‘પણ… પણ જી, ડોકટરનો હોકમ હતો તમોને સ્પંજ કરવાનો.’
‘એ પરવારતા ડોકટરો તો બધું કહ્યા કરે તે ઘણું મન પર નહીં લેવું જોઈએ. મુવાં બે બિલ્સના ચીથરામાં તે આખું આંગ કંઈ બરાબર સાફ થતું હશે?’
તે ગરીબ બાળા કશો જ જવાબ આપ્યા વગર મૂગી નીચી મૂંડીએ ઉભી જ રહી કે એકાએક ઝરી જુહાકના એક સવાલથી તેણી ચમકી ઉઠી.
તેબી ગઈ રાતે ડાન્સ કીધેલો કે? ને કોણ સાથ?’
તેનો તરત તો શિરીન વોર્ડન જવાબ આપી શકી જ નહી. જો તે માતા જાણે કે બધા જ ડાન્સ તેણીએ તેઓના બેટા સાથ કરી આંખો વખત તેણી તે જવાનની સંગતમાં જ રહી હતી તો તેઓ તેણી માટે શું વિચારી શકે?’
અંતે અચકાઈને તેણી બોલી પડી.
‘તમારા… તમારા દીકરા સાથ ડાન્સ મેં કીધો હતો.’
ને રખે તે ચુગલીખોરો રતાસ ઝરી જુહાક તેણીનાં મોહ પરનો જોઈ લે તે બીકે તેણીએ વધુ જ પોતાનું શિર નીચે નમાવી દીધું. જાને ખુદ ખુદરત તેણીને પજવવા માંગતી હોય તેમ તે જ ઘડીએ ફિરોઝ ફ્રેઝર તે મમાં દાખલ થઈ ગયો કે તેણીનો ચહેરો આતશની માફક લાલ બની રહ્યો.
‘મંમા, નવું વરસ મુબારક કરવા હું ખાસ આયોછ.’
માતાના કપાળ પર વાંકો વળી એક કિસ અર્પણ કરતાં તે બેટો બોલ્યો કે ઝરી જુહાકે કચવાટથી કહી સંભળાવ્યું.
‘એ શું સવારના પહોરમાં કિસા કોટા કરવાનાં તુંને યાદ આયા છોકરા? એક તો હમણાં જ હું નાહીધોઈને બેઠી. ને પોરિયા કંઈ નવું વર્ષ તે આપણા બાપદાદાનું છે કે તું મને મુબારક કરવા આયો?’
એ સાંભળતા તે બેટો ગમ્મત પામી હસી પડયો.
‘આખી દુન્યાનું નવું વર્ષ કહેવાએ મંમા ને તેથી નવા વર્ષે મેં નવી ગાડીનું મુહર્ત પણ કરી દીધું.’
‘શું શું બોલ્યો? વરી નવી ગાડી ખરીદી? પોરિયા, ગેરેજની અંદર બે થોભલા તો પડેલાં છે તેમાં વરી ત્રીજાનો ઉમેરો કીધો? વખત જતાં ખરેખર લાહ લઈ બેસવાનોછ.’
‘નહી મંમા, ત્રણ મોટર નથી થઈ, કારણ પહેલાની મેં વેચી તેમાં ઉમેરી મેં નવી ગાડી લીધીછ.’
એ સાંભળતા ઝરી જુહાકનાં ભેજાંની ટેમ્પરેચર કંઈક નીચી આવતા માલમ પડી ને અંતે તેમણે ચેસ્તા કરી જણાવી દીધું.
‘બસ કંઈબી ચીજથી પૈસા આવ્યા કે ધરાતો જ નથી, તે પરણ્યા પછી બૈરાઓબી એમજ બદલ્યા કરશે કે?’
‘નહીં મંમા, તે તો હું એક જ રાખસ તેની હું તમોને પૂરી ખાત્રી આપુંછ.’
શિરીન કંઈક ઉંચુ નીચું કરવામાં તે જવાન આવ્યા પછી રોકાયેલી હતી કે તેણી સામે ફિરોઝ ફ્રેઝરે જુસ્સાથી બોલી સંભળાવી તે ફરી ત્યાંથી વિદાય થઈ ગયો.
એક કમાલ ખૂબી ફિરોઝ ફ્રેઝરમાં એ હતી કે કંઈ પણ ચીજ તે જવાન કદી પોતાની માતાથી છુપાવતો નહીં અને જો કે હંમેશ તે માતા તેના લખલૂટ ખર્ચ સામે વાંધો ઉઠાવી ફફડી ચટકી ઉંતી, તો છતાં કઈબી ચીજ તે જવાન ખરીદ કરતો તો પહેલા તેની જાણ પોતાની માતાને કરી દેતો.
તેના ગયા પછી શિરીન વોર્ડન પણ પોતાનું બીજું ત્રીજું કામ આટોપી નાખી અંતે તે છોકરીઓનાં મમાં તેઓની ચાહે લઈ દાખલ થઈ, કે તેણીને જોઈ વડી દિલ્લા ગુસ્સાથી પુકારી ઉઠી.
‘ગઈ કાલે બોલ મમાંથી એમજ નાસી આવી તો તારાથી હમોને જરા કહેવાયુ નહીં?’
‘સો…સો સોરી, મોડું થઈ જવાથી હું ઉતાવળમાં હતી.’
‘ઉતાવળમાં હતી એમ? ને આખો વખત ફિરોઝ સાથ ફલર્ટ કરતાં તું ને ઉતાવળ હતી નહીં?’ એ સાંભળતા શિરીન વોર્ડન કાનની ટીચકી સુધી રાતી મારી ગઈ ને તેણીએ પછી ઓશકથી જણાવી નાખ્યું.
‘હું…હું કઈ તમારા ભાઈ સાથ ફલર્ટ નહીં કરતી હતી.’
‘ફલર્ટ નહીં તો બીજું શું? બધાની સામે હમાં મોત થઈ ગયું તું ને તારી જગા પર તો જરા રહેવું હતું? કમ્પેનિયન થઈને તારા બોસ સાથ એટલી બધી છૂટ લેતાં તુંને શરમ નહીં આવી? કલબનાં બધાં જ મેમ્બરો થયા મશ્કેરી કરતાં હતા ને બિચારી મોલી કામને ઈનસલ્ટ થયું તે જુદું.’
(ક્રમશ)
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024