મુસીબત આપણા જીવનની એક સચ્ચાઈ છે કોઈ આ વાતને સમજી લે છે તો કોઈ જીવનભર આ માટે રડયા કરે છે. જિંદગીના દરેક મોડ પર આપણો સામનો મુસીબતોથી થાય છે. મુસીબત વગર આપણે આપણા જીવનની કલ્પના નથી કરી શકતા.
હમેશા મુસીબતો આપણી સામે આવે છે અને આપણે કંટાળી જઈયે છીએ અને તે સમયે આપણને સમજ નથી પડતી કે સાચું શુ છે ને ખોટું શું છે.? દરેક વ્યક્તિઓની પોતાની પરિસ્થિતિનો સામનો કરવાની પધ્ધતિ વેગળી વેગળી હોય છે. કોઈવાર આપણી જિંદગીમાં મુસબતોનો પહાડ તૂટી પડે છે અને આવા સમયે કેટલાક લોકો ભાંગી પડે છે. તો કેટલાક લોકો પોતાની જાતને સંભાળી
લે છે.
મનોવૈજ્ઞાનિક રીતે માણસ મુસબતને બે રીતે જોય છે. ૧) મુસીબત અને ફકત મુસીબતનો જ વિચાર કરે છે.
૨) મુસીબતમાંથી કંઈ રીતે બહાર આવવું ફકત તેનો જ વિચાર કરે છે.
જે લોકો ફકત મુસીબતનો વિચાર કરે છે તેઓ મુસીબતથી હારી જાય છે. પરંતુ જે લોકો મુસીબતના નિદાન પર ધ્યાન આપે તે લાકો જીતી જાય છે.
આજે આપણે તેવા જ એક વ્યકિત પર વાત કરીશું જે તમને મુસીબતમાં લડવા પ્રોત્સાહન આપશે. તમે નેપોલિયન બોનાપાર્ટનું નામ તો સાંભળ્યું જ હશે.
નેપોલિયન બોનાપાર્ટ જે ફ્રાંસના એક મહાન, નિડર અને સાહસિક શાસક હતા. જેમના જીવનમાં અસંભવ નામનો શબ્દ જ નહોતો. ઈતિહાસમાં નેપોલિયનની ગણના વિશ્ર્વના સૌથી મહાન અને અજય સેનાપતિ તરીકે થતી હતી.
નેપોલિયન હમેશા જોખમભર્યા કામ કરતા હતા. એકવાર તેમણે આલપાસ પર્વતને પાર કરવાનું એલાન કર્યુ અને તે પોતાની સેનાને લઈ ચાલી નીકળ્યો સામે એક મોટો ગગનચુંબી પહાડ ઉભો હતો જેની ઉપર ચઢવું અસંભવ હતું તેની સેનામાં અચાનક હલચલ થવા પામી છતાંપણ એમણે સેનાને પર્વત ચઢાવાનો આદેશ આપ્યો. નજીકમાં જ એક વૃધ્ધ સ્ત્રી ઉભી હતી જેણે નેપોલિયન પાસે જઈને કહ્યું ‘મરવા માંગો છોૅ, અહીં જેટલા લોકો પણ આવ્યા હતા તેઓ હારીને પાછા જતા રહ્યા હતા. અગર તમારા જીવનને તમે પ્રેમ કરો છો તો પાછા ચાલ્યા જાઓ.’ આ સાંભળી નેપોલિયન નારાજ થવાને બદલે પોતાના ગળામાંથી હીરાનો હાર કાઢી પેલી વૃધ્ધ સ્ત્રીને પહેરાવી દીધો અને કહ્યું ‘તમે મારા ઉત્સાહને ડબલ કરી દીધો છે અને મને પ્રેરણા આપી છે.’ અગર જીવતો પાછો આવ્યો તો તમે મારી જયજયકાર કરજો.
એ વૃધ્ધ સ્ત્રીએ નેપોલિયનની વાત સાંભળી કહ્યું ‘તું પહેલો મનુષ્ય છે જે મારી વાત સાંભળી હતાશ કે નિરાશ નહીં થયો.’ જે લોકો મુસીબતોનો સામનો કરવાના ઈરાદા રાખે છે તે લોકો કદી હારતા નથી.
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024