એકસવાયઝેડની (એકસ્ટ્રીમલી યંગ ઝોરાસ્ટ્રિયન્સ) એમએડી (મેકિંગ અ ડિફરન્સ) ‘એકસવાયઝેડ સ્ટેપિંગ ફોરવર્ડ’ નામની જૂતાં એકઠા કરવાની અનોખી પહેલ રવિવાર, બીજી ઓકટોબર, ૨૦૧૬ના દિવસે યોજાઈ હતી. આ ઝુંબેશમાં એકસવાયઝેડના સભ્યો સ્વયંસેકવકો તથા મિત્રોના સહયોગમાં ૧૨, ૧૯૯ જોડી પગરખાં એકઠાં કરીને એવા ઓછા નસીબવાન લોકોને આપ્યા હતા, જેઓ એ ખરીદી શકતા નથી. આ અદભુત ઈવેન્ટના એકસકલુઝિવ મિડિયા પાર્ટનર બનવાનો ‘પારસી ટાઈમ્સ’ને ગર્વ છે.
એકસ્ટ્રીમલી યંગ ઝોરાસ્ટ્રિયનના પાંચથી ૧૫વર્ષની ઉંમર વચ્ચેના ૧૦૦થી વધુ સભ્યો, તેમના મિત્રો અને પરિવારના સભ્યો સાથે મુંબઈમાં સવારે સાડા નવ વાગ્યાથી સાડાબાર વાગ્યા દરમિયાન ૨૧ જુદી જુદી કોલોની/સ્થળોએ ફરીને માત્ર ત્રણ કલાકમાં અધધ કહી શકાય એટલા ૧૨,૯૯૯ જોડી પગરખાં એકઠાં કર્યા હતા! હમારા ફૂટાથ, ગ્રીનસોલ, એન્જલ એકસ્પ્રેસ ફાઉન્ડેશન, ડબલ્યુડબલ્યુએચ (વી વીલ હેલ્પ ચેરિટેબલ ફાઉન્ડેશન) ટ્રસ્ટ (આરે મિલ્ક કોલોની, ઓસ્કાર ફાઉન્ડેશન તથા અન્ય બિન સરકારી સંસ્થાઓને આ પગરખાં ઓછા નસીબદાર એવા લોકોમાં નિ:શુલ્ક વિતરિત કરવા આપ્યાં હતાં, જેથી તેમના જીવનમાંની મુશ્કેલીઓ થોડી ઓછી થાય. એકસવાયઝેડના સ્થાપક હોશંગ ગોટલાએ જણાવ્યું હતું કે, ‘ઓછા નસીબદાર લોકોની સેવા કરવાની શીખ આ પહેલ દ્વારા આપણી કોમનાં બચ્ચાંઓને મળે છે. અમે આ પહેલની શઆત આપણી કોમમાંથી જ કરી હતી અને અમારા પોતાના ઘરમાંથી પગરખાં એકઠાં કરીને તેનો આરંભ કરાયો હતો. ગયા મહિનામાં આ સંદેશ તેમના વાચકોમાં ફેલાવવા બદલ અમે પારસી ટાઈમ્સનો વિશેષ આભાર માનીએ છીએ. પગરખાં દાન કરવાની આ ઝુંબેશ વિશે વાંચ્યા બાદ, થાણેમાંના પારસીઓએ ૨૦૦થી વધુ જોડી પગરખાં એકઠાં કર્યા હતાં અને દિલ્હીમાંના પારસીઓ ઓકટોબર મહિનાના અંતમાં આવું અભિયાન હાથ ધરવાના છે! અમે આશા રાખીયે છીએ કે આપણી નાનકડી કોમનાં બાળકો આપણને સાથે બાંધી રાખે છે તથા એકજૂટ થઈને જરિયાતમંદ લોકોના જીવનમાં પરિવર્તન લાવવા આપણને સમર્થ બનાવે છે.
ફાઉન્ડેશને અત્યાર સુધીમાં રોકડ દાન તરીકે પિયા એક લાખ એકત્ર કર્યા છે (દરેક પગરખાંના ૨૦૦ પિયા), જેનો ઉપયોગ ૩૦૦ કરતાં વધારે બાળકોને નવા નક્કોર ફૂટબોલ સ્ટડ્સ અને સ્ટોકિંગ્સ પૂરાં પાડવા માટે થશે, આ ઉપરાંત ‘જયપૂર ફૂટ’ તરીકે ઓળખાતા કૃત્રિમ અંગની ૨૦ જોડનું દાન કરવામાં આવશે. એટલું જ નહીં, દાદરના ૧૧મા સીબીડીએ સ્કાઉટ ગ્રુપનો પણ તેમના સહકાર બદલ તથા આપણી કોમના એ લોકો જેમણે પોતાના ઘર અને દિલના દરવાજા ખોલી પગરખાં એકઠાં કરવામાં મદદ કરી છે તેમનો પણ આભાર.
એકસવાયઝેડ ફાઉન્ડેશન મુંબઈની વિવિધ શાળાઓમાં આ પહેલનો બીજો તબકકો શ કરશે. ‘મોટા પરિવર્તનની શઆત એક નાના પગલાથી થાય છે અને અમે એ દેખાડવા માગીએ છીએ કે, આપણી નાનકડી કોમ પણ સમાજમાં મોટું પરિવર્તન લાવી શકે છે. અમારા પ્રથમ પ્રયાસને મળેલી અસાધારણ સફળતા જોતાં આ પહેલનો બીજો તબકકો હજી વધુ મોટા પાયે થશે અને તેમાં એકસવાયઝેડના સભ્યો ઉપરાંત મુંબઈની શાળાઓનો સમાવેશ કરી લેવાશે. આ ઝુંબેશમાં કોર્પોરેટ્સનો સહયોગ મળે તો ખૂબ જ સાં રહેશે, જેથી આ પહેલ વધુ જરિયાતમંદો સુધી પહોંચી શકે’, એમ ગોટલા કહે છે.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024