિવસે દસ્તુરજી જામાસ્પજી ા. ૧૦ હજારનો ફાળો લેવા આવ્યા. દસ્તુરજી કુકાદા સાહેબે એમને કહ્યું, ‘આ બાજુના ઓરડામાંથી જે ચીજ મળે તે વેચીને મળતા નાણાં ફંડમાં જમા કરજો.’ દસ્તુરજી જામાસ્પજીએ બાજુના ઓરડામાં એક સોનાની પાટ જોઈ. તે બજારમાં વેચતાં બરાબર ા. ૧૦ હજાર મળ્યા. સંત દસ્તુર કુકાદા સાહેબની લાજ ખુદા પાકે રાખી! આ છે બંદગીનું બળ. આ છે સંત કક્ષાના દસ્તુરજી જમશેદજીની આત્મિક શકિતનું પરિણામ!
દસ્તુરજી કુકાદારા સાહેબે અનેક આગાહીઓ કરી હતી અને તે સાચી પડી હતી. દસ્તુરજીએ પારસી સમાજની ધાર્મિક દોરવણી પણ કરી હતી. પારસી લો કમીશન (સન ૧૮૬૨)સમક્ષ પાલક કરવાની ફરજ બાબતે નિવેદન આપ્યું હતુું. ‘યજદાપરસ્ત’ પત્રમાં ધાર્મિક બાબતોની ઝણાવટ કરી હતી. ધાર્મિક શિક્ષક તરીકે ઝંદ અવસ્તાની મદ્રેસામાં સેવા આપી હતી. જરથોસ્તી ધર્મ અને ક્રિયા ઉપર એતેકાદ વધારનારી મંડળી (સ્થાપના ૬.૬.૧૮૮૦)માં પ્રથમની કારોબારી તરીકે નીમાયા હતા. દસ્તુરજી પહેલવી ભાષાના પંડિત હતા. ભણતરની શુધ્ધિ માટે આગ્રહ રાખતા હતા. સમસ્ત આથ્રવન વર્ગ એમને ખૂબ માનપૂર્વક જોતો હતો. માંથ્રવાણીથી લોકોની માનસિક કે શારિરીક તકલીફ દૂર કરી શકતા હતા. દસ્તુર પેશોતન સંજાણા એમના સમકાલીન હતા. તેમના મરણના દિવસ તથા સમયની સચોટ આગાહી કરી હતી. ખુદ એમણે પોતાના મરણની પણ આગાહી કરી હતી, અને તે સત્ય પૂરવાર થઈ હતી.
(શતાબ્દી સ્મૃતિગ્રંથના સૌજન્યથી)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024