‘તો શું થઈ ગયુ, મારો ફિરોઝ એ માંગે તેટલી રીત આપવા તૈયાર છે. મારો કેવો લવિંગ ભાઈ છે, ને કોઈ ભાગ્યશાળી છોકરી હશે તે જ મારી ભાભી થશે.’
ને તે ખરેજ સંપીલો ભાઈ બહેનોની ત્રગડી હતી. કંઈબી ચીજ તે બન્ને હમશીરો ને જોઈતી તો તે ભાઈ તરત જ પોતાની માતાની વિધ્ધ જતા પણ અપાવી દેતો.
પછી તૈયાર તઈ તેઓ સર્વ તે સુંદર ગ્રીન લાંબી ગાડીમાં બેસી વિદાય થઈ ગયા કે શિરીન વોર્ડનનાં જીગરમાં એક અદેખઈનો ચમટો તૂટી ગયો.
તે ડીનરડેન્સ માટેનો ડ્રેસ સુટમાં તે જવાનનો ઉંચો આકાર કેટલો બધો હેન્ડસમ લાગી આવ્યો ને કેટલીક છોકરીઓ આજે તેના હાથોમાં વીંટળાઈ ને ડાન્સ કરી રહેશે.
જ્યારે અફસોસ, કે હાલમાં તેણીને એક નોકરડી મીસાલ જ તેઓ સર્વ પાછળ છોડીને ગયાં હતાં એ ખ્યાલે તેણીની કોમલ છાતી ઘાયલ બની ગઈ.
ને ત્યારે અફસોસની એક હાય ભરી શિરીન વોર્ડન તે મોટાં શેઠાણીનાં મમાં કંઈ કામ લેવાને વાસ્તે જઈ પૂગી.
તેણીને ત્યાં દાખલ થતી જોતાં ઝરી જુહાકનાં ડોળા અજાયબી પામતા તેણી તરફ ફરી ગયા ને તેમણે તરત પૂછી લીધું.
‘પોરી, તું શું આજે ઘેરમાં જ છ?’ તારી તો આજે અરધા દિવસની છૂટી હતીને?’
તબિયત વધુ જ બગડી આવીછ.’
‘જરા બે સોડામીન્ટની ગોળી આપી દે કે ગેસ નીકળી આવે. તું તો હમેશની જ એવી ધ્રુજતી ધપકતી રહી ગઈ, શિરીન?’
‘તમો…તમો નહીં આવી શકો તો પ્લીઝ જરા તમારા ભાઈને નહીં મોકલી આપો?’
‘કોણ ફિરોઝને? વેલ, એ તો હાલમાં પેલી મોલી કામા સાથે લવ કરવામાં ઘણો બીજી છે તે મને નહીં લાગતું કે મોલી એને હમણાં મોકલી શકે.’
ને પછી તરત દિલ્લા ફ્રેઝરે તે ફોન મૂકી દીધો કે શિરીન વોર્ડને કચવાઈને પોતાના મનમાં વિચારી લીધું કે કેટલી ઘાટકી તે છોકરી હોવી જોઈએ કે પોતાની બીમાર માતાની પણ તેણીને દરકાર હતી નહીં.
પણ હવે કરવું શું? તેની મુંઝવણમાં તેણી પડી ગઈ. હવે ન છુટકે તેણીને ફિરોઝ ફ્રેઝર પર ફોન કરવોજ પડયો કે શિરીન વોર્ડનનું જીગર ધપકી ઉઠયું.
તેણીનો પાછો ફોન આવેલો જાણી તે સામી સાઈડનો ટેલિફોન ઓપરેટર પણ અજબ બની ગયો, તે છતાં તેને વિવેકથી પૂછી લીધું.
‘તમોને કોઈ જોઈએછ.’
‘મી. ફ્રેઝર જરા પ્લીઝ એવણને ટેલિફોન પર મોકલશો? જો નહીં આવે તો એટલી રીકેવસ્ટ કરજો કે. મીસ વોર્ડનનો ઘણોજ અરજન્ટ કોલ છે.
ને પછી જવાબને માટે શિરીન વોર્ડન ત્યાં ધ્રુજતી થોભી ગઈ. શું તે જવાન આવશે ખરો? મોલી કામાને તેણી બરાબર પીછાણતી હોવાથી અદેખઈનું એક કાતીલ આકં તેણીનાં જીગરમાં આવી ગયું, કે સામી સાઈડેથી ફિરોઝ ફ્રેઝરનો સાદ તેણીનાં કાનો પર સંભળાઈ રહ્યો.
(ક્રમશ)
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024