શિરીન

તે છેલ્લું અપમાન સાંભળી શિરીન વોર્ડનનું લોહી એક પળ બંધાઈ જતું જ માલમ પડયું ને તેણીનો ચહેરો હદ વિનાનો રાતો મારી ગયો.

યા ખુદા, શું ત્યારે તે જવાને તેઓ આગળ અંતે પણ તેણીને દુ:ખી કરવા વીસ હજારે ખરીદેલી ગુલામડીની વાત કીધી હશે?

ને કેટલું બધું બુ‚ં તેઓ તેણીનાં કુટુંબને માટે પણ બોલતાં હતાં ને તેઓનાં સારા વખતમાં એ જ સઘળા તેઓનાં મિત્ર તરીકે ઓળખાઈ આવતાં.

પછી થોડીક વારે તેઓ સર્વ ઉઠયા કે શિરીન વોર્ડને છૂટકારાનો એક દમ ભરી લીધો. તે લોકના ગયા પછી દાબી રાખેલો તે દીબો તેણીએ ટેબલ પર પોતાનું માથું ટેકવી ખાલી કરી દીધો, કે તરત જ ફિરોઝ ફ્રેઝરનો ઉંચો આકાર તેણી તરફ આવતો જણાઈ આવ્યો.

‘શિરીન, તું અહીંયા બેસીને શું કરેછ?’

ને ત્યારે તે બાળા પોતાનું માથું ઉંચે ઉઠાવી કકળીને બોલી પડી.

‘ઓ ફિલ, મારો જીવ ઘણોજ ગભરાય છે તેથી પ્લીઝ મને બહાર બાગમાં લઈ જાવ.’

‘પણ થયું શું શિરીન? તું ને ગમે તો કંઈ ઠંડુ પીણું મંગાવું, નહીં તો વાઈન લેશે?’

‘નહીં, નહી કંઈજ નહીં, થેંકસ વેરી મચ, પણ મને ફકત ખુલ્લી હવા જોઈએછ, નહીં તો હું ફેન્ટ થઈ જવશ, ફિલ’

ને ત્યારે તે જવાને તેણીને બહાર ગાર્ડનમાં લઈ જઈ એક બાજઠ પર  બેસાડી દીધી, કે ત્યાંથી આવતી પવનની ઠંડી લહેરકી તેણીનાં ઘુમતાં મગજને કાંઈક શાંત બનાવી શકી.

પછી એક ઠંડીનું લખલખું તેણીના બદનમાંથી પસાર થઈ ગયુ કે તેણીને ધ્રૂજતા જોઈ તે જવાને તેણીને પોતાનાં પાસામાં ખેંચી લીધી.

ફિરોઝ ફ્રેઝરની જોરાવર બાથમાં ખરેજ શિરીન વોર્ડનને હિંમત તથા હુંફ આવી ગઈ. ને તે વ્હાલાનાં પહેલા ખભા પર માથું ટેકવી તેણી સુખથી પડીજ રહી.

‘હવે તું ને મઝાનું લાગેછ, શિરીન?’

‘ઘણું સરસ, પણ ઓ ફિલ, દુનિયા કેટલી ઘાટકી છે?’

‘ને સાથે હું પણ ખ‚ંની શિરીન?’

‘તમો…તમોએ અંતે પણ મને દુ:ખી કરવા તે વાત બધા આગળ કીધી, ખ‚ંની ફીલ?’

‘કઈ વાત, શિરીન?’

‘તમારા પૈસાએ તમોએ મને ખરીદ કીધી તેની.’

એ સાંભળી ફિરોઝ ફ્રેઝરના નેન જમી ગયા ને તેનો મુખડો દુ:ખથી વળ ખાઈ ગયો.

‘તું એટલો બધો મને હલકત ધારેછ શિરીન, કે મારો બોલ આપીને પછી હું ફરી જાવું?’

ને ત્યારે તેણીએ અજાયબી સાથ પોતાનો નિર્દોષ ચહેરો તે જવાન સામે ઉંચો કીધો.

‘પણ..પણ, તે લોકના બોલવા પરથી મને લાગુ, ફિલ કે તમોએ એ વાત કીધી હશે.’

‘કોણનાં બોલવા પરથી ને કઈ વાત?’

પછી ફરી ઓશકથી પોતાનો મુખડો નીચે નમાવી તેણીએ જણાવી દીધું.

‘સામ તલાટી બોલ્યો કે તમોએ મને તમારા કાસલમાં એક રખાત તરીકે રાખીછ.’

એ સાંભળી ફિરોઝ ફ્રેઝરનો ચહેરો ક્રોધથી ભરાઈ જઈ તેનાં ભેજાંની નસો તણાઈને તેની ચામડી ઉપર ફૂલાતાં દીસી આવી, ને તે હોઠો કપટથી વળ ખાઈ જઈ પુકારી ઉઠયા.

‘શું? સામ તલાટી એમ બોલ્યો? બદમાશ, કાફર, હું એનો તોટો પીસી નાખી, ઈજ્જતનો જવાબ માંગસ તોજ રહીશ.’

‘તમો…તમોએજ મને એવી હલકી લોકોની નજરમાં પાડી, ત્યારે જ તેઓ એવું બુ‚ં બોલેચની મારે સા‚ં.’

શિરીન એ બાબતમાં તું મને ઘણો મોટો ગેર ઈન્સાફ કરી રહીછ. હું ગમે તેટલો તારી સાથ ઘાટકી થયો હોવસ પણ લોેકની સામે મેં હમેશ તા‚ં માન ને ઈજ્જત રાખીછ.

‘હા…પણ…પણ હું ખુદ તમારાજ ઘેરમાં નોકરી ક‚ંછ તેથી તે લોક શું વિચારતાં હશે?’

‘પણ એક કમ્પેન્યન તરીકે કામ કરવામાં કંઈ ખોટું નથી. એમ તો શિરીન, છોકરીઓ ટાઈપીસ્ટ ને સ્ટેનોગ્રાફર થાયછની? લોકો એટલું જ જાણેછ કે તું એ કમપેન્યન તરીકેની નોકરી કેઠે શોધતી હતી, ને તેવામાં મારા મધરને જ‚ર પડવાથી તું ને રાખી લીધી. હવે તેમાં બુ‚ં શું છે?’

(ક્રમશ)

Leave a Reply

*