ભારત જ એક એવો દેશ છે જેને તહેવારની ભૂમિ કહેવામાં આવે છે. આવા જ તહેવારોમાંનો એક ખાસ તહેવાર છે દિવાળી જે દશેરાના વીસ દિવસ પછી આવે છે! ભગવાન રામ ૧૪ વરસનો વનવાસ ભોગવી પોતાના રાજ્યમાં પાછા આવવાની ખુશીમાં ઉજવવામાં આવે છે. પોતાની ખુશી દર્શાવવા અયોધ્યાવાસી આખા રાજ્યને રોશનીમાં નવડાવી મૂકે છે. અને ફટાકળાના અવાજમાં આખું રાજ્ય જૂમી ઉઠે છે.
દિવાળીના પર્વને દિપાવલીના નામે પણ ઓળખવામાં આવે છે અને આ જ પર્વમાં લક્ષ્મીમાતા ઘરમાં પધારે છે. બુરાઈનો અંત આવે છે. અસુરોના રાજા રાવણને રાજા રામ મારીને ધરતીને બુરાઈથી બચાવે છે.
ઘર દુકાનની સાફ સફાઈ કરવાથી લક્ષ્મી પ્રવેશે છે અને ઘરમાં સુખ, સમૃધ્ધિ અને સંપત્તિ આવે છે.
દિવાળીના આ મધુર પર્વ સાથે ઘણા પ્રકારની વાતો જોડાયેલી છે. સૌથી પ્રમુખ વાર્તા છે રાજા રામની આ દિવસે રામ ભગવાને અત્યાચારી, અનાચારી રાવણનો વધ કરી અયોધ્યાના પાછા આવેલા અને અયોધ્યાવાસીઓએ એમના આવવાની ખુશીમાં દિવાઓ પ્રગટાવ્યા હતા. ત્યારથી દિવાળીનો પર્વ ઉજવવામાં આવે છે. કેટલાક કૃષ્ણભક્તો આ પર્વને કૃષ્ણ ભગવાન સાથે જોડે છે એમના અનુસાર નરકાસુરનો વધ કરી સોળ હજાર સ્ત્રીઓને ત્યાંથી મુક્ત કરવામાં આવી હતી. અને ત્યારે જ લોકોએ દિવા પ્રકટાવ્યા હતા.
એક કથા અનુસાર આજ દિવસે સમુદ્ર મંથન થયું હતું અને લક્ષ્મીજી પ્રગટ થયા હતા અને દેવોએ દીવા પ્રગટાવી તેમનું આગમન કર્યુ હતું. કેટલાક લોકોનું કહેવું છે કે ધનતેરસના દિવસ વિષ્ણુ ભગવાને નૃસિંહનું પ લઈ ભક્ત પ્રહલાદની રક્ષા કરી હતી.
આમ કેટલીયે વાતો દિવાળીનું મહત્વ સમજાવે છે પરંતુ બધાજ ધર્મ અને જાતિઓનું આ પર્વ છે અને બધા જ સમાન પે આનો આદર કરી ધામધૂમથી દિવાળી ઉજવે છે.
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025