પછી નાલ્લી હિલ્લાએ સેજ નરમાશથી કહી સંભળાવ્યું
‘તું આવી તોબી એમાં કંઈ ખોટું નહીં હતું શિરીન, પણ જરા કપડાં તો સોજાં બોલ મને લાયક પહેરતે?’
‘મારી…મારી આગળ બીજાં હતાં જ નહીં.’
‘તો પછી તુંને નહીં જ આવવું હતું, શિરીન.’
‘હું આવવા મસગતી જ નહીં હતી પણ તમારા બ્રધરે હુકમ કીધાથી મને આવવું જ પડયું.
ફરી પાછી એ સાંભળી દિલ્લા ચીચવાઈ ઉઠી
‘હા, ને આવીને એવા બધા ફારસો કરી બતાવ્યા. તું ને ખબર છે કે ફિરોઝ પ્રાઈવેટલી મોલી કામા સાથ એન્ગેજ છે તે?’
એ છેલ્લો વાકય સાંભળતા ગરીબ તે બાળાને ચકરી આવી ગઈ. એક પલ તો તેણી માની શકીજ નહીં કે એ વાત ખરી હોય. પછીથી તેણીને તે જવાનનાં બોલો યાદ આવી ગયા કે જ્યારે તેણીને દુ:ખી કરવા ખાતર તે બોલ્યો હતો કે મોલી કામાને પોતાને બંગલે બોલાવી મંગાવી તેના બેડ-મમાં તેઓ લવ તથા ડાન્સ કરી શકે.
એક સૂકુ ડચકું તેણીનાં ગળામાં આવી ખૂટયું ને તેણીને ચુપ ઉભેલી જોતાં વડી તે હમશીરેજ ફરી ચાલુ કીધું
‘તું પાછી એમ તો નહી આશામાં હોય કે ફરી પાછો ફિરોઝને મેળવી તું પરણી શકે. વોટ આ હોપ! તારા જેવી ભિખારણ કદી પણ ‘ડરબી કાસલ’ની શેઠાણી બની શકે જ નહીં.’
તે ઘાતકી શબ્દ સાંભળી શિરીન વોર્ડનનું આશાવંતુ જિગર ભાંગીને ભૂકો થઈ ગયું તે સુખી સ્વપ્નાઓ ખુદ તેણીની આંખો આગળ પીગળી જતા માલમ પડયા ને તે ફરગેટ-મી-નોટ જેવી બ્લુ નયનોમાંથી નવધાર આંસુઓ ધસી આવ્યા.
પછી તેણી દુ:ખી જિગરે તેઓ સામેથી વિદાય થઈ પોતાનાં બીજા કામે વળગી ગઈ પણ તે છતાં કેમબી કરી તેણીનું મન કસામાં લાગુ નહીં.
આખો દિવસ એમ જ પસાર કરી શિરીન વોર્ડન સાંજના બે કલાકની છૂટીમાં પોતાના વ્હાલાઓને નવુ વર્ષ વિશ કરવા પોતાના માનીતા ‘વોર્ડન વિલા’માં જઈ પૂગી.
તે રમકડા જેવા મકાનની સીડીઓ ચઢતાં ફરી તેણીનું બચ્ચા સહી જિગર ખુશાલીના થોકા મારી રહ્યું.
પોતાનાં પિતાને જ ફરી સામે આવતાં જોઈ તે બાળા તેઓને વળગી પડી હેતથી પોકારી ઉઠી.
‘હેપી ન્યુ યર, પપ્પા.’
ને ત્યારે એ સાંભળી જાણે વિકાજી વોર્ડન કંઈક સ્વપ્નામાંથી જાગૃત થતા હોય તેમ તેઓએ કહી સંભળાવ્યું.
‘હા ખરા શિરીન, આજે તો નવું વર્ષ છે, ને ને મને તો ખાસ લાગુ પણ નહીં.’
પણ ખરેજ, વિકાજી વોર્ડનને તે કયાંથી લાગે? આ સાલ ઓછું કંઈ અસલના સાલો મિસાલ શેમ્પેન તથા ડિનરોથી ઉજવાયું હતું? રોજની માફક હાય અફસોસ સાથ બીછાને જઈ તે એક વખતનો લખપતિ શેઠિયો સવારનાં રાબેતા મુજબ ઉઠયો હતો તો પછી બીચારાને નવું વર્ષ હોય તેનો ખ્યાલ કયાંથી આવી શકે?
‘પંપા, મંમા ને આબાન બહાર ગયાંછ?’
આસાપસ નજર ફેંકતા કેઠેજ તેઓ દેખાયા નહીં કે તે સુંદરીએ અજાયબી પામતાં પૂછી લીધું.
‘મંમા જરા કામસર બહાર ગયાંછ?’
આસપાસ નજર ફેંકતા કેઠેજ તેઓ દેખાયા નહીં કે તે સુંદરીએ અજાયબી પામતા પૂછી લીધું.
‘મંમા જરા કામસર બહાર ગયાછ, પણ આબાન તો ઘેરમાં જ છે શિરીન.’
ઓ ત્યારે તો હું જઈને તેણીને હેપી ન્યુ યર વીશ કરી આવું.’
તે બાળા પોતાની હમશીર ને શોધતી દોડી ગઈ પણ તેણી કેઠે ઘેરમાં જણાઈ જ નહીં કે અંતે તેણી બહાર બાગમાં એક ગુલમોહરનાં ઝાડ નીચે બેસીને એક ચોપડી વાંચતી માલમ પડી.
ત્યારે ખરાં અંત:કરણથી જ શિરીન વોર્ડને તે બેસ્તુ નવું સાલ તેણીને વિશ કરી દીધું કે તે નાની હમશીર ફફડીને બોલી પડી.
‘નવા વર્ષમાં બરીયું શું જે તું મને વિશ કરવા આવી શિરીન?’
પણ આબાન, આશા હમેશ હોવાથી કાંય નહી આ સાલ આપણને માટે કંઈ લક લાવે?’
(ક્રમશ)
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025